19 વર્ષની ઉંમરમાં બની ગયો અબજોપતિ, જાણો કેવી રીતે બન્યો સફળ બિઝનેસમેન?

Business

oi-Hardev Rathod

|

Google Oneindia Gujarati News

સફળ થવા માટે મહેનતની સાથે સાથે ઘણા અખતરાઓ પણ કરવો પડે છે અને એવું નથી કે તમે કંઈક કર્યું અને તેમાં નિષ્ફળ ગયા તો બધું છોડી દો. જ્યાં સુધી આપણને સફળતા ન મળે ત્યાં સુધી પ્રયાસ કરતા રહેવું જોઈએ. કારણ કે, દરેક નિષ્ફળતામાંથી કંઈક શીખવાનું હોય છે. આજે અમે એવા જ એક સ્ટાર્ટ-અપ ફાઉન્ડર વિશે વાત કરી રહ્યા છીએ, જેમણે ગ્રેજ્યુએશનની ઉંમરમાં 7300 કરોડ રૂપિયાની કંપની બનાવી છે.

અમે ઝેપ્ટોના સહ-સ્થાપક કૈવલ્ય વોહરા અને અદિત પાલિચા વિશે વાત કરી રહ્યા છીએ. બંને યુવા સાહસિકો હુરુન ઈન્ડિયા ફ્યુચર યુનિકોર્ન ઈન્ડેક્સ 2022માં સૌથી યુવા સ્ટાર્ટ-અપ સ્થાપકો પણ છે. ભારતના સૌથી ધનિક લોકોની યાદીમાં કૈવલ્ય અને અદિતનો સમાવેશ દેશમાં સ્ટાર્ટઅપના વધતા પ્રભાવને દર્શાવે છે.

વર્ષ 2021માં કૈવલ્ય અને આદિતે Zepto શરૂ કરી હતી. આ કરિયાણાની ડિલિવરી એપ્લિકેશન છે. તેનો કોન્સેપ્ટ ‘ઝેપ્ટોસેકન્ડ’ છે એટલે કે કરિયાણાની ખૂબ જ ઝડપથી ડિલિવરી કરવી. 10 મિનિટમાં કરિયાણાની ડિલિવરીએ આખી રમત બદલી નાખી છે. ઝેપ્ટોએ નવેમ્બર 2021માં ભંડોળ દ્વારા રૂપિયા 486 કરોડ એકત્ર કર્યા હતા. ડિસેમ્બરમાં બીજા ફંડિંગ રાઉન્ડમાં રૂપિયા 810 કરોડ એકત્ર થયા હતા. આ વર્ષે મે સુધીમાં કંપનીનું વેલ્યુએશન 7300 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. હવે Zepto 10 મોટા શહેરોમાં 3000 થી વધુ ઉત્પાદનોની ડિલિવરી કરી રહ્યું છે.

કૈવલ્ય વોહરા અને અદિત પાલિચા IIFL વેલ્થ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2022માં સ્થાન મેળવનારા સૌથી યુવા ઉદ્યોગસાહસિક બન્યા છે.

19 વર્ષની ઉંમરે, કૈવલ્ય સૌથી અમીર ભારતીયોની યાદીમાં સ્થાન મેળવનાર સૌથી યુવા વ્યક્તિ બની ગયો છે. હુરુન યાદીમાં, કૈવલ્ય રૂપિયા 1,000 કરોડની નેટવર્થ સાથે 1036માં ક્રમે છે, જ્યારે અદિત પાલિચા રૂપિયા 1,200 કરોડની નેટવર્થ સાથે 950માં ક્રમે છે.

કૈવલ્યનો જન્મ બેંગ્લોરમાં થયો હતો અને તેણે શાળાનો અભ્યાસ દુબઈથી પૂર્ણ કર્યો હતો. આ પછી, તેણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનમાં પ્રવેશ મેળવ્યો, પરંતુ તેના મિત્ર અદિત સાથે સ્ટાર્ટઅપ કરવા માટે 2020 માં કોલેજ છોડી દીધી હતી.

English summary

know success story of college dropout student who became a successful businessman?

Story first published: Friday, September 23, 2022, 16:07 [IST]

Source link