AICPI ઇન્ડેક્સનો ડેટા
AICPI ઇન્ડેક્સના આંકડાઓમાં ફરી એકવાર જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી રહી છે. આ વખતે પણ સરકાર મોંઘવારી ભથ્થામાં 4 ટકા સુધીનો વધારો કરી શકે છે. હાલની સ્થિતિને જોતા એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, જાન્યુઆરીમાં પણ સરકાર ડીએમાં બમ્પર વધારો કરવા જઈ રહી છે.
ડીએ 42 ટકા રહેશે
ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી 2023થી કર્મચારીઓને વધેલા ભથ્થાનો લાભ મળશે, પરંતુ સરકાર માર્ચ 2023 સુધીમાં તેની જાહેરાત કરી શકે છે. જો કર્મચારીઓના ડીએમાં 4 ટકાનો વધારો કરવામાં આવે છે, તો તમારું મોંઘવારી ભથ્થું વધીને 42 ટકા થઈ જશે.
કોનો પગાર કેટલો વધશે?
મિનિમમ બેઝિક સેલરીની વાત કરીએ તો તેમાં દર મહિને 720 રૂપિયાનો વધારો થશે. આ સિવાય જો મહત્તમ બેઝિક સેલરીની વાત કરીએ તો આ કર્મચારીઓનો પગાર 2276 રૂપિયા પ્રતિ માસ થશે.
શ્રમ મંત્રાલયે જાહેર કર્યા આંકડા
શ્રમ મંત્રાલય દ્વારા AICPIના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. સપ્ટેમ્બરમાં આ આંકડો 131.2 હતો. AICPI ઇન્ડેક્સ જૂનની સરખામણીમાં સપ્ટેમ્બર 2022 સુધીમાં કુલ 2.1 ટકા વધ્યો છે. ગયા મહિને ઓગસ્ટની સરખામણીમાં 1.1 ટકાનો ઉછાળો આવ્યો છે.
મીનિમમ પગારના સ્તરે ગણતરી
કર્મચારીનો બેઇઝિક પગાર – રૂપિયા 18,000
નવું મોંઘવારી ભથ્થું (42 ટકા) – રૂપિયા 7560 પ્રતિ માસ
અત્યાર સુધી મોંઘવારી ભથ્થું (38 ટકા) – રૂપિયા 6840 પ્રતિ માસ
મોંઘવારી ભથ્થું કેટલું વધ્યું – 7560 – 6840 – 720 રૂપિયા પ્રતિ માસ
વાર્ષિક પગારમાં વધારો – 720 X 12 = રૂપિયા 8640
મહત્તમ પગારના સ્તરે ગણતરી –
કર્મચારીનો બેઇઝિક પગાર – રૂપિયા 56,900
નવું મોંઘવારી ભથ્થું (42 ટકા) – રૂપિયા 23898 પ્રતિ માસ
અત્યાર સુધી મોંઘવારી ભથ્થું (38 ટકા) – રૂપિયા 21622 પ્રતિ માસ
મોંઘવારી ભથ્થું કેટલું વધ્યું – 23898 – 21622 – 2276 રૂપિયા પ્રતિ મહિને
વાર્ષિક પગારમાં વધારો – 2276 X 12 – રૂપિયા 27312