9 લગ્ન અને 4 વખત છુટાછેડા, જાણો કોણ છે આ વાયરલ રિયલ લાઈફ પ્લેબોય?

કોણ છે આર્થર ઓ ઉર્સો?

કોણ છે આર્થર ઓ ઉર્સો?

હાલમાં સોશિયલ મીડિયા પર એક વ્યક્તિના ફોટો વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોમાં બ્રાઝિલિયન મોડલ આર્થર ઓ ઉર્સો કેટલીક હસીના સાથે જોવા મળી રહ્યો છે. આર્થર ઓ ઉર્સો હાલ તેના માટે દસમી પત્નીની શોધમાં છે.

આર્થર 9 પત્નીઓ સાથે રહે છે

આર્થર 9 પત્નીઓ સાથે રહે છે

આર્થરે આ બાબતે કહ્યું છે કે, તેની નવી પત્નીને તે જ પ્રકારની સુવિધાઓ આપવામાં આવશે જે અન્ય તમામ પત્નીઓને આપવામાં આવે છે. ખાસ વાત એ છે કે તેની એ પત્નીઓ પણ તેની સાથે રહે છે જેની સાથે તેણે છૂટાછેડા લીધા છે.

આર્થર ઓ ઉર્સો બ્રાઝિલિયન મોડલ છે

આર્થર ઓ ઉર્સો બ્રાઝિલિયન મોડલ છે

આર્થર ઓ ઉર્સો બ્રાઝિલિયન મોડલ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર છે. તે તેની અંગત લાઈફને સતત ચર્ચામાં છે. આર્થર અત્યારસુધીમાં 9 વખત લગ્ન કરી ચુક્યો છે અને હવે 10મીં વખત લગ્ન માટે તૈયારી કરી રહ્યો છે. આર્થરે તેની 4 પત્નીઓને છુટાછેડા પણ આપી દીધા છે.

આર્થર બ્રાઝીલના જોઆઓ પેસોઆ શહેરમાં રહે છે

આર્થર બ્રાઝીલના જોઆઓ પેસોઆ શહેરમાં રહે છે

36 વર્ષીય આર્થર એકદમ લક્ઝરી લાઈફ જીવે છે અને બ્રાઝીલના જોઆઓ પેસોઆ શહેરમાં રહે છે. આર્થરે 2021માં એકસાથે 9 મહિલાઓ સાથે લગ્ન કર્યા હતા. જો કે સમય જતા તેની કેટલીક પત્નીઓ તેનાથી અલગ થઈ છે.

બ્રાઝિલમાં એક કરતાં વધુ મહિલાઓ સાથે લગ્ન ગેરકાયદેસર છે

બ્રાઝિલમાં એક કરતાં વધુ મહિલાઓ સાથે લગ્ન ગેરકાયદેસર છે

અહેવાલો અનુસાર, આર્થરના લગ્ન સત્તાવાર રીતે માન્ય નથી. બ્રાઝિલમાં એક કરતાં વધુ મહિલાઓ સાથે લગ્ન ગેરકાયદેસર મનાય છે. કદાચ આ જ કારણ છે કે તેમની પત્નીઓ છૂટાછેડા પછી પણ તેમની સાથે રહે છે. તે જાતીય સ્વતંત્રતા અને એકપત્નીત્વની પ્રથા વિરુદ્ધ ઘણું બોલે છે.

આર્થર 10માં લગ્નની તૈયારી કરી રહ્યો છે

આર્થર 10માં લગ્નની તૈયારી કરી રહ્યો છે

એક અહેવાલ અનુસાર, આર્થર આ દિવસોમાં ખૂબ જ દુઃખી છે, કારણ કે તે છૂટાછેડામાંથી પસાર થઈ રહ્યો છે. તે તેની આઠ પત્નીઓમાંથી ચારથી અલગ છે. તેને પરસ્પર સંમતિથી છૂટાછેડા લીધા છે. હાલમાં તે પોતાના માટે નવા જીવનસાથીની શોધમાં છે.

Source link