સુરતમાં પાડોશમાં રહેતા યુવક સાથે જમીન દલાલની પત્નીને મિત્રતા કરવાનું ભારે પડી ગયું!

 

સુરતના (Surat News) પાલનપુરમાં બનેલી ઘટનામાં પૂર્વ પાડોશીએ જમીન દલાલની પત્ની સાથે મિત્રતા કેળવીને તેની સાથે શારીરિક સંબંધ બાંધીને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. પૂર્વ પાડોશીથી છૂટકારો મેળવવા માટે 31 વર્ષની પરિણીતાએ બે વખત ઘર પણ બદલ્યું હતું પરંતુ પરણિત યુવકથી છૂટકારો ના મળતા તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. હવે પોલીસ દ્વારા આ કેસમાં વધારે તપાસ હાથ ધરવામાં આવી છે.

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ, મિલાપ અરવિંદ ધકાણની વર્ષ 2013માં પાડોશમાં પહેતા જમીન દલાલ સાથે થઈ હતી. આ પછી એક દિવસ પતિ ઘરે નહીં હોવાથી મિલાપ પરિણીતાના ઘરે પહોંચી ગયો હતો. અહીં તેણે પરિણીતા પાસે શારીરિક સંબંધ બાંધવાની માગણી કરી હતી. જોકે, પરણિતા તૈયાર ના હોવાથી તેણે તેને બદનામ કરવાની અને હાલ પાડોશીઓને અકઠા કરવાની અને લગ્ન તોડાવી નાખવાની ધમકી આપી હતી.

આ પછી ડરી ગયેલી પરિણીતીએ મિલાપની વાતમાં આવીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. મિલાપે આ દરમિયાન પરિણીતા સાથે શારીરિક સંબંધ બાંધ્યા તેનો વીડિયો અને ફોટોગ્રાફ્સ લઈ લીધા હતા. આ ફોટોગ્રાફ્સ અને વીડિયોના આધારે મિલાપ પરિણીતાને વારંવાર ધમકાવતો હતો. મિલાપથી કંટાળેલી પરિણીતાએ પોતાનું ઘર બે વખત બલ્યું હોવા છતાં મિલાપ પરિણીતાનો પીછો છોડતો નહોતો.

વારંવાર ફોટો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને મિલાપે વારંવાર પરિણીતા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. મિલાપે ફ્લેટ ખરીદવા માટે પરિણીતા પાસે એક લાખ રૂપિયાની માગણી કરી હતી તો તેણે પોતાની આબરુ બચાવવા માટે ઘરેણા ગીરવે મૂકીને મિલાપને 1 લાખ રૂપિયા આપી દીધા હતા. સતત મિલાપના ત્રાસથી કંટાળેલી પરિણીતાએ બીજી વખત પોતાનું ઘર બદલ્યું હતું. આમ છતાં મિલાપે નવું ઘર શોધી નાખ્યું હતું અને ફોટો-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી.

ધમકીઓ આપીને વારંવાર શારીરિક સંબંધ બાંધતા પૂર્વ પાડોશીથી છૂટકારો મેળવવો મુશ્કેલ લાગતા પરિણાતાએ તેની સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ દિશામાં વધારે તપાસ શરુ કરી છે.

Source link