સાહેબની બદલી થતાં આખું ગામ હિબકે ચઢ્યું, ગ્રામજનો અને પોલીસ સ્ટાફના આસું છલકાયા

સામાન્ય રીતે એક જ પોલીસ સ્ટેશનમાં ત્રણ વર્ષથી વધુ ફરજ બજાવી ચૂક્યા હોય તેવા પોલીસ અધિકારીઓની બદલીની પરંપરા વર્ષોથી પોલીસ વિભાગમાં ચાલી આવે છે. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં એક સાથે પોલીસ અધિક્ષકે 7 પોલીસ ઇન્સ્પેકટરની (Police Inspector) બદલી કરી. જો કે જે જગ્યાએ બદલી કરવામાં આવી હોય ત્યાં ચાર્જ લેતા પહેલા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને સન્માન સમારંભ યોજીને યાદગીરીને તાજી કરતા હોય છે.

તાજેતરમાં જ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના અસલાલી પોલીસ સ્ટેશનના પીઆઇ પીઆર જાડેજાની બદલી બોપલ પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી. પરંતુ પી.આઈ ચાર્જ સંભાળે એ પહેલા જ તેમનો સન્માન સમારોહ યોજાયો અને બિલ્કુલ IPS કક્ષાના અધિકારીને મળતા માન સન્માન મળતું તે રીતે યોજાયો. આ સન્માન સમારોહમાં પોલીસ સ્ટેશન હેઠળના 24 ગામોના સરપંચ, ધાર્મિક સંસ્થાના મહંતો, ગ્રામજનો, વેપારીઓ, સામાજીક અગ્રણીઓ મળી 700 લોકોએ સન્માનપૂર્વક વિદાય આપી.

મહત્વનું છે કે વિદાય શબ્દથી સૌ કોઈના આંખમાં આંસુ આવી જતા હોય છે તેવી જ રીતે અસલાલી પોલીસ સ્ટેશનમાં પીઆઇ પિઆર જાડેજાની બાહોશ અધિકારી તરીકેની છાપ અને સૌ કોઈને સમજાવટ સાથે કામ લેવાની રિત ગ્રામજનો અને પોલીસ કર્મચારીઓ પણ તેમનાથી ખુશ હતા. પરંતુ પોલીસ વિભાગની આ રીત રસમ સૌ કોઈએ નિભાવવી પડે છે માટે બોપલ પોલીસ સ્ટેશનમાં આજ પ્રકારની કામગીરી લોકોને ન્યાય આપી બોપલની જનતાને ખુશ રાખી શકશે તેવું માની રહ્યા છે.

પીઆઈ પીઆર જાડેજાએ અસલાલીમાં ફરજ દરમ્યાનજિલ્લામાં સર્વોતમ કામગીરી કરો 125 થી વધારે દારૂ-જુગારના ગણનાપાત્ર કેસો શોધી કાઢ્યા. કોડ,કાશીન્દ્રા તેમજ બારેજા ત્રણ નવી પોલીસ ચોકી તૈયાર કરાવવાનું કાર્ય કરાવ્યું. પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં પડી રહેલ વાહનોના મુદ્દામાલને વ્યવસ્થિત ગોઠવડાવી કમ્પાઉન્ડ ચોખ્ખું કરાવ્યું, તેમજ પોલીસ લાઈનના બાળકોને રમવાલાયક બગીચો તૈયાર કરાવ્યો. પોલીસ સ્ટેશન, પોલીસ લાઈન તેમજ પોલીસ ચોકીઓ પાસેની જગ્યાઓમાં વૃક્ષારોપણ કરાવી વૃક્ષોનું જતન પણ કરાવ્યું.

એટલું જ નહીં ચૂંટણી બંદોબસ્ત સફળતાપૂર્વક પાર પાડ્યા ઉપરાંત પીરાણા જેવી કોમી સંવેદનશીલ જગ્યાઓએ તેમજ લાંભા જેવા ધાર્મિક સ્થળોએ હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે ત્યાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે અનુસંધાને તેમજ મિલકત સંબંધી ગુન્હાઓ નહિવત પ્રમાણમાં વધે અમલીકરણમાં સફળ રહ્યા.મોટી સંખ્યામાં ગોડાઉનો તેમજ પ્રોહીબીશન ની પ્રવૃત્તિ ગુનાઓ માં ઘટાડો કરવામાં સફળ કામગીરી કરવામાં પણ સફળ સાબિત થયા છે.

Source link