સ્લિમ ફીગર માટે આ દેશી ભોજન આરોગે છે શિલ્પા શેટ્ટી, જોઈ લો કલરફૂલ થાળી!

 

શિલ્પા શેટ્ટી તેવી એક્ટ્રેસિસમાંથી એક છે, જેણે વધતી ઉંમર સાથે પોતાની સુંદરતાને પણ એકદમ ટનાટન રાખી છે. ફેશનેબલ શિલ્પાને સુડોળ ફિગર, સુંદર ત્વચા, પાતળી કમર, ચમકદાર વાળ અને આકર્ષક શરીર માટે ઓળખવામાં આવે છે. શિલ્પાના ફેન્સ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા છે. દરેક ફેન્સના મનમાં એકવાર તો જરુર એવું આવ્યું જ હશે કે તેના જેવી ફિટનેસ મળે.

​યોગાસન પ્રત્યેનો પ્રેમ

બોલ્ડ અને સુંદર શિલ્પા પોતાના યોગાસન માટે પણ ખૂબ જ ફેમસ છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી હોટ બોડી હોવાનો શ્રેય તેનો યોગ પ્રત્યેનો પ્રેમ પણ છે. તેણે યોગાસન અને પ્રાણાયામના અનેક ઓડિયો તેમજ વીડિયો શેર કર્યા છે. જેમાં તેણે ખૂબ જ સુંદરતાથી દર્શાવ્યું છે કે યોગની યોગ્ય રીત કઈ છે અને કેવી રીતે સમગ્ર યોગ અભ્યાસ કરવો જોઈએ.

​ડાયેટનું રાખે છે ધ્યાન

શિલ્પા શેટ્ટી યોગ તો કરે જ છે ઉપરાંત તેની ડાયેટનું પણ ખાસ ધ્યાન રાખે છે. તે સંતુલિત આહાર આરોગવાનું પસંદ કરે છે અને પોતાને ફીટ, પાતળી અને સ્વસ્થ રાખવા માટે સંતુલિત અને પૌષ્ટિક આહાર આરોગવાનું જ પસંદ કરે છે. તાજેતરમાં જ તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે, જેમાં તેની થાળીમાં અનેક રીતની કલરફૂલ વસ્તુઓ જોવા મળે છે. તેમાં એ દરેક દેશી વસ્તુઓ છે, જે ટેસ્ટી અને હેલ્ધી હોવાની સાથે જ સરળતાથી પણ ઉપલબ્ધ થાય છે.

​શું છે શિલ્પાની થાળીમાં?

શિલ્પાએ જે રીતે ભોજનની થાળીની તસવીર શેર કરી છે. તેમાં છોલે, કોબી અને ગાજરની શાકભાજી, બીટ અને ડુંગળીનું સલાડ, રોટલી અને એક પીળા કલરનું શાક છે. રોટી પર ઘી લાગ્યું છે અને બાકીની દરેક વસ્તુઓ પણ ખૂબ જ પૌષ્ટિક લાગી રહી છે. તેણે લખ્યું છે કે ‘પોતાના ભોજનની થાળીને કલરફુલ રંગોથી ભરો, કારણકે જે આંખોને પસંદ આવે છે તે શરીરને પણ પસંદ આવે છે.’

​પોષક તત્વોનો ખજાનો છે બીટ

શિલ્પાની થાળીમાં નજર કરતા જ ખબર પડે છે કે તે ડાયેટ બાબતે એકદમ સતર્ક છે અને મોટાભાગે શાકભાજીનું જ સેવન કરે છે. તેની થાળીમાં રહેલા ગાજર, કોબી, બીટ તેમજ કાચી ડુંગળીમાં તે દરેક પોષક તત્વ હોય છે, જે શરીરને ઉત્તમ રીતે કામ કરવા માટે ખૂબ જ જરુરી હોય છે. વજન ઓછું કરવા માગતા દરેક લોકો માટે આ કલરફુલ થાળીનો દૈનિક ઉપયોગ ખૂબ જ લાભદાયક સાબિત થઈ શકે છે.

​કલરફુલ ચીજ ખાવી કેમ જરુરી?

ભોજનની રંગીન ચીજવસ્તુઓમા ફાઈબર તેમજ પાણીનો ભંડાર હોય છે. જે આરોગવાથી પાચન તંત્ર સ્વસ્થ તેમજ મજબૂત રહે છે. રંગીન ફળ તેમજ શાકભાજીમાં લાઈકોપીન નામનું તત્વ હોય છે, જે મગજ, દિલ, આંખ માટે સ્વસ્થ હોય છે. જેમાં એન્ટીઓક્સીડન્ટ, બીટા કેરોટીન, પોટેશિયમ જેવા તત્વ મળી આવે છે. આ ઉપરાંત કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામીન સી અને બીટા કેરોટીન જેવા તત્વ પણ મળી આવે છે.

Source link