4 રાજ્યોમાં ભગવો લહેરાતા કમલમ સહિતના ભાજપ કાર્યાલયો પર વિજયોત્સવ

BJP Celebration: કમલમ ખાતે ભાજપની મહિલા મોરચાની કાર્યકરો દ્વારા ગરબા કરીને ઉજવણી કરવામાં આવી રહી છે. તો કાર્યકરો દ્વારા ઢોલ-નગારાની સાથે ડાન્સ તેમજ ફટાકડા ફોડીને ચાર રાજ્યોમાં મળેલી જીતનો જશ્ન મનાવાયો. આ દરમિયાન ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા, ખાનપુર ખાતે પણ વિજયોત્સવ મનાવવામા આવી રહ્યો છે.

 

ગાંધીનગર: તાજેતરમાં યોજાયેલી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં ઉત્તર પ્રદેશ, ગોવા, મણિપુર અને ઉત્તરાખંડમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે. પાંચમાંથી 4માં ભગવો લહેરાતા ગુજરાતમાં પણ વિજ્યોત્સવ શરૂ થઈ ગયો છે. ત્યારે ખાનપુર ખાતે આવેલા ભાજપ કાર્યાલય અને ગાંધીનગર ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ઢોલ નગારા સાથે વિજયની ઉજવણી કરવામાં આવી રહી છે. નેતાઓ કાર્યકરો અને સંગઠના પદાધિકારીઓ દ્વારા જીતનો જશ્ન મનાવાઈ રહ્યો છે. પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને મુ્ખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ પૂર્વ મંત્રીઓ પણ ઉજવણીમાં સામેલ રહ્યા.

BJP Celebration

પ્રાપ્ત માહિતી અનુસાર કમલમ ખાતે ભાજપની મહિલા મોરચાની કાર્યકરો દ્વારા ગરબા કરીને ઉજવણી કરવામાં આવી રહી છે. તો કાર્યકરો દ્વારા ઢોલ-નગારાની સાથે ડાન્સ તેમજ ફટાકડા ફોડીને ચાર રાજ્યોમાં મળેલી જીતની ઉજવણી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ પંજાબમાં આપની ભારે બહુમતથી જીત થતાં આપના કાર્યકર્તાઓ દ્વારા રોડ શો યોજીને પંજાબની જીત વધાવવામાં આવી રહી છે.

BJP Celebration 1

5 રાજ્યોની ચૂંટણી પરિણામો અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મીડિયાને જણાવ્યું કે, ચાર રાજ્યોમાં બહુમતીથી ભાજપ સરકાર બનાવશે. મોદી સાહેબ અને અમિત શાહના અથાગ પ્રયત્નોથી આ પરિણામો પ્રાપ્ત થયા છે. બીજી તરફ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ કે, દેશભરમાં ફરી એકવાર ભગવો લહેરાયો છે. તમામ રાજ્યોમાં ભાજપે લોકોપયોગી કામગીરી કરી હતી. વર્ષો બાદ યુપીમાં કોઈ સરકાર રિપીટ થઈ છે. ગરીબો માટે ભાજપની સરકારોએ કામ કર્યા છે.

BJP Celebration 8

કોંગ્રેસ હોય કે SP બંધે ગાબડું પડ્યું: કે સી પટેલ
અમે લોકો જે રીતે ઉત્તર પ્રદેશમાં રહ્યા અને તો જે પ્રકારે પીએમ મોદી માટે સામાન્ય પ્રજામાં જે અહોભાવ છે તે પ્રકારે લોકોએ પ્રેમ આપ્યો, યોગીના સુશાસનમાં યુપીમાં ગુંડાગર્દી ખતમ થઈ. હજી પરિણામો આવી રહ્યા છે અને ભાજપ 300+ સીટો મેળવશે. કારણ કે, મોદી અને યોગીનું બોન્ડિંગ લોકોમાં વિશ્વાસ કરી ગયું છે. હાલ ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ ઝીરોમાં સમેટાઈ જશે. બીજી તરફ સપામાં પણ ગાબડું પડી ગયું છે.

ખાનપુર ભાજપ કાર્યાલય પર ઢોલ-નગારા સાથે ઉજવણી

Source link