સ્વાતંત્ર્ય દિને ત્રિરંગાના રંગમાં રંગાયું Mukesh Ambaniનું ઘર, Antilia ખાતે કરવામાં આવેલી રોશની જોતા રહી જશો!

 

આજે એટલે 15 ઓગસ્ટે આપણા દેશની આઝાદીના 75 વર્ષ (75th Independence Day) પૂરા થવાની ખુશીમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે. જે અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. સામાન્ય લોકોથી માંડીને સેલિબ્રિટીઝના ઘરમાં તિરંગા લહેરાતા જોવા મળી રહ્યા છે. દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani)નું ઘર એન્ટિલિયા પણ રોશનીથી ઝગમગી ઉઠ્યું છે. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે એન્ટિલિયાને ત્રિરંગાના રંગોની રોશનીથી સજાવવામાં આવ્યું છે. જુઓ મુકેશ અંબાણીના ઘરની ખાસ તસવીરો:

76th Independence Day: ‘ચોમેર ઉત્સાહ-ઉમંગ હતો, કોઈની આંખમાં ઊંઘ નહોતી’, આઝાદીના લડવૈયાએ વાગોળ્યું સ્વરાજનું સંભારણું

ઘરની નજીકના રોડ સુધી કરાઈ રોશની

ambani decor1

 

મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાને રાષ્ટ્રધ્વજના રંગોની રોશનીથી શણગારવામાં આવ્યું છે. એટલું જ નહીં ઘરની નજીકના થોડા કિલોમીટર સુધીના રોડ પર પણ બંને બાજુએ રોશની કરવામાં આવી છે.

અશોકચક્ર પણ તૈયાર કર્યું

ambani ashokchakra

 

લાઈટિંગથી સુંદર અશોકચક્ર પણ તૈયાર કરવામાં આવ્યું છે જે રોડ પર કરાયેલી રોશનીની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યું છે.

ધ્વજ લહેરાતો જોવા મળ્યો

ambani flag

મુકેશ અંબાણીના ઘરના ગેટ પાસે રાષ્ટ્રધ્વજ લહેરાતો જોવા મળ્યો હતો. આ રીતે અંબાણી પરિવારે પણ ઘર ઘર તિરંગા અભિયાનમાં ભાગ લીધો હતો.

લાઈટિંગથી તૈયાર કરાયા નાના-નાના ધ્વજ

ambani decor2

 

મુકેશ અંબાણીના ઘરની નજીક આવેલા વૃક્ષોમાં પણ લાઈટ લગાવામાં આવી છે. તેમાં લાઈટિંગથી નાના-નાના તિરંગા પણ તૈયાર કરવામાં આવ્યા હતા.

PM મોદી એક નાનકડા ડિવાઈસથી કલાકો સુધી અટક્યા વિના કરી શકે છે ભાષણ, કોઈ તેને જોઈ પણ નથી શકતું

75 વર્ષ પૂરા થયા

ambani decor 75

 

ambani home 75

 

આઝાદીના 75 વર્ષ પૂરા થતાં ત્રિરંગાના રંગમાં જ ’75 Years of Independence India’ લખેલી મોટી સાઈન મૂકવામાં આવી હતી. આ પણ આકર્ષણનું કેંદ્ર બની હતી.

અલગ-અલગ સજાવટ

ambani decor

 

ત્રિરંગાના રંગમાં અલગ-અલગ પ્રકારની સજાવટ કરવામાં આવી હતી. જે લોકોમાં આકર્ષણનું કેંદ્ર બની હતી.

રાહદારીઓ તસવીરો લેતાં જોવા મળ્યા

ambani decor people

 

ambani home people

 

અંબાણી પરિવારના ઘરની બહાર આઝાદી પર્વ પર સુંદર સજાવટ કરવામાં આવી છે ત્યારે ત્યાંથી પસાર થતાં લોકો તસવીરો ક્લિક કરતાં જોવા મળ્યા હતા. મહત્વનું છે કે, અંબાણી પરિવાર દરેક નાના-મોટા પ્રસંગ કે તહેવારને ખાસ અંદાજમાં ઉજવે છે ત્યારે દેશની આઝાદીને 75 વર્ષ પૂરા થતાં તેમણે આ રીતે ઉજવણીમાં ભાગ લીધો હતો.

Source link