1 ભૂલથી 46 વર્ષે એક્ટર સિદ્ધાંત સૂર્યવંશીએ ગુમાવ્યો જીવ; જીમ એક્સરસાઇઝમાં કઇ બાબતનું રાખશો ધ્યાન?

Actor Siddhaanth Surryavanshi Death: જીમ કરતી વખતે હાર્ટ અટેક આવવાના કેસ વધી રહ્યા છે, હજુ સુધી તેની પાછળનું ચોક્કસ કારણ સામે નથી આવ્યું પરંતુ હેલ્થ એક્સપર્ટ્સ કહે છે કે, થાક-કમજોરી અથવા શરીરમાં અસુખ હોય ત્યારે જીમ જવાનું ભારે પડી શકે છે. કસૌટી જીંદગી કીના પ્રખ્યાત એક્ટર સિદ્ધાંત સૂર્યવંશી (Actor Siddhaanth Surryavanshi)એ પણ આ જ ભૂલ કરી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિદ્ધાંત સૂર્યવંશીને 11 નવેમ્બરના રોજ હાર્ટ અટેક આવ્યો હતો ત્યારે તેઓ બેન્ચ પ્રેસ એક્સરસાઇઝ (bench press exercise) કરી રહ્યા હતા. તેઓ પહેલેથી જ થાકનો અનુભવ કરી રહ્યા હતા. માયો ક્લિનિક (Mayoclinic.org) અનુસાર, કેટલીક સ્વાસ્થ્ય મુશ્કેલીઓ સમયે જીમ એક્સરસાઇઝ જીવલેણ સાબિત થઇ શકે છે.

(તસવીરોઃ પિક્સાબે.કોમ, ફ્રિપિક.કોમ) (Cover Image: Instagram/ @_siddhaanth_)

​દરેક સમયે ના કરવું જોઇએ જીમ

જીમમાં એક્સરસાઇઝ અને વર્કઆઉટ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ગણાય છે, તેનાથી તમે બીમારીઓ તો દૂર રહો જ છો, સાથે જ તમારી પર્સનાલિટી પણ સારી બને છે. પરંતુ દરેક વખતે જીમમાં એક્સરસાઇઝ કરવી ખતરનાક સાબિત થઇ શકે છે, બદનસીબે લોકોને આ અંગે જાણકારી નથી હોતી. ક્લિવલેન્ડ ક્લિનિક (Cleveland Clinic) અનુસાર, જો તમારી તબિયત દુરસ્ત ના હોય તેમ છતાં તમે જીમ એક્સરસાઇઝ કરો છો તો તમને હાર્ટ અટેક પણ આવી શકે છે.

​કમજોરી અને થાકમાં જીમ જોખમી

મેડિસિન ફિઝિશિયન કેટલિન લ્યૂઇસ (Caitlin Lewis, MD, sports medicine physician) અનુસાર, કમજોરી અને થાક તાવના શરૂઆતી લક્ષણો છે. આ દરમિયાન જીમ કરવાથી બોડી ડિહાઇડ્રેટ થઇ જાય છે. જીમ વખતે ખૂબ જ પરસેવો વળે છે, તો તે ગંભીર તાવનું કારણ બની શકે છે. તાવ તમારી તાકાત અને સ્ટેમિનાને પણ ઘટાડી દે છે, જેના કારણે જીમમાં ઘા કે ઇજા થવાનું જોખમ પણ વધે છે. તેથી જ તાવમાં જીમ કરવાથી બચો.

ઇન્ફેક્શન કે ગંભીર બીમારીથી બચવા દરેક પુરૂષોએ અજમાવવી જોઇએ આ ટિપ્સ

​ખાંસીની બીમારી

ખાંસીની બીમારીમાં જ્યાં ભીડવાળા સ્થળોએ જવાની પણ હાલના ઇન્ફેક્શન અને કોવિડ-19ના દોરમાં મનાઇ છે ત્યાં જીમમાં જવાથી તો ચોક્કસથી બચવું જોઇએ. કારણ કે, ખાંસી પેદા કરતા બેક્ટેરિયા બીજાં સ્વસ્થ લોકોને પણ બીમાર બનાવી શકે છે. ખાંસી હોય ત્યારે જીમ કરવાથી એક્સરસાઇઝ કરવાની ક્ષમતાને ખાંસી ઘટાડી છે અને વર્કઆઉટની વચ્ચે ઇજાનું પણ કારણ બની શકે છે.

​પેટની સમસ્યા સાથે ના જાવ જીમ

જો તમને પેટ દર્દ, ઉલટી, ઉબકાં કે ડાયરિયા જેવી પેટની સમસ્યા છે તો તમારે જીમ જવાનું ટાળવું જોઇએ. પેટની સમસ્યા પેદા કરતા કીટાણુંઓ શરીરને કમજોર અને નાજુક બનાવી દે છે. આ સમયે હેવી વર્કઆઉટ કરવાથી જોખમ વધી શકે છે.

પુરૂષોના યૌન સ્વાસ્થ્યને લઇ ચોંકાવનારો ખુલાસો, 4 લક્ષણોથી ઓળખો લૉ-સ્પર્મ કાઉન્ટના કારણો અને બચાવની રીત

​વાર્મ-અપ વગર વર્કઆઉટ

Tri-City Medical Center અનુસાર, કોઇ પણ હેવી વર્કઆઉટ પહેલાં શરીરને તેને લાયક બનાવવું જરૂરી છે, જે તમે વાર્મ-અપની મદદ કરી શકો છો. જો તમે વાર્મ અપ વગર જ હેવી વર્કઆઉટ કરશો તો શરીર, હૃદય અને મસલ્સ પર અચાનક જ પ્રેશર વધી જશે. આનાથી ઇજા કે હાર્ટ અટેક પણ આવી શકે છે. તેથી પહેલાં સ્ટ્રેચિંગ, લાઇટ જોગિંગ, લાઇટ વેટથી એક્સરસાઇઝ વગેરે વાર્મઅપ ચોક્કસથી કરો.

આ સમાચારને અંગ્રેજીમાં વાંચવા માટે અહીં ક્લિક કરો

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો વિકલ્પ હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

Source link