95kg વજનથી સાંધાનો દુઃખાવો બન્યો અસહ્ય, ઘી ખાઇને ડોક્ટરે 12 મહિનામાં ઘટાડ્યું 28kg

Dr. Sunil Kumar Raiya’s Weight Loss Journey: મેદસ્વિતા (Obesity) અનેક જીવલેણ બીમારીઓથી લઇને રોજિંદા સરળ લાગતા કામકાજને પણ પ્રભાવિત કરતી પરેશાનીનું મૂળ છે. તેની સૌથી વધારે અસર માસપેશીઓ અને સાંધામાં થાય છે, જેના કારણે દર્દ ઉપરાંત મૂવમેન્ટમાં પણ સમસ્યા થાય છે.

આવી જ પરેશાનીઓ રાજસ્થાનના ઝુનઝૂનૂ જિલ્લામાં રહેલા ડોક્ટર સુનિલ રૈયાને પણ થઇ રહી હતી. હાલમાં જ તેઓએ અનહેલ્ધી લાઇફસ્ટાઇલના કારણે 95.98 સુધી પહોંચી ગયેલા વજનને ઘટાડવા અંગે પોતાની માહિતી શૅર કરી છે. તેઓએ જણાવ્યું કે, વધતા શરીરનો ભારથી તેમના ઘૂંટણ અને કમર 36ની ઉંમરે જ 80 વર્ષે થતી પરેશાનીઓ થઇ રહી હતી. ડોક્ટર સુનિલને ચાલવા ઉપરાંત ઉઠવા-બેસવામાં પણ પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. 28 કિલો વજન ઘટાડવા બાદ ડોક્ટર જણાવે છે કે, તેઓને છેલ્લાં 8થી 10 મહિનામાં સાંધાના દુઃખાવા કે કમર દર્દમાં રાહત છે.

વજન ઘટાડવાના નિશ્ચય અને ટર્નિંગ પોઇન્ટ વિશે જણાવતા તેઓ કહે છે કે, મને વજન વધારાનો અહેસાસ ત્યાં સુધી ના થયો જ્યાં સુધી તે દર્દ વધતું ના ગયું. મને લાગ્યું કે, સાંધાના દુઃખાવાનું કારણ મેદસ્વિતા છે, જો હવે કોઇ પગલાં ના લીધા તો આ પરેશાનીઓ ઓર વધતી જશે અને આ જ એ સમય હતો જ્યારે મેં મારી વેઇટ લોસ જર્ની શરૂ કરી.

(તસવીરોઃ પિક્સાબે.કોમ, ફ્રિપિક.કોમ, નવભારત ટાઇમ્સ)

​વજન ઘટાડવા માટે ડાયટ

  • બ્રેકફાસ્ટઃ 1 ચમચી એપ્પલ સિડર વિનેગર, 2 ઇંડા, ઓટ્સ, બદામ
  • લંચઃ ગ્રીન શાકભાજી, ઘી, દહીં, દાળ, રોટલી અથવા ભાત
  • ડિનરઃ ગ્રીન શાકભાજી, ઘી, સોયા વડી, રોટલી અથવા ભાત
  • પ્રી-વર્કઆઉટ મીલઃ બ્લેક કોફી
  • પોસ્ટ- વર્કઆઉટ મીલઃ પ્રોટીન શેક, કેળું
  • લૉ કેલેરી રેસિપીઃ ટામેટાં, ડુંગળી, દહીંમાં હળદર, ધાણા, જીરું કસ્તુરી મેથીથી તૈયાર થતી સોયા વડી રેસિપી.

​વર્કઆઉટ રિજિમ

ડોક્ટર સુનિલ ક્યારેય જીમ નથી ગયા, તેઓએ વજન ઘટાડવા માટે લૉ કેલેરી ફૂડની સાથે બેલેન્સ્ડ ડાયટ લીધું, 8 કલાકની પુરતી ઉંઘ અને દરરોજ માત્ર 10 હજાર પગલાં ચાલ્યા. આ સિવાય તેઓ દરરોજ 4-5 લીટર પાણી પીતા હતા.

​વર્ક આઉટ અને ફિટનેસ સિક્રેટ

ડોક્ટર સુનિલ અનુસાર, મારું ફિટનેસ સિક્રેટ છે સાતત્ય, મે એક વર્ષની વેઇટ લોસ જર્નીમાં રિઝલ્ટની પરવા કર્યા વગર જ સતત પ્રયત્નો કર્યા. આ સાથે જ મારી પસંદગીનું ભોજન અથવા તળેલો-તીખો ખોરાક ઘટાડી દીધો. વેઇટ લોસ દરમિયાન મેં માત્ર ઘરે બનાવેલું ભોજન જ લીધું હતું.

ઇન્ફેક્શન કે ગંભીર બીમારીથી બચવા દરેક પુરૂષોએ અજમાવવી જોઇએ આ ટિપ્સ

​વધારે વજનથી સમસ્યાઓ

મેદસ્વિતાના કારણે ડોક્ટર સુનિલના ઘૂંટણ કમજોર બની ગયા હતા. આ સિવાય તેઓની કમર અને ઘૂંટણમાં અસહ્ય દર્દ થવા લાગ્યું હતું. પરંતુ વેઇટ લોસ બાદ લગભગ 8થી 10 મહિનામાં તેઓને કોઇ દર્દનો અનુભવ થયો નહતો.

​શું હતું મોટિવેશન?

મારો દીકરો સમન્યુ સૌથી મોટું મોટિવેશન રહ્યો, જે મને વારંવાર કહેતો રહ્યો કે, પપ્પા તમારે હલ્ક (Hulk) જેવા એબ્સ બનાવવાના છે. મારો દીકરો પણ મારી સાથે વર્કઆઉટ કરતો હતો.

​લાઇફસ્ટાઇલમાં ફેરફાર

ફિટ રહેવા માટે બોડીની જરૂરિયાત અનુસાર જ ભોજન લેવાની શરૂઆત કરી. ઓછી કેલેરીવાળા ભોજનની સાથે પર્યાપ્ત ઉંઘ, શરીરને હાઇડ્રેટ રાખવા ઉપરાંત નિયમિત શારિરીક ગતિવિધિઓેને સુનિશ્ચિત કરી.

પુરૂષોના યૌન સ્વાસ્થ્યને લઇ ચોંકાવનારો ખુલાસો, 4 લક્ષણોથી ઓળખો લૉ-સ્પર્મ કાઉન્ટના કારણો અને બચાવની રીત

​વેઇટ લોસથી શું શીખ મળી?

મારું માનવું છે કે, શરીરને ફિટ રાખવું અત્યંત જરૂરી છે, જ્યારે હવે હું મારી જાતને શારિરીક રીતે યોગ્ય સ્થિતિમાં જોઉં છું તો મને કોઇ પણ પ્રકારે બોડી પેઇનનો અનુભવ નથી થતો. આ સાથે જ હું મેદસ્વિતાના કારણે થતી પરેશાનીઓના જોખમથી પણ દૂર થઇ ગયો છું.

નોંધઃ લેખક માટે જ ફિટનેસ રિજિમ કે ડાયટ કારગત નિવડ્યું છે તે જરૂરી નથી કે તમારાં માટે પણ કામ કરે. આ લેખમાં જણાવેલા વર્ક-આઉટ કે ડાયટને આંખ બંધ કરીને ફૉલો કરવાના બદલે તમારાં ડાયટિશિયન અને ફિટનેસ એક્સપર્ટની સલાહ લો.

Source link