હવે ગુજરાતમાં ધોરણ 1 અને 2થી જ અંગ્રેજી વિષય ભણાવાશે, શિક્ષણ મંત્રીની જાહેરાત!

 

ગુજરાતના વિદ્યાર્થીઓનો અંગ્રેજીનો પાયો કાચો ન રહી જાય તે માટે હવે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ અંગે સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતમાં હવેથી ધોરણ-1 અને 2થી જ અંગ્રેજી વિષય દાખલ કરવામાં આવશે તેવી જાહેરાત શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવી છે.

 

હાઈલાઈટ્સ:

  • ગુજરાતમાં હવે ધોરણ-1 અને 2થી જ અંગ્રેજી વિષય ભણાવવામાં આવશેઃ જીતુ વાઘાણી
  • ગુજરાતી વિષય તો ફરજિયાત રહેશે જ પરંતુ આ તેની સાથે અંગ્રેજી વિષય પણ દાખલ કરવામાં આવશે
  • શિક્ષકોને બિન શૈક્ષણિક કામ સોંપવાનું બંધ કરવું જોઈએ તેવી માંગણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી
ગુજરાતના વિદ્યાર્થીઓનો અંગ્રેજીનો પાયો કાચો ન રહી જાય તે માટે હવે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ અંગે સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતમાં હવેથી ધોરણ-1 અને 2થી જ અંગ્રેજી વિષય દાખલ કરવામાં આવશે તેવી જાહેરાત શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવી છે.

હાલમાં રાજ્યમાં પાંચમાં ધોરણથી અંગ્રેજી વિષય ભણાવવામાં આવે છે. પરંતુ હાલમાં અંગ્રેજીનું જ્ઞાન હોવું અત્યંત જરૂરી બની ગયું છે અને તેવામાં ગુજરાતના વિદ્યાર્થીઓ પણ અંગ્રેજીમાં પાછળ ન રહી જાય તે માટે સરકાર શરૂઆતથી જ આ વિષય ભણાવવાનું શરૂ કરશે. ધોરણ-1 અને ધોરણ-2થી જ અંગ્રેજી ભણાવવામાં આવશે જેથી વિદ્યાર્થીઓનો અંગ્રેજીનો પાયો કોચા ન રહી જાય.

રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતી વિષય તો ફરજિયાત રહેશે જ પરંતુ આ તેની સાથે અંગ્રેજી વિષય પણ દાખલ કરવામાં આવશે. વર્તમાન સમયમાં અંગ્રેજી આવડવું ઘણું મહત્વનું બની ગયું છે અને તેનું મહત્વ પણ વધ્યું છે. મલ્ટિનેશનલ કંપનીમાં નોકરીની વાત હોય કે પછી વિદેશમાં જવા માટે અંગ્રેજી ભાષાની જરૂર પડે છે. તેથી બાળકો નાનપણથી જ અંગ્રેજીમાં પકડ મજબૂત બનાવશે તો આગળ જતાં તેમને તકલીફનો સામનો કરવો પડશે નહીં. વિદ્યાર્થીઓના ભવિષ્યના હિતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગ દ્વારા 3300 વિદ્યા સહાયક ભરતીનું કામચલાઉ મેરિટ લિસ્ટ વિભાગની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.
વિધાનસભા ગૃહમાં શિક્ષણ વિભાગની માંગણી અંગે ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખે જણાવ્યું હતું કે શિક્ષકોને રાજકીય કાર્યક્રમોમાંથી મુક્તિ આપી જોઈએ તથા સરકારી શાળાઓ મામલે રાજ્ય સરકારે દિલ્હીના આપ મોડલને અનુસરવું જોઈએ. તેમણે કહ્યું હતું કે, ધારાસભ્યોના એક વર્ષના પગાર જમા લઈ લો પરંતુ શાળાઓ અને શિક્ષણને સુધારો. કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે શિક્ષણ મામલે ભાજપ અને કોંગ્રેસ ભૂલીને ભાવિ પેઢી માટે ચર્ચા કરવી જોઈએ. શિક્ષકોને બિન શૈક્ષણિક કામ આપવાનું બંધ કરવું જોઈએ.

Source link