1989 બાદથી ઈઝરાયેલમાં સામે આવ્યો પોલિયોનો પહેલો કેસ | Israel reports first polio case after 1989

 

જેરુસલેમઃ ઈઝરાયેલના આરોગ્ય મંત્રાલયે રવિવારે માહિતી આપી છે કે પોલિયોનો નવો કેસ તેમના દેશમાં સામે આવ્યો છે. જેરુસલેમમાં 4 વર્ષના બાળકમાં પોલિયોની બિમારી સામ આવી છે. જેરુસલેમ પોસ્ટના જણાવ્યા મુજબ 1989 બાદ ઈઝરાયેલમાં પોલિયોનો આ પહેલો કેસ છે. બાળકને પોલિયોનો ડોઝ સમય પર આપવામાં આવ્યો નહોતો જે દરેક બાળકને આપવામાં આવે છે. વળી, આ કેસ સામે આવ્યા બાદ જેરુસલેમ પ્રશાસને આની તપાસ શરૂ કરી દીધી છે. સાથે જ બાળક અને તેના પરિવારના સભ્યોના સંપર્કમાં છે જેથી તેમને વિશેષ નિર્દેશ આપી શકાય.

 

polio

 

આ સાથે જ આરોગ્ય પ્રશાસને કહ્યુ છે કે આ કેસમાં પોલિયો સંક્રમણના સ્ત્રોત પોલિયો વાયરસના સ્ટ્રેન છે જેમાં ફેરફાર આવ્યો છે અને સંભવ છે કે આ એ લોકોને પણ સંક્રમિત કરી શકે છે જેમણે પોલિયોની વેક્સીન નથી લીધી. યુએન ચિલ્ડ્રન એજન્સી યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રંસ ફંડના પ્રમુખ રુડોલ્ફ શ્વંકે કહ્યુ કે માલાવીમાં એક વાર ફરીથી પોલિયોનો કેસ સામે આવવો ગંભીર ચિંતાનો વિષય છે. માલાવીના બાળકોને પોલિયોથી બચાવવાનો એકમાત્ર વિકલ્પ તેમનુ રસીકરણ છે. આ એક ખૂબ જ ગંભીર બિમારી છે કે જે ઘણુ સંક્રમણ ફેલાવે છે. વળી, ઈઝરાયેલના આરોગ્ય મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ છે કે આમાં આગળના સૂચન તપાસ બાદ આપવામાં આવશે.

તમને જણાવી દઈએ કે આફ્રિકાના દેશ માલાવીમાં પણ થોડા દિવસ પહેલા વાઈલ્ડ પોલિયોનો નવો કેસ સામે આવ્યો હતો. ત્રણ વર્ષની બાળકીની અંદર પોલિયોનુ સંક્રમણ સામે આવ્યુ હતુ. નોંધનીય વાત છે કે આફ્રિકાને 2020માં પોલિયો મુક્ત જાહેર કરવામાં આવ્યો હતો. વાઈલ્ડ પોલિયો દુનિયાના માત્ર બે દેશો અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં હતા. માનવામાં આવી રહ્યુ છે કે માલાવીમાં વાઈલ્ડ પોલિયોના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા છે. જો કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યુ કે છેવટે કેવી રીતે આ આફ્રિકાના દેશમાં પહોંચ્યો. બાળકીને પેરાલિસિસની મુશ્કેલી હતી ત્યારબાદ તેનો ટેસ્ટ કરવામાં આવ્યો તે તેને વાઈલ્ડ પોલિયો છે.

 

Source link