સરકાર પરનું દેવું 1 ટકા વધીને 147.19 લાખ કરોડ થયું

92,371.15 કરોડ પરત મળ્યા

92,371.15 કરોડ પરત મળ્યા

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બીજા ક્વાર્ટરમાં સરકારે સિક્યોરિટીઝ દ્વારા 4.06 લાખ કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. ક્રેડિટ પ્રગ્રામ હેઠળસૂચિત રકમ 4.22 લાખ કરોડ હતી.

આવા સમયે, 92,371.15 કરોડ પરત મળ્યા હતા. આ ઉપરાંત 2022-23ના બીજા ક્વાર્ટરમાં વેઇટેડએવરેજ યીલ્ડ પ્રથમ ક્વાર્ટરમાં 7.23 ટકાથી વધીને 7.33 ટકા થઈ હતી.

  • પ્રથમ ક્વાર્ટરમાં જવાબદારી રૂપિયા 145.72 લાખ કરોડ હતી
  • સરકાર સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન કેશ મેનેજમેન્ટ બિલ દ્વારા કોઈ રકમ એકત્ર કરી શકી નથી
  • આરબીઆઈએ સરકારી સિક્યોરિટીઝ માટે કોઈ ઓપન માર્કેટ કામગીરી હાથ ધરી નથી.
વિદેશી વિનિમય અનામત : હજૂ પણ 105.98 બિલિયન ડોલરની અછત

વિદેશી વિનિમય અનામત : હજૂ પણ 105.98 બિલિયન ડોલરની અછત

30 સપ્ટેમ્બરના રોજ દેશનું વિદેશી મુદ્રા ભંડાર 532.66 બિલિયન ડોલર હતું. આ અગાઉ 24 સપ્ટેમ્બર, 2021ના રોજ તે 638.64 બિલિયન ડોલર હતું. તેની સરખામણીમાં વિદેશી મુદ્રા ભંડાર હજૂ પણ 105.98 બિલિયન ડોલરથી ઓછો છે.

રૂપિયો : ડોલર સામે 3.11 ટકા તૂટ્યો

રૂપિયો : ડોલર સામે 3.11 ટકા તૂટ્યો

સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન ડોલર સામે રૂપિયો 3.11 ટકા નબળો પડ્યો હતો. 1 જુલાઈ, 2022ના રોજ, ડોલર સામે રૂપિયાનું મૂલ્ય 79.09હતું, જ્યારે 30 સપ્ટેમ્બર, 2022ના રોજ, મૂલ્ય ઘટીને 81.55 થઈ ગયું હતું.

Source link