સારા અલી ખાનને ડેટ કરવા મુદ્દે શુભમન ગિલે ચુપ્પી તોડી, જાણો શું કહ્યું?

Sports

oi-Balkrishna Hadiyal

|

Google Oneindia Gujarati News

છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટર શુભમન ગિલ અને અભિનેત્રી સારા અલી ખાન વચ્ચે અફેરની ખબરો આવી રહી છે. બન્ને ઘણી વખત સાથે પણ જોવા મળ્યા છે. તમામ અફવાઓ વચ્ચે શુભમન ગિલે રિલેશનને લઈને ચુપ્પી તોડી છે.

હવે શુભમન ગિલે પહેલીવાર સારાને ડેટ કરવા મુદ્દે પ્રતિક્રિયા આપી છે. હાલમાં જ શુભમન ગિલ એક ચેટ શોમાં પ્રીતિ સિમોસ અને તેની બહેન નીતિ સિમોઝના પ્રશ્નોના જવાબ દરમિયાન સંકેત આપ્યા કે તે સારાને ડેટ કરી રહ્યા છે. આ શોમાં શુભમને સૌથી યોગ્ય અભિનેત્રીનું નામ પુછાતા જવાબમાં સારાનું નામ લીધું હતું.

આ શોમાં શુભમનને પૂછવામાં આવ્યું કે શું તે સારાને ડેટ કરી રહ્યો છે તો તેણે કહ્યું કે, બની શકે છે. ત્યારબાદ શોની હોસ્ટ સોનમે શુભમનને કહ્યું કે સારાને લઈને તમામ રાઝ ખોલો. તેના પર શુભમને કહ્યં કે સારા દા સારા સચ બોલ દિયા. હોઈ શકે, ન પણ હોઈ શકે. તમને જણાવી દઈએ કે સારા અલી ખાન અને શુભમન ગિલના અફેરના સમાચારો આ વર્ષે ઓગસ્ટથી જોર પકડવા લાગ્યા હતા. બન્ને એક સાથે રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ પર જોવા મળ્યા હતા. જ કે બન્નેએ આ બાબતે કંઈ કહ્યું નથી.

સારા અલી ખાન અને શુભમન ગિલ બંને પોતપોતાના ક્ષેત્રમાં આગળ છે. સારાની ગણતરી બોલિવૂડની સૌથી ફિટ અભિનેત્રીઓમાં થાય છે તો શુભમનની ગણતરી પણ ફિટેસ્ટ ક્રિકેટર્સમાં થાય છે. જો કે આ બંને વચ્ચે ઉંમરનો તફાવત એક મોટો મુદ્દો છે. શુભમન ગિલ 22 વર્ષનો છે અને તે સારા કરતાં 5 વર્ષ નાનો છે. ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ અને વનડે ડેબ્યૂ કર્યા બાદ શુભમન ગિલ T20 ઈન્ટરનેશનલમાં પણ ડેબ્યૂ કરી શકે છે. ન્યુઝીલેન્ડ સામે 18 નવેમ્બરથી શરૂ થનારી ટી20 શ્રેણી માટે ગિલની ટીમમાં પસંદગી કરવામાં આવી છે.

English summary

Shubman Gill broke his silence on dating Sara Ali Khan, know what he said?

Story first published: Tuesday, November 15, 2022, 22:10 [IST]

Source link