64 વર્ષની આ મહિલા સામે ફિક્કા પડે છે બોડી બિલ્ડર્સ, જાણો કોણ છે લીઝલે મેક્સવેલ?

કોણ છે લીઝલે મેક્સવેલ?

કોણ છે લીઝલે મેક્સવેલ?

લીઝલે મેક્સવેલ ઓસ્ટ્રેલિયાની રહેવાસી છે અને તે એવુ બધુ જ કરી શકે છે જે એક યુવા કરી શકે. 64 વર્ષની આ વૃદ્ધ મહિલા જીમમાં જઈને વર્કઆઉટ કરે છે ત્યારે જોનારાનો પરસેવો છુટી જાય છે. આ મહિલાને કસરત કરતા જોઈને તેની સામે ઘણા બોડી બિલ્ડરો ફિક્કા પડે છે.

લીઝલે મેક્સવેલ 64 વર્ષે પણ એકદમ ફીટ છે

લીઝલે મેક્સવેલ 64 વર્ષે પણ એકદમ ફીટ છે

લીઝલે મેક્સવેલ જીમમાં જાય છે ત્યારે તેની એક્સરસાઇઝ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. તેના માટે ઉમર માત્ર એક આંકડો છે. તમે તેનું ફિગર જોઈને આ વાતને સાચી માની શકો છે. લીઝલે મેક્સવેલના ઈન્સ્ટાગ્રામ પર એક લાખથી વધુ ફોલોઅર્સ છે.

લીઝલે મેક્સવેલ 30 બોડી બિલ્ડીંગ ટાઇટલ જીતી ચુકી છે

લીઝલે મેક્સવેલ 30 બોડી બિલ્ડીંગ ટાઇટલ જીતી ચુકી છે

લીઝલે મેક્સવેલ 15 વર્ષના અનુભવ સાથે વિશ્વ વિખ્યાત પર્સનલ ટ્રેનર છે અને 30 બોડી બિલ્ડીંગ ટાઇટલ જીતી ચૂક્યા છે. એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં તેણે દેખાડ્યુ છે કે તે કેવી રીતે તાલીમ આપે છે અને તેના ફાયદા સમજાવે છે.

લીઝલે પોતાના માટે ઘણી મહેનત કરે છે

લીઝલે પોતાના માટે ઘણી મહેનત કરે છે

લીઝલેએ એક પોસ્ટમાં લખ્યું કે, જે કામ ક્યારેય થવાનું નથી તેમાં થોડી ધીરજ રાખવી જરૂરી છે. મને વારંવાર પૂછવામાં આવે છે કે તાલીમ આપવાનો શ્રેષ્ઠ સમય ક્યારે છે અને મારો જવાબ તમને આશ્ચર્યચકિત કરી શકે છે.

લીઝલે ડાયટ પર ભાર આપવા જણાવે છે

લીઝલે ડાયટ પર ભાર આપવા જણાવે છે

આ બાબતે તે આગળ વાત કરે છે કે, જ્યારે હું યોગ્ય રીતે ખાઉં છું, ત્યારે મારી પાસે તાલીમ માટે ઊર્જા હોય છે. હું હંમેશાં ખાતરી કરું છું કે હું મારા શરીરને પૂરતા પ્રમાણમાં પ્રોટીન અને ચરબીથી તૈયાર કરું. મારો મનપસંદ શેક કોલેજન પ્રોટીન પાવડર, બકરીના દૂધનું દહી અને કાચા ઈંડાની જરદી છે.

લીઝલેને ઉપવાસ કરવાનું પસંદ નથી

લીઝલેને ઉપવાસ કરવાનું પસંદ નથી

લીઝલે મેક્સવેલ એક ખુલાસો કરતા કહે છે કે, તેને ઉપવાસ કરવાનું પસંદ નથી. તે બેથી ત્રણ કલાકમાં પ્રોટીન અને ફેટ ખાઈ લે છે. તેણે પોતાના 7 કિલોના ડમ્બેલ સાથે જીમમાં પોઝ પણ આપ્યા હતા. પોસ્ટમાં તેણીએ તેના લેગિંગ્સ સાથે મેચ યલો રંગની સ્પોર્ટ્સ બ્રા પહેરી હતી. તે વજનને મજબૂત રીતે પકડી રાખે છે, જેનાથી વધુ પડતો પરસેવો થતો નથી.

Source link