સુર્યકુમાર યાદવ બન્યા સર્વશ્રેષ્ઠ T20 ક્રિકેટર, ICCએ નામની કરી જાહેરાત, બેટથી મચાવી હતી ધમાલ

સૌથી વધુ ટી20 રન બનાવ્યા

સૌથી વધુ ટી20 રન બનાવ્યા

સૂર્યકુમાર યાદવે 31 મેચોમાં સૌથી ટૂંકા ફોર્મેટમાં ધમાકેદાર રમતનું પ્રદર્શન કરતા 1164 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 187 હતો. સૂર્યકુમાર યાદવ પણ ICC T20 રેન્કિંગમાં નંબર વન સ્થાન પર છે. તેના પ્રદર્શનને લઈને પહેલાથી જ અટકળો લગાવવામાં આવી રહી હતી કે તેને ICC એવોર્ડ્સમાં સર્વશ્રેષ્ઠ T20 ખેલાડી જાહેર કરવામાં આવશે.

સૌથી વધારે સિક્સ મારનાર બેટ્સમેન બન્યા સુર્યકુમાર

સૌથી વધારે સિક્સ મારનાર બેટ્સમેન બન્યા સુર્યકુમાર

ગયા વર્ષે સૂર્યકુમાર યાદવે પોતાના બેટથી ખૂબ ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. એક કેલેન્ડર વર્ષમાં T20 ફોર્મેટમાં 1000 રન બનાવનાર તે બીજો બેટ્સમેન હતો. મહત્વની વાત એ હતી કે તેણે 187ની ધમાકેદાર સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી હતી. આ દરમિયાન તેણે કુલ 68 સિક્સર ફટકારી હતી. અન્ય બેટ્સમેનો આ મામલે તેની નજીક ક્યાંય ન હતા. તેણે 9 અડધી સદી અને 2 સદીની ઇનિંગ્સ પણ રમી હતી.

ટી20 વર્લ્ડકપમાં બેસ્ટ પ્રદર્શન

ટી20 વર્લ્ડકપમાં બેસ્ટ પ્રદર્શન

ઓસ્ટ્રેલિયામાં રમાયેલા ટી20 વર્લ્ડ કપમાં પણ તેનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. તેના બેટમાં છ મેચમાં 3 અડધી સદીની ઇનિંગ્સ જોવા મળી હતી. આ સમયગાળા દરમિયાન સૂર્યકુમાર યાદવની સરેરાશ 60 હતી અને સ્ટ્રાઈક રેટ 190 હતો. યાદગાર ઈનિંગ્સની વાત કરીએ તો સૂર્યકુમાર યાદવે ઈંગ્લેન્ડ વિરુદ્ધ નોટિંગહામ T20 મેચમાં 55 બોલમાં 117 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. T20 ક્રિકેટમાં વર્ષ 2022 સંપૂર્ણપણે સૂર્યકુમાર યાદવના નામે હતું.

Source link