સરદારનગરમાં નગ્ન થઈ બે બાળકીને અશ્લીલ ઈશારા કરનારા યુવક સામે ફરિયાદ!

 

સરદારનગરઃ સરદારનગર વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવક નગ્ન થઈને બે બાળકીઓ સામે અશ્લીલ ઈશારાઓ (Obscene gestures) કરી રહ્યો હતો. આ વાતની જાણ બંને બાળકીઓની માતાઓને થતા તેઓએ યુવકને ઠપકો આપ્યો હતો. ત્યારે લાજવાના બદલે યુવકે માતાને પણ અભદ્ર શબ્દો કહ્યા હતા. બાદમાં બંને બાળકીઓની માતાને ધમકી પણ આપી હતી. જે બાદ મહિલાઓએ યુવકને શબક શીખવાડવાનું નક્કી કર્યુ અને એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે, આરોપી યુવક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે (Ahmedabad news) આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે, સરદારનગર વિસ્તારમાં એક 30 વર્ષીય મહિલા તેના પરિવાર સાથે રહે છે. પરિવારમાં પતિ અને બે દીકરીઓ છે. મહિલાનો પતિ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આ મહિલાના પાડોશમાં ચંદુ સંઘવાણી નામનો યુવક રહે છે. ઘટના શનિવારની છે. એ સમયે મહિલાનો પતિ રિક્ષા લઈને કામકાજ માટે ગયો હતો. એ સમયે તેની બંને દીકરીઓ ઘરની પાસે રમી રહી હતી. ત્યારે મહિલાના પાડોશમાં રહેતો ચંદુ સંઘવાણી તેની ગેલેરીમાં નગ્ન થઈને ઊભો હતો. ચંદુ સંઘવાણી બંને બાળકીઓને જોઈને અશ્લીલ ઈશારાઓ કરતો હતો.

બાળકીઓએ આ વાતની જાણ તેની માતાને કરી હતી. જેથી માતાએ ચંદુ સંઘવાણીને ઠપકો આપ્યો હતો. મહિલાની વાત સાંભળીને ચંદુ સંઘવાણી ઉશ્કેરાઈ ગયો હતો અને મહિલાને અપશબ્દો કહેવા લાગ્યો હતો. જે બાદ મોટો ઝઘડો થયો હતો. એટલે આસપાસના લોકો પણ એકત્ર થઈ ગયા હતા. સ્થાનિક લોકોએ ચંદુ સંઘવાણીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પણ તે સમજ્યો નહોતો. આખરે ચંદુ સંઘવાણીની આ વાતથી કંટાળીને મહિલાએ પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી. એટલે આરોપી ચંદુ સંઘવાણી ત્યાંથી નાસી છૂટ્યો હતો. એ પછી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. બાદમાં મહિલાએ આ અંગેની ફરિયાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં કરી હતી. પોલીસે ચંદુ સંઘવાણી વિરૂદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Source link