હિના ખાને પહેરી સૌથી યૂનિક સાડી; જે આજ સુધી ક્યારેય નહીં જોઇ હોય તમે, તસવીરો ઉડાવી દેશે હોશ!

Hina Khan White Ruffle Saree: ટેલિવિઝન એક્ટ્રેસ હિના ખાન એવી હિરોઇન્સમાંથી છે જેઓની ફેશન સેન્સ બિલકુલ અલગ છે. આ એક્ટ્રેસને તમે કોઇ પણ અટાયરમાં જોશો તો તેના વખાણ કરવા પર મજબૂર થઇ જશો. આ એક્ટ્રેસ વેસ્ટર્ન સિલૂએટ્સમાં પોતાનો બોલ્ડ અવતાર દેખાડે છે, તો ઇન્ડિયન લૂકમાં તે સેન્સ્યુઅલ પોઝથી ઘાયલ કરી દે છે. હાલમાં એક એવોર્ડ ફંક્શનમાં હોસ્ટ બનીને પહોંચેલી હિના ખાનની સાડીના વખાણ ચારેતરફ થઇ રહ્યા છે.

(Images: Instagram/ @realhinakhan)

વ્હાઇટ સાડીમાં હિના ખાન

હિના ખાન આ એવોર્ડ ફંક્શનમાં વ્હાઇટ કલરની સાડી પહેરીને પહોંચી હતી, જેમાં તે ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી. તેણે ફંક્શન માટે જે સાડી પસંદ કરી હતી, તે તેના લૂકને હોટ બનાવી રહી હતી ઉપરાંત અત્યાર સુધીના તેના તમામ લૂકમાં બેસ્ટ લાગી રહી હતી.

આ ડિઝાઇનરની હતી સાડી

આ સુંદર અને યૂનિક સ્ટાઇલ સાડીને હિનાએ ફેશન ડિઝાઇનર અબુ જાની-સંદિપ ખોસલાના કલેક્શનમાંથી પિક કરી હતી, તેની ડિઝાઇન બધાનું ધ્યાન ખેંચી રહી હતી.

​શિફોન ફેબ્રિક હતી સાડી

આ સાડીનું ફેબ્રિક સેમી શીયર શિફોન હતું, જેની બોર્ડર પર રફલ્ડ ડિટેલિંગ જોવા મળી રહી છે, તેના પર ઇન્ટ્રીકેટ એપ્લિક વર્ક કરવામાં આવ્યું હતું.

​ટ્રેડિશનલ સ્ટાઇલમાં પહેરી સાડી

હિનાની આ સાડી પ્રી-પ્લિટેડ હતી અને તેણે ટ્રેડિશનલ સ્ટાઇલમાં પહેરી હતી. જેના કારણે રફલ્ડ પલ્લૂ ફ્રન્ટથી આગળ લઇને બેક તરફ પણ દેખાઇ રહ્યો હતો.

​સ્લિવ્સે ખેંચ્યુ ધ્યાન

સાડીની સાથે તેણે જે મેચિંગ બ્લાઉઝ પહેર્યો હતો તેમાં શીયર ફૂલ સ્લિવ્સ આપવામાં આવી હતી અને તેના પર વર્ટિકલ સ્ટ્રાઇપ એપ્લિક વર્ક હતું. જ્યારે બ્લાઉઝમાં ડીપ વી નેકલાઇન આપવામાં આવી હતી.

​મેકઅપ હતો એકદમ લાઇટ

પોતાના લૂકને કમ્પલિટ કરવા માટે હિનાએ મેચિંગ હીલ્સ પહેરી હતી. જ્યારે મેકઅપ માટે ન્યૂડ લિપ શેડ, સ્મોકી આઇશેડો, બ્લશ્ડ ચીક્સ, મસ્કારાની સાથે બીમિંગ હાઇલાઇટની સાથે રાઉન્ડ ઓફ કર્યો હતો.

Source link