સુરતમાં વધુ એક કરપીણ હત્યા, શખસે ઘરમાં ઘૂસીને 30 વર્ષીય મહિલાનું કર્યું મર્ડર!

 

સુરતમાં હત્યાની વધુ એક ચોંકાવનારી ઘટના બની છે કે જેમાં એક અજાણ્યા વ્યક્તિએ ઘરમાં ઘૂસીને 30 વર્ષીય મહિલાનું ગળું કાપી નાખ્યું. માત્ર એક વર્ષના દીકરાની હાજરીમાં મહિલાની હત્યાની ચોંકાવનારી ઘટના સુરતમાં બની છે. આ સમગ્ર ઘટના ત્યારે પ્રકાશમાં આવી કે જ્યારે પતિએ વારંવાર ફોન કર્યો હોવા છતાં પત્ની કૉલ રિસીવ કરી રહી નહોતી. પોલીસે હત્યાનો ગુનો નોંધીને આ કેસમાં વધુ તપાસ હાથધરી છે. મળતી માહિતી મુજબ, સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી એક સોસાયટીના ઘરમાં ઘૂસીને મહિલાની હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે. અજાણ્યો વ્યક્તિ 30 વર્ષીય મહિલાનું ગળું કાપી હત્યા કરીને ભાગી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

30 વર્ષીય મહિલાની હત્યાના બનાવની જાણ થતાં સોસાયટીના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ઘરમાંથી મહિલાનો મૃતદેહ બહાર કાઢી હાલ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યો છે. જ્યાં ફોરેન્સિકની ટીમ બોલાવીને હત્યાના પુરાવા એકઠા કરવાની કામગીરી પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે. સોસાયટીના લોકોના નિવેદન પણ લેવાઈ રહ્યાં છે તેમજ સીસીટીવી પણ ચેક કરવામાં આવી રહ્યા છે. મહિલાની હત્યા કયા કારણસર કરવામાં આવી તેની હજુ સુધી કોઈ વિગત સામે આવી નથી. પણ, હત્યારા આરોપીને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કરી દીધા છે.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર મૃતક 30 વર્ષીય મહિલાનું એક વર્ષનું સંતાન છે. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ઘટનાસ્થળ પર હાજર લોકોના જણાવ્યા મુજબ, અજાણ્યો શખસ આ મહિલાના ઘરમાં ઘૂસી ગયો હતો. ત્યારબાદ ઘાતકી રીતે મહિલાની હત્યા કરીને હત્યારો ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગેની પોલીસને જાણ કરવામાં આવતા મોટી સંખ્યામાં કાપોદ્રા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

Source link