હાર્ટ એટેક આવે તે પહેલા શરીરમાં થવા લાગે છે આ બદલાવ, આ વસ્તુઓ નોધતાં રહેજો

વધારે પડતો પરસેવો થવો, ગૂંગળામણ થવી (Suffocation) અને શ્વાસ લેવામાં તકલીફ થવી – આ હાર્ટ એટેકના હુમલાની ચેતવણીના સંકેતો છે. પરંતુ મોટા ભાગના ફિટ દેખાતા અને 60 વર્ષથી ઓછી ઉંમરના લોકો એવી ગેરસમજમાં જીવે છે કે હાર્ટ એટેક એ વૃદ્ધાવસ્થાની બીમારી છે. પણ ભારતીયોના કિસ્સામાં આ વાત ઘણી વખત ખોટી સાબિત થાય છે.

હાર્ટ એટેકના દર્દીઓમાં એક વાત સામાન્ય :

દિલ્હીની જી બી પંત હોસ્પિટલમાં છેલ્લા કેટલાક વર્ષોથી 20 ટકા હાર્ટ પેશન્ટ 18થી 45 વર્ષની વયના આવી રહ્યા છે. હોસ્પિટલે બે વર્ષ પહેલા આવા 154 દર્દીઓનો અભ્યાસ કર્યો હતો, જેમાંથી કોઈને પણ ડાયાબિટીસ ન હતી, જેમાંથી કોઈએ પણ સિગારેટ પીધી ન હતી. પરંતુ આ બધામાં એક વાત કોમન હતી. આ તમામમાં સ્ટ્રેસ લેવલ વધારે હતું.

ડોકટરોને દર્દીઓના ડીએનએ અભ્યાસમાં ઘણું જાણવા મળ્યું :

આ દર્દીઓના ડીએનએ અભ્યાસમાં, એવું જાણવા મળ્યું હતું કે તેમના ક્રોમોજોમ્સની ટેલોમિયર લેન્થ ઘણી ઓછી હતી. ટેલોમિયર ડીએનએના ખૂણા પર લાગેલ કેપ્સ જેવી છે જે સંકોચાઈ ગઈ હતી. ડોક્ટરોના જણાવ્યા અનુસાર જન્મ તારીખ મુજબ તેમની ઉંમર 18થી 45 વર્ષની હતી, પરંતુ ડીએનએના અભ્યાસ મુજબ આ તમામની ઉંમર 60 વર્ષને પાર થઈ ગઈ હતી. એટલે કે જો તમને હાઈ બીપી, ડાયાબિટીસ કે અન્ય કોઈ બીમારી ન હોય તો પણ બની શકે છે કે માનસિક તણાવ તમારા દિલ પર ખૂબ જ ભારે પડી જાય.

બે વર્ષના રિસર્ચમાં ખાસ વાત સામે આવી :

હાર્ટ એટેક તમારા માટે કેટલો મોટો ખતરો હોઈ શકે છે. આ સમજવા માટે દિલ્હીની જી બી પંત હોસ્પિટલના ડોક્ટરોએ એન્જિનિયર્સની સાથે મળીને એક મોડલ તૈયાર કર્યું છે. હૃદયના 3,191 દર્દીઓના બે વર્ષના અભ્યાસ બાદ આ મોડેલ તૈયાર કરવામાં આવ્યું છે. આ પહેલું મોડેલ છે જે સંપૂર્ણપણે ભારતીય દર્દીઓ પર આધારિત છે. 31 અલગ-અલગ માપદંડોના આધારે નક્કી કરવામાં આવે છે કે હાર્ટ એટેકના દર્દી માટે જીવનું કેટલું જોખમ છે અને તે લાંબા સમય સુધી જીવી શકે તેવી તેની કેટલી સંભાવના છે. જો કે આ મોડલ ડોક્ટર્સ માટે છે, પરંતુ તેને જોઇને તમે પણ સમજી શકશો કે હાર્ટ એટેકથી જીવનું જોખમ કેવી રીતે સમજી શકાય છે.

ચેતવણી ચિહ્નો :

હવે અમે તમને જણાવીશું કે કેવી રીતે તમે હાર્ટ એટેકની ચેતવણીના સંકેતને ઓળખી શકો છો અને તમને એ પણ જણાવીશું કે જો હાર્ટ એટેક આવ્યો છે, તો પછી એવા કયા લોકો છે જેમને હાર્ટ એટેકના પહેલા 30 દિવસની અંદર પોતાનો જીવ ગુમાવવાનો ખતરો છે. ભારતમાં દર વર્ષે સૌથી વધુ મોત હાર્ટ એટેકના કારણે થાય છે. દર વર્ષે લગભગ 20 લાખ લોકો હાર્ટ એટેકથી મૃત્યુ પામે છે.

હાર્ટ એટેકના હુમલાથી દર વર્ષે ઘણા મૃત્યુ  :

ભારતમાં દર વર્ષે દર એક લાખમાંથી 272 લોકો હાર્ટ એટેકના કારણે મૃત્યુ પામે છે. જ્યારે વિશ્વની સરેરાશ 235 છે જે 10 લાખ છે. દર વર્ષે લગભગ 13 થી 14 મિલિયન લોકો હૃદયના દર્દીઓ બને છે. જેમાંથી 8 ટકા લોકો હાર્ટ એટેકના 30 દિવસમાં જ મૃત્યુ પામે છે, એટલે કે પહેલા હાર્ટ એટેકના 30 દિવસની અંદર જ લગભગ 15 લાખ લોકો પોતાનો જીવ ગુમાવે છે.

Source link