સિંહ જવાને એક દિવસ પહેલા જ તેમની મમ્મી સાથે વિડીયો કોલમાં વાત કરી હતી ને બીજા દિવસે દેશ માટે પોતાની આહુતિ આપી દીધી!

 

આપણે શાંતિથી સુઈ શકીએ તે માટે બોર્ડર પર દિન રાત પોતાની છાતીએ ગોળી ખાઈ રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં કેટલાય જવાનો આમ જ શહીદ થયા છે. ત્યારે આવી જ ઘટના સામે આવી છે. જેમાં સિંહ જવાને એક દિવસ પહેલા જ તેમની મમ્મી સાથે વિડીયો કોલમાં વાત કરી હતી ને બીજા દિવસે દેશ માટે પોતાની આહુતિ આપી દીધી હતી.

આ સિંહ જવાન જમ્મુ-કાશ્મીરમાં સૈનિક તરીકે ફરજ બજાવી રહ્યો હતો. ત્યારે મળતી માહિતી મુજબ, કાશ્મીરના કુપવાડામાં વધુ એક સૈનિકે પોતાની માતૃભૂમિ માટે પોતાના જીવનની બલી આપી હતી. આ શહીદ થયેલ સૈનિક સચિન ડાગરના પાર્થિવ દેહને મંગળવારે બપોરે તેમના વતન ગામ અલીપુર લાવવામાં આવ્યો હતો.

સચિનના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે તેમના ઘરે લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી શહીદને પંચતત્વમાં વિલીન કરવા માટે અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. સૈન્ય ટુકડી દ્વારા સલામી સાથે સૈન્ય અને રાજ્ય સન્માન સાથે ગામ મોક્ષ સ્થળે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે સચિન ડાગર વર્ષ 2015માં સેનામાં જોડાયો હતો, જે હાલમાં જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં પોસ્ટેડ હતો.

શહીદ સચિન ડાગરના મોટા ભાઈ નીતિન ડાગર પણ સેનામાં ફરજ બજાવે છે. સાથે જ તેના પિતા હવાથી ગામમાં ખેતી કરે છે. સચિનની માતા વીણા ગૃહિણી છે. સચિન ડાગર ડિસેમ્બર મહિનામાં જ તેની બહેનના લગ્નમાં આવ્યો હતો, જે 3 જાન્યુઆરીએ પોતાની ફરજ પર પાછો ગયો હતો. શહાદતના એક દિવસ પહેલા તેણે પોતાની માતા સાથે વીડિયો કોલ દ્વારા લાંબા સમય સુધી વાત કરી હતી.