હવે સિનિયલ ખેલાડીઓના T20 ટીમમાંથી પત્તા કપાશે, જાણો લેટેસ્ટ રિપોર્ટમાં શું સામે આવ્યુ?

Sports

oi-Balkrishna Hadiyal

|

Google Oneindia Gujarati News

નવી દિલ્હી : T20 વર્લ્ડકપમાં ખરાબ હાર બાદ હવે ભારતીય ક્રિકેટમાં ખલબલીનો માહોલ છે. મળતી વિગતો અનુસાર, બીસીસીઆઈ મોટા ફેરફારો કરવાના મૂડમાં દેખાઈ રહ્યુ છે. હવે જે વિગતો સામે આવી રહી છે તે આ વાતની ખાતરી પણ આપે છે. ઈંગ્લેન્ડ સામે હાર બાદ ખેલાડીઓની ફિટનેસને લઈને ગંભીર સવાલો પેદા થયા હતા ત્યારે હવે બીસીસીઆઈ સિનિયર ખેલાડીઓને ટી20 માંથી બહારનો રસ્તો દેખાડી શકે છે. હવે ભારતીય ટીમને યુવા બનાવવા કવાયત હાથ ધરાઈ શકે છે.

સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી પર વિશ્વાસ કરીએ તો, ભારતીય ટીમનું ટાઈમ ટેબલ ટેસ્ટ અને વનડે ક્રિકેટથી ભરેલું છે. 2023માં બે ICC ટ્રોફી લાઇન પર છે ત્યારે હવે ભારતીય ટીમ લાંબા ફોર્મેટ પર ધ્યાન કેન્દ્રિત કરશે. માહિતી અનુસાર, બોર્ડ કોઈપણ ખેલાડીને સંન્યાસ લેવા માટે કહેશે નહીં. તે વ્યક્તિગત નિર્ણય છે. પરંતુ 2023માં બહુ ઓછી ટી-20 મેચો રમાશે. આ દરમિયાન મોટાભાગના સિનિયર ખેલાડીઓ વનડે અને ટેસ્ટ ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આવતા વર્ષે મોટા ભાગના સિનિયર ખેલાડીઓને T20 ક્રિકેટ રમતા જોવા નહીં મળે.

બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં જીત ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ સુધી પહોંચાડી શકે છે. ફાઇનલમાં પહોંચવા માટે ભારતે આવતા વર્ષે ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે રમાનારી ટેસ્ટ શ્રેણી જીતવી પડશે. વર્ષ 2023માં ODI વર્લ્ડ કપ ભારતની ધરતી પર રમાવાનો છે ત્યારે યજમાન હોવાના કારણે ભારત આ ટૂર્નામેન્ટમાં પહેલાથી જ ક્વોલિફાય કરી ચૂક્યું છે.

English summary

Now senior players will be cut from the T20 team, know what was revealed in the latest report?

Story first published: Tuesday, November 29, 2022, 20:42 [IST]

Source link