સ્વસ્થ બનશે ભારત, હેલ્થ પોલિસી પ્રિમિયમ કલેક્શનમાં થયો બંપર વધારો

Business

oi-Jayeshkumar Bhikhalal

|

Google Oneindia Gujarati News

આપણે તમામ સુખ સુવિધાનો લાભ અથવા ત્યારે જ ભોગવી શકીએ જ્યારે આપણે સ્વસ્થ્ય હોય. એટલે જીદગીની સાચી મજા લેવી હોય તો પોતાની હેલ્થની ખાસ કાળજી લેવી પડે. હેલ્થની કાળજી રાખવા માટે જેટલો વ્યાયામ અને સંતુલિત ભોજન જરૂરી છે એટલુ જ જરૂરી હેલ્થ ઇન્ય્યોરન્સ પણ છે. હોસ્પિટલમાં આવતા મોટા બીલથી બચવા માટે બીમા સ્વાસ્થ્ય વીમો કરવામાં આવે છે. તાજા આંકડા અનુસાર ભારતમાં લોકો આ જ દિસામાં આગળ વધી રહ્યા છે.

ઇન્સ્યોરન્સ નિયામક ભારતીય બીમા વિનિયમન અને વિકાસ પ્રાધિકરણ દ્વાર બહાર પાડવામાં આવેલ આંકડા મુજબ હેલ્થ વિમા પ્રિમિમ માં 28 ટકાની મોટ વધારો થયો છે. જ્યારે ઓગસ્ટ 2022 માં પ્રિમિયમ સંગ્ર 2059 કરોડ રૂપિયા રહ્યા હતા. જ્યારે ગયા વર્ષે 1609 કરોડ રૂપિયા હતુ. આંકડા સાબિત કરે છે કે, લોકોનું ધ્યાન પોતાની હેલ્થ તરફ વધારે ગયુ છે. પહેલા લોકો એવુ વિચારીને હેલ્થ ઇન્ય્યોરન્સ નહોતા લેતા કે જરૂરત ના પડી તો પૈસા ખોટા વેસ્ટ જશે. જ્યારે હવે લોકો તેના માટે રસ દાખવી રહ્યા છે. કોરોના માહામારી બાદ હેલ્થ સેક્ટરમાં ઇન્સ્યોરન્સ સેક્ટરમાં ભારે વધારેો થયો છે.

હેલ્થ ઇન્સ્યોરન્સ સિવાય ભારતમાં નોન લાઇફ ઇન્સ્યોરન્સ સેક્ટર પણ ભારે તેજી જોવા મળી રહી છે. રિપોર્ટ મુજબ ઓગસ્ટ 2022માં લાઇફ ઇન્સ્યોરન્સ પ્રિમિયમ ભરવામાં પણ વધારો જોવા મળ્યો હતો. અને તે વાર્ષિક 12 ટકાના ઉછાળા સાથે 24471 કરોડ રૂપિયા પર પહોચ્યુ છે. આંકડા અનુસાર દેશમાં 31 નોન લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીઓએ ઓગસ્ટ 2022 માં 24471 કરોડ રૂપિયાનો પ્રિમિયમ સંગ્રહ કર્યો છે. જ્યારે પાછળના વર્ષે આ આંકડો 21867 કરોડ રૂપિયા હતા. 24 નજરલ ઇન્સ્યોરન્સ કંપનિઓએ પોતાના 17101 કરોડનો પ્રિમિયમ સંગ્રહ કર્યો છે. જે પાછળના આંકડા મુજબ 9.3 ટકા વધારે છે. ઓગસ્ટ 2021 માં આ આકંડો 15648 કરૂડ રૂપિયા હતો.

English summary

After Corona, people believed in health insurance

Source link