Actress Fitness Journey: મોહબ્બતે એક્ટ્રેસે જણાવી ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ જર્ની, અયોગ્ય ડાયેટથી થયું હતું નુકસાન!

 

શમિતાની બહેન એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી કુન્દ્રા (Shilpa Shetty Kundra)ના શો શૅપ ઓફ યુ (Shape of You)માં અપિયરન્સ દરમિયાન શમિતાએ તેના ડિપ્રેશન વિશે પણ જણાવ્યું હતું.

ઇન્ડસ્ટ્રીમાં મોહબબ્તે (Mohabbatein Movie)થી એન્ટ્રી કરનાર એક્ટ્રેસ શમિતાની વેઇટ લોસ જર્ની તેની પહેલી ફિલ્મ દરમિયાન જ શરૂ થઇ ગઇ હતી. યોગ્ય વેઇટ લોસ સ્ટ્રેટેજી (proper weight reduction technique)થી અજાણ શમિતાએ વિચિત્ર ડાયેટ લેવાનું શરૂ કર્યુ હતું. તેણે કહ્યું કે, શરૂઆતના દિવસોમાં મારો હેતુ માત્ર વજન ઘટાડવાનો જ રહ્યો હતો. મને યોગ્ય ડાયેટિંગ કે હેલ્ધી ઇટિંગ (wholesome consuming) વિશે કંઇ ખાસ જાણકારી પણ નહતી. મને એ સમજતા વાર લાગી કે, મારાં શરીર માટે કેવા પ્રકારનું ડાયેટ અને વર્કઆઉટ કામ કરશે, જે માત્ર મને બહારથી જ નહીં પણ અંદરથી પણ શાંતિનો અનુભવ કરાવશે.

​યોગ્ય પદ્ધતિ છે જરૂરી

હંમેશા વજન ઘટાડતા કે વધારતા પહેલાં તમારાં એક્સપર્ટને કન્સલ્ટ (seek the advice of an knowledgeable) કરવાનો આગ્રહ રાખો, કારણ કે તમે માત્ર વજન ઘટાડતા નથી પણ તમારાં સ્વાસ્થ્યમાં પણ થોડાંઘણાં અંશે ફેરફાર કરવા જઇ રહ્યા છો. તમારી લાઇફસ્ટાઇલમાં પણ ઘણાં ફેરફાર થશે જેમ કે વજન, લોકો પોતાની જ ભૂલો અને એક્સપિરિયન્સથી શીખતા હોય છે.

​નાની વયના લોકો કરે છે આ ભૂલ

એક 18 વર્ષનું વ્યક્તિ પોતાના બોડી ટાઇપ (idea of physique kind)ને સમજતું હોય તે જાણકારી જ ભૂલભરેલી છે. યુવક કે યુવતી જ્યારે પોતાના ફેવરિટ સેલિબ્રિટીના લૂકને કોપી કરવાની ચેલેન્જ ઉઠાવે છે ત્યારે તેઓ પોતાના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરે છે. અયોગ્ય ભોજન, ભૂખ્યા રહેવું, એવા જ ભોજનનો આગ્રહ રાખવો જે તેઓના મતે વજન ઘટાડવા માટે યોગ્ય છે, ફેડ ડાયેટ (fad diets) ફૉલો કરવું વગેરે.

​તમારાં બોડી ટાઇપને ઓળખો

આજે એક ફિટનેટ આગ્રહી વ્યક્તિ તરીકે શમિતા કહે છે કે, આટલાં એક્સપિરિમેન્ટ્સ બાદ તે સમજી છે કે કેવી રીતે દરેક બોડી ટાઇપ એકદમ યૂનિક હોય છે અને દરેક માટે ફિટનેસ પેટર્ન (health sample) પણ દરેક વ્યક્તિ માટે અલગ હોય છે. શમિતાએ કહ્યું કે, દરેક બોડી ટાઇપ અલગ હોય છે. એટલે જરૂરી નથી કે જે વર્કઆઉટ કે ડાયેટ મારાં માટે કામ કરે છે તે તમારાં માટે પણ અસરકારક છે. મારી ઉંમર જેમ જેમ વધતી ગઇ મને ખ્યાલ આવ્યો કે, હું જે શરૂઆતમાં કરતી હતી તે હવે મારાં શરીર માટે યોગ્ય નથી. મારે મારાં વર્કઆઉટ (exercise)માં ચોક્કસપણે ફેરફાર કરવા જ પડશે.

હું પોતે પણ મારાં એકસરખા વર્કઆઉટથી કંટાળી ગઇ હતી અને મારું બોડી પણ રિએક્ટ નહોતું કરતું. આ એ સમય છે જ્યારે તમે તમારાં શરીરને તદ્દન નવા જ પ્રકારના વર્કઆઉટ અને ડાયેટથી આશ્ચર્યમાં મુકી દો. તમને તમારાં શરીરમાં ફેરફાર ચોક્કસથી જોવા મળશે.

​ગરમ પાણીથી કરે છે દિવસની શરૂઆત

શમિતાએ કહ્યું કે, તે તેના દિવસની શરૂઆત બે ગ્લાસ હળવા ગરમ પાણીથી કરે છે. આનાથી શરીરના અવયવોને સ્ફૂર્તિ મળે છે, તે ક્લિન્ઝિગનું પણ કામ કરે છે. ત્યારબાદ તે ફ્રૂટ, બ્લેક ટી અથવા કોફી લે છે. તેણે શો પર એ વાતનો પણ ખુલાસો કર્યો કે, તેને બાઉલ સિન્ડ્રોમ અને કોલાઇટિસ હોવાના કારણે તે ગ્લૂટન ફ્રી ફૂડ ખાય છે.

​શું છે બાઉલ સિન્ડ્રોમ

કંટાળાજનક બાઉલ સિન્ડ્રોમ (bowel syndrome dysfunction) મોટાં આંતરડાંને લગતો ડિસઓર્ડર છે જેના કારણે વ્યક્તિને ખેંચાણ, પેટમાં દુઃખાવો, પેટનું ફૂલી જવું, ગેસ, ઝાડા અથવા કબજિયાત કે પછી બંને થવું વગેરે થાય છે.

કોલાઇટિસ જઠરને લગતી એવી કન્ડિશન છે જેના કારણે પાચનતંત્રમાં વારંવાર અલ્સર અને બળતરાં થાય છે. આ અલ્સર કોલન અને રેક્ટમની અંદરની લાઇનિંગમાં થતાં હોય છે.

મેન્ટલ હેલ્થ વિશે કરી વાત

ફિઝિકલ ફિટનેસ ઉપરાંત શમિતાએ તેની મેન્ટલ હેલ્થ (psychological well being) વિશે પણ જણાવ્યું. તેણે કહ્યું કે, હું એવા સમયમાંથી પસાર થઇ છું જ્યારે મને પોતાને પણ ખ્યાલ નહતો કે હું ડિપ્રેશનમાં છું. મને સમજણ જ નહોતી પડતી કે હું અમુક પ્રકારે કેમ વર્તન કરી રહી છું. એવું પણ નથી કે તમે એક સવારે ઉઠો અને ડિપ્રેશનમાંથી બહાર આવી જાવ છો અને હવે તમે ફરીથી ક્યારેય એ સ્થિતિમાં નહીં આવો. હું સતત કોન્શિયસ રહું છું, સતત સાઇન્સ નોટિસ કરતી રહું છું. મારાં કોન્શિયસ બિહેયર થકી જ હું જાણકારી મેળવું છું કે, હું ફરીથી એ તબક્કામાં પરત નથી ફરી રહી.

આ લેખને ઇંગ્લિશમાં વાંચવા માટે અહીં ક્લિક કરો

Source link