1 મેથી મોંઘા સિલિન્ડરથી લઈને બેંકની રજાઓમાં ફેરફાર; જાણો કેવી થશે મહિનાની શરૂઆત

 

વધી શકે છે સિલિન્ડરના ભાવ

વધી શકે છે સિલિન્ડરના ભાવ

આ મહિનાની શરૂઆતમાં પણ ગેસ સિલિન્ડર કંપનીઓ કિંમતો અંગે નિર્ણય લઈ શકે છે. એવું માનવામાં આવે છે કે, ઘરેલુ ગેસના ભાવમાં નોંધપાત્ર વધારો થવાનીધારણા છે. નોંધનીય છે કે, ગત વખતે ગેસ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

સતત ચાર દિવસ બંધ રહેશે બેંકો

સતત ચાર દિવસ બંધ રહેશે બેંકો

જો તમારી બેંકોમાં વારંવાર કામ પડે છે, તો મે મહિનાની શરૂઆત તમારા માટે થોડી ખરાબ રહી શકે છે. ઉલ્લેખીય છે કે, 1 મે થી 4 મે સુધી સતત ચાર દિવસ બેંકોબંધ રહેશે. જોકે, આ રજાઓ અલગ-અલગ રાજ્યો અનુસાર રહેશે.

દેશમાં મે મહિનાની શરૂઆતમાં જ ઈદની ઉજવણી કરવામાં આવશે. આ સિવાય મે મહિનામાં શનિવારઅને રવિવાર સહિત કુલ 11 દિવસ બેંકો બંધ રહેશે.

IPO માં UPI ચૂકવણી મર્યાદા વધારવામાં આવશે

IPO માં UPI ચૂકવણી મર્યાદા વધારવામાં આવશે

1 મેથી થનારા અન્ય મોટા ફેરફારો પૈકી એક એ છે કે, રિટેલ રોકાણકારો માટે UPI ચૂકવણી માટેની મર્યાદા વધારવામાં આવશે.

સેબીના નવા નિયમો અનુસાર, 1 મેપછી કોઈ કંપનીના IPOમાં રોકાણ કરવા માટે, તમે UPI દ્વારા ચૂકવણી કરતી વખતે 5 લાખ રૂપિયા સુધીની બિડ સબમિટ કરી શકો છો. હાલમાં આ મર્યાદા 2 લાખરૂપિયા છે. નવી મર્યાદા 1 મે બાદ આવતા તમામ IPO માટે માન્ય રહેશે.

ઉલ્લેખનીય છે કે, સેબીએ નવેમ્બર 2018માં જ IPOમાં રોકાણ માટે UPIને પેમેન્ટકરવાની મંજૂરી આપી હતી, જે 1 જુલાઈ, 2019થી લાગુ થશે.

Source link