સ્કિન કેરમાં નવી રીતથી થઇ એન્ટ્રી, જાણો બોડી યોગર્ટ શું છે અને તેનાથી ત્વચાને કેટલાં ફાયદા મળે છે!

What is Body Yoghurt: ત્વચાના પ્રકાર વિશે પુરતી જાણકારી રાખ્યા વગર જ જો તમે કોઇ પણ પ્રોડક્ટ્સની ખરીદી કરતા હશો તો તમે ત્વચાને ટોર્ચર કરી રહ્યા છો. માત્ર આયુર્વેદ કે ઘરેલૂ ઉપચાર જ ત્વચાને પોષણ આપે છે તેવું નથી. માર્કેટમાં અનેક પ્રોડક્ટ્સ અવેલેબલ હોય છે જે તમારી સ્કિનને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. તેથી જ તેની ખરીદી પહેલાં તમારા પાસે જે-તે પ્રોડક્ટ્સની લાંબા ગાળાની ઇફેક્ટ અંગે માહિતી હોવી જરૂરી છે.

માર્કેટમાં હાલ બોડી યોગર્ટ્સ (Body yoghurts)નું ચલણ વધી રહ્યું છે. જેમાં નેચરલ ઇન્ગ્રિડિયન્ટ્સ અને વેગન બોડી નરિશમેન્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઇકો-ફ્રેન્ડલી પ્રોડક્ટ તમારી સ્કિનને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. જો તમે તમારી ત્વચા માટે પરફેક્ટ સ્કિન કેર મોઇશ્ચરાઇઝિંગ પ્રોડક્ટ્સ શોધી રહ્યા હોવ તો બોડી યોગર્ટ પર તમારી શોધ પુરી થશે.

AIMIL Ayouthvedaના આયુર્વેદ કન્સલ્ટન્ટ ડોક્ટર ખુશ્બુ ચઢ્ઢા (Dr. Khusboo Chadha, Ayurveda Consultant) બોડી યોગર્ટ શું છે અને તેનાથી ત્વચાને કેવી રીતે ફાયદાઓ મળી શકે, ઉપરાંત તેનો કેવી રીતે ઉપયોગ કરી શકાય છે તેના વિશે જણાવી રહ્યા છે.

(સૌજન્યઃ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા) (તસવીરોઃ પિક્સાબે.કોમ)

​શું છે બોડી યોગર્ટ?

બોડી યોગર્ટ એક વેગન બોડી લોશન કે મોઇશ્ચરાઇઝર (vegan body lotion/moisturizer) છે જે અપ્લાય કર્યા બાદ ગણતરીની સેકન્ડમાં જ સ્કિનમાં સમાઇ જાય છે. તેની જેલ લાઇક ક્વોલિટી (gel-like consistency) અન્ય મોઇશ્ચરાઇઝરની સરખામણીએ નોન-સ્ટિક હોય છે. આ પ્રોડક્ટને તમે ચહેરા અને બોડી પર યૂઝ કરી શકો છે. સૌથી સારી બાબત એ છે કે, તે દરેક સ્કિન ટાઇપ માટે છે.

​શા માટે અન્ય પ્રોડક્ટ્સથી છે અલગ

અન્ય સ્કિન ક્રિમ કે લોશનની સરખામણીએ બોડી યોગર્ટ ત્વચામાં ઝડપથી સમાઇ જાય છે, તેમાં ક્વિક એબ્ઝોર્બિંગ ફોર્મ્યૂલા (lightweight and quick-absorbing formula)ના કારણે ચહેરા ઉપરાંત બોડી પર ઝડપથી અપ્લાય કરી શકાય છે. આ પ્રોડક્ટને તમે શાવર બાદ તત્કાળ પણ અપ્લાય કરી શકો છો. ત્વચામાં ઝડપથી ફેલાઇ જવાની ક્વોલિટીના કારણે તે પાણીથી પણ દૂર નથી થતું. જો તમારું શિડ્યુલ વ્યસ્ત હોય તો બોડી યોગર્ટ યૂઝ કરો અને તમારી સ્કિનને આખા દિવસ માટે મોઇશ્ચરાઇઝ્ડ રાખો.

​બોડી યોગર્ટના ફાયદાઓ

રેગ્યુલર મોઇશ્ચરાઇઝર અમુક કલાકો સુધી જ સ્કિન પર રહે છે, જ્યારે બોડી યોગર્ટ પહેલી વાર જ અપ્લાય કરીને લાંબા સમય સુધી મોઇશ્ચર રાખે છે. તેમાં નેચરલ ઇન્ગ્રિડિયન્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે, જે સ્કિનના મોઇશ્ચરને લાંબા કલાકો સુધી લૉક કરી દે છે. યોગર્ટ રફ સ્કિન ટેક્ચરને સ્મૂધ બનાવવા ઉપરાંત ડાઘ-ધબ્બા પણ દૂર કરે છે. તેમાં મોરિંગા એટલે કે, સરગવા (moringa) અને શણના બીજ (hemp seeds)નો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી એન્ટી-ઓક્સિડન્ટ પ્રોટેક્શન મળે છે.

​ડ્રાય પેચિઝ કરશે દૂર

બોડી યોગર્ટના રોજિંદા ઉપયોગથી સ્કિન હાઇડ્રેટ રહે છે, તેનું ટેક્સચર સિલ્કી સોફ્ટ બની જાય છે. ખાસ કરીને પગ અને હિપ્સ એરિયાની સ્કિનની દરકાર પ્રત્યે ધ્યાન આપવામાં આવતું નથી. તેથી આ એરિયાની સ્કિન પર રફ અને ડ્રાય પેચિઝ બની જાય છે. યોગર્ટ અપ્લાય કરવાથી સ્કિન મુલાયમ બને છે અને પોષણ મળતું રહે છે.

​સ્કિનમાં આવશે ભીની સુગંધ

જો તમને અલગ અલગ સ્મેલ પસંદ આવતી હોય તો બોડી યોગર્ટમાં ઢગલાબંધ વેરાયટી મળી રહેશે, જેમાંથી ભીની સુગંધ આવતી હોય. તેની ખરીદી પહેલાં જ તમારી મનપસંદ સ્મેલ આધારિત બોડી યોગર્ટ ખરીદો. પ્રોડક્ટને અપ્લાય કર્યા બાદ તેની સ્મેલ દૂર નથી થઇ જતી અને આખો દિવસ સ્કિન ફ્રેશ લાગે છે.

​ફિટિંગ આઉટફિટ્સ પહેરવા બનશે સરળ

યુવતીઓ ટાઇટ ફિટિંગ જીન્સ પહેરતી હોય છે, ઘણીવાર વેસ્ટએરિયાથી જીન્સ ઉપરની તરફ ખેંચતી વખતે ત્વચાના લેયરને નુકસાન થાય છે અને તે ડ્રાય બની જાય છે. આ એરિયા પર બોડી યોગર્ટ અપ્લાય કરવાથી સ્કિન ટેક્સચર સ્મૂધ બને છે અને તમે ટાઇટ આઉટફિટ્સને સરળતાથી પહેરી શકો છો.

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો પર્યાય હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

આ સમાચારને અંગ્રેજીમાં વાંચવા માટે અહીં ક્લિક કરો

Source link