Cricket
oi-Kalpesh Kandoriya
IPL Auction 2023 (આઇપીએલ હરાજી 2023): આઇપીએલની આગામી સિઝન માટે થઇ રહેલ મિની ઑક્શનમાં ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર કાઇલી જૈમિસનને ચેન્નઇ સુપર કિંગ્સે 1 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેને ખરીદવા માટે બીજી એકેય ફ્રેંચાઇઝીએ રસ દાખવ્યો નહીં અને પહેલી જ બોલીમાં જૈમિસન 1 કરોડ રૂપિયાની બોલી સાથે ચેન્નઇ સુપર કિંગ્સની ટીમમાં સામેલ થઇ ગયો. તેમની બેસ પ્રાઇઝ 1 કરોડ રૂપિયા હતી.
જણાવી દઇએ, 6 ફીટ 8 ઇંચ લાંબા કાઇલી જૈમિસનને 2021માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 15 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પંરતુ 2022માં અંગત કારણનો હવાલો આપી કાઇલી જૈમિસને ટૂર્નામેન્ટથી દૂર થઈ જવાનો નિર્ણય લીધો હતો, જે બાદ આરસીબીએ આ બોલરને રિલીઝ કરી દીધો હતો. હવે સીએસકેએ તેમને 1 કરોડ રૂપિયામાં ખરીદી લીદો છે. કાઇલી જૈમિસને 2021માં આરસીબી તરફથી 9 મેચ રમી હતી, જેમાં તેણે 9.60ની ઈકોનોમીથી રન આપી 9 વિકેટ ચટકાવી હતી, જ્યારે બેટથી પણ 65 રન બનાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે 2022માં કાઇલી જેમિસને ઘરે વધુ સમય વ્યક્ત કરવા, કોવિડ 19 સંક્રમણથી બચવા અને પોતાની ગેમ પર કામ કરવાનો હવાલો આપી આઇપીએલ મેગા ઑક્શન 2022થી ખુદને દૂર રાખ્યો હતો. જેમ કે તેમણે કહ્યું હતું, આઇપીએલ 2022થી દૂર રહ્યા બાદ 2023ની સિઝન માટે જેમિસન મિની ઑક્શનનો ભાગ બન્યો. તેમને આ સિઝનમાં ખરીદવામાં પણ આવ્યો પરંતુ તેઓ જેવી રીતે આકાશથી ધરતી પર પટકાયા તેવી ઘટનાઓ બહુ ઓછી થતી હોય છે. એક જ વર્ષના ગેપમાં કાઇલી જેમિસનને 14 કરોડ રૂપિયાનું નુકસાન કરાવ્યું.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો
English summary
Reason behind 15 crore worth bowler kyle jamieson sold in only 1 crore
Story first published: Friday, December 23, 2022, 21:37 [IST]