સ્પષ્ટ વિચાર અને ખુલિને રમવાની હેડ કોચ વીવીએસ લક્ષ્મણની યુવાનોને સલાહ

Cricket

oi-Jayeshkumar Bhikhalal

|

Google Oneindia Gujarati News

T20 વર્લ્ડકપ બાદ ભારતીય ક્રિકેટ ટીમનું વધુ એક T20 અભિયાન ન્યુઝિલેન્ડમાં શરૂ થવા જઇ રહ્યુ છે. 18 નવેમ્બરથી વેલિંગ્ટનમાં પહેલો મુકાબલો રમાશે. આ ત્રણ મેચની સિરિઝ હશે. જેનું નેતૃત્વ હાર્દિક પાંડ્યા કરશે. ત્યાર બાદ 25 નવેમ્બરે ઓકલેન્ડમાં ત્રણ મેચોની વન-ડે સીરિજ શરુ થશે. આ પ્રવાસમાં ભારતના હેડ કોચ વીવીએસ લક્ષણ છે. કેમ રાહુલ દ્રવિડને વર્લ્ડકપ બાદ રેસ્ટ આપવામાં આવ્યો છે.

સીરિજની પહેલી મેચ શરૂ થાય તે પહેલા વીવીએસ લક્ષણે કહ્યુ કે,T20 ફોર્મેટમાં નીડર થઇને અને ખુલીને રમવની જરૂર છે. સાથે એ પણ જરૂર છે કે, પરિસ્થિતિનું આલંકન કરવુ પણ જરૂરી હોવાનું તેણે જણા્વ્યું હતું. અને ટીમની જરૂરત અનુસાર પોતાની રમત નક્કી કરવી જોઇે. તેણે વધુમાં જણાવ્યું હતુ કે, મને લાગે છે કે, ફ્લેક્સીબલ હોવુ ઘણુ જરૂરી છે. પરતુ T20 મેચમાં તમારે પોતાની જાતને એક્પ્રેસ કરવાની જરૂર હોય છે. ત્યાર બાદ તમે ત્યાં સફળતા મેળવી શકો છો.

લક્ષ્મણે વધુમાં જણાવ્યુ હતુ કે, T20 ક્રિકેટમાં એક સ્પષ્ટ વિચાર સાથે ખુલીને રમવાની જરૂર છે. જેટલો સમય મે આ ખેલાડીઓ સાથે વિતાવ્યો છે. તેમને આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે ઢળતા જોયા છે મને લાગે છે. તેમની તાકાત T20 ની જરૂરત અનુસાર છે.

ભારતે આ સીરિજમાં T20 વર્લ્ડકપ 2024 ની તૈયારીના પહેલા પડાવન તરીકે જોવે છે. અને તેયારીના ભાગ રૂપે ઘણા સીનિયરને રેસ્ટ આપવામાં આવ્યો છે. અને યુવાનોને તક આપવામાં આવી છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary

The Indian team will play the T20 series on the tour of New Zealand

Story first published: Thursday, November 17, 2022, 10:52 [IST]

Source link