સોલોમન ટાપુ પર ભૂકંપના જોરદાર ઝટકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7, સુનામીનુ એલર્ટ જાહેર

સોલોમન ટાપુઓમાં મંગળવારે 7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યુ કે આંચકાને કારણે ટેલિવિઝન અને અન્ય વસ્તુઓ જમીન પર પડી ગઈ હતી. સમાચાર એજન્સીએ જણાવ્યુ કે ભૂકંપ મંગળવારે સવારે 7.33 કલાકે આવ્યો હતો. સોલોમન આઇલેન્ડના ભૂકંપ અંગે વધુ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. આ સાથે જ ભૂકંપ બાદ દરિયાકાંઠે સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

 

earthquake

 

સમાચારમાં જણાવ્યા મુજબ મલાંગોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. સોલોમન ટાપુઓમાં સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. હાલમાં જાન-માલના નુકસાનના કોઈ સમાચાર નથી. સોલોમન કોસ્ટના વિસ્તાર માટે સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે ઈન્ડોનેશિયાના મુખ્ય ટાપુ જાવામાં આવેલા વિનાશક ભૂકંપમાં 44થી વધુ લોકોના મોત થયા હતા અને ઓછામાં ઓછા 300 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. એએફપીએ સ્થાનિક અધિકારીને ટાંકીને આ અહેવાલ આપ્યો છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.6 માપવામાં આવી હતી. આ કુદરતી આફત બાદ રાહત અને બચાવ કામગીરી તેજ કરી દેવામાં આવ્યુ છે.

આ પહેલા પણ 18 નવેમ્બરની સાંજે ઈન્ડોનેશિયાની રાજધાની જાકાર્તામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિપોર્ટ મુજબ ભૂકંપ ભારતીય સમય અનુસાર સાંજે 7.07 વાગ્યે આવ્યો હતો. યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર (EMSC) એ અહેવાલ આપ્યો છે કે ઇન્ડોનેશિયાના સુમાત્રાના દક્ષિણપશ્ચિમમાં 6.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની ઊંડાઈ 10 કિમી હતી. આ ભૂકંપમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. પરંતુ આજના ભૂકંપમાં 20 લોકોના મોત થયા છે. ભૂતકાળમાં ભારત, નેપાળ સહિત દક્ષિણ એશિયાના ઘણા દેશોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. વારંવાર ભૂકંપના આંચકાથી લોકો ભયભીત છે.

Source link