સંબંધ કે સ્મશાન????

સંબંધ કે સ્મશાન

સંબંધ કે સ્મશાન ??

આધુનિક ટેકનોલોજીના માર્ગ પર દોટ મુકતો માનવી અને આગળને આગળ પ્રગતિ કરતા કરોડો જીવનને શું ખબર હતી કે એના જીવનમાં એક એવો સમય કે એક એવી પરિસ્થિતિ આવશે કે જેના લીધે અચાનક જ બ્રેક વાગશે અને થોડા સમય માટે બધું જ થંભી જશે. આ યુગમાં ને બદલાતા સમયમાં બધા જ પાસામાં આપણને હમેશાં જીત મળતી રહી છે. હા આપણે  મેળવતા પણ આવ્યા છીયે જેનો ગર્વ થવો જ જોઇએ. પણ કોઇ એવી શક્તિ છે જે આપણા શ્વાસ ચાલવાનું કારણ છે, જે દુનિયાને ચલાવી રહી છે જેને ભગવાન કહો કે કુદરત જે આપણા થી પણ દસ ડગલા આગળ ચાલે છે. સૌ કોઇ જાણે જ છે આજની બેકાબુ પરિસ્થિતિને. જેની સામે આખા વિશ્વમાં લખો જિંદગી બચવાનો પ્રયત્ન થયો છતા આપણે બચાવી શકતા નથી.

સંબંધ કે સ્મશાન

                મારા પ્રિય વાચક મિત્રો તમે સૌ સમજી જ ગયા હશો હું શેની વાત કરું છું.  લગભગ જાન્યુઆરી 2020 થી શરુ થયેલા કોરોના19 નો સમય અને વધુને વધુ ગુંચવાયા કરતી આજની પરિસ્થિતિ. પુરા વિશ્વમાં લખો જિંદગીઓ જીવન અને મોત સામે સતત લડી રહી છે. આ સંધર્ષમાં કોઇ જીવનને જીતી જાય છે જીવવાના નવા હોશ અને જોશ સાથે ફરી જિંદગી ધબકતી કરી જાય છે પણ જો મોત બાજી મારી જાય ને જિંદગી હારી જાય તો “રામ નામ સત્ય હૈ” ખાલી આટલું બોલ્યા સિવાય કાંઇ બાકી રહેતું નથી.

સંબંધ કે સ્મશાન

 આપણી નજર સામે ઘણા પરિવારે જ એના સભ્યોને મોતના ઘાટે ઉતરતા જોયા હશે અને ત્યાં સુધી કે આપણે જાણીયે છીયે પ્રિયજનના અંતિમસંસ્કારની વિધિ પણ પરિવારનાં લોકોના હાથમાં નથી. જરા થોડો વિચાર કરો કે અચાનક જ વધતા જતા કોરોનાના દર્દીઓની સંખ્યા સૌ કોઇ જાણતું જ હશે મારે વધુ કહેવાની જરુર નથી છતા કઈ થયું જ નથી, અમને કાંઈ કોરોના બોરોના નઇ થાય, અમારું કોરોના શું ઉખાડી લેવાનો એવા રુઆબ થી લોકો કારણ વગર ફરવા નીકળે છે. પોતાને કંઈક વધુ જ બુદ્ધિશાળી સમજે છે, પણ ચેતતા નર સદા સુખી આવી એક કહેવત છે. અને WHO (World health Organization) એ જણાવેલ કોરોના પ્રોટેક્શના નિયમો પાળતા નથી. માસ્ક પહેરતા નથી, સોશિયલ ડિસ્ટન્સ જાળવતા નથી, વારંવાર હાથ ધોતા નથી. અને બીજી એક વાત મારે ખાસ કરવી છે કાઠિયાવાડી સમાજમાં એવી વર્ષોથી પરંપરા ચાલતી આવે છે કે સમાન્ય રીતે નજીક કે દુર ના પરિવારમાં કોઇ પણ સભ્ય બિમાર પડ્યું હોઇ તો રુબરુ જઈ ને ખબર અંતર પુછવા જે ખુબ જ સરસ, સારી વાત છે જેને કારણે પ્રેમભાવ જળવાય, દરેક સભ્યો એક બીજાને મળે સંબંધો સારા ખીલે ને મજબુત થાય તેમજ ખરાબ સમયમાં ટેકો અને હુંફ રહે. આ રિવાજનું મને ખુબ માન છે અને તે જળવાઈ રહેવો જોઇએ. પણ એવું નથી લાગતુ કે થોડા સમય પુરતો આ રિવાજને થોભાવી દેવો જોઇએ?  આ સમયને અને પરિસ્થિતિને  ધ્યાનમાં રાખી ને ખબર અંતર પુછવા રુબરુ મળવાનું ટાળી નહિ શકીયે? પરિવારના દુરના કોરોનાનો ચેપ લાગેલા કોઇ સાગા સબંધીને ફોન દ્વારા જ ખબર પુછી લો.

સંબંધ કે સ્મશાન

એક વાત ધ્યાનમાં રાખો કે કોરોના દર્દીના સંપર્કમાં આવતા થશે એવું કે, જે વ્યક્તિનું શારિરિક અને માનસિક આરોગ્ય ખુબ સરસ છે અને રોગપ્રતિકારક શક્તિ ખુબ સારી છે તે શરીર કોરોના સામે લડી લેશે, શરીરમાં કોઇ લક્ષણો જણાશે નહિ પણ તમારા પરિવારમાં સૌ કોઇની રોગપ્રતિકારક શક્તિ તમારા જેવી ના હોય ઓછી પણ હોઇ શકે જેમ કે બાળકો, મોટી ઉંમરના વડિલો અથવા બીજા કોઇ રોગ જેમ કે ડાયાબીટીસ, બીપી કે હૃદયનું ઓપરશન કરાવેલ વ્યક્તિની રોગપ્રતિકાર શક્તિ ઓછી હોય શકે તો તમારો ચેપ લાગવાના વધુ ચાન્સ રહેશે અને કોરોનાનો શિકાર થશે અને કોરોના થાય એટલે તમને ખબર છે આગળ મારે તમને કહેવાની જરુર નથી. હું તમને ડરાવતી નથી પણ જે છે એ હાલની પરિસ્થિતિનું સત્ય ચિત્ર બતાવું છું. એવું ના થાય કે અમુક સબંધોને સાચવવાનો રસ્તો સ્મશાને જતો હોઇ.

સંબંધ કે સ્મશાન

આવા સમયમાં જોઇએ જ છીયે હજુ પણ ઘણા લોકો ખુબ કાળજીપૂર્વક ધ્યાન રાખીને સાથ સહકાર આપે છે અને બીજી જ બાજુ ઘણા લોકોની બેદરકારી અને લાપરવાહીને લીધે વધુને વધુ ફેલાતો જાય છે અને આમા તો એવા લોકોની સારવાર કરતા કેટલાય ડૉકટરો, હોસ્પિટલના કર્મચારી પણ કોરોનાના શિકાર થયા છે. બીજાની જિંદગી બચાવવા માટે આ લોકો મોતને ઘાટ ઉતર્યા છે, જેના આંકડા ટીવી કે ન્યૂઝમાં આવતા જ હશે. મારા પ્રિયવાચક મિત્રો આ વાયરસની  ચોક્કસ દવા કે રસી ના શોધાય ત્યાં સુધી થોભી જાઓ. કારણ વગર બહાર જવાનુ ટાળો અને જો અચાનક જ જવાનુ થાય તો કોરોના થી બચવા માટેની સરકારે આપેલી ગાઈડલાઈનને અનુસરો. પ્રાણાયમ, યોગ(સૂર્યનમસ્કાર), વ્યાયામ દરરોજ ફરજિયાત કરો જેના થી રોગપ્રતિકાર શક્તિ વધશે અને ચેપ લાગવાની શક્તાનો દર પણ નહિવત રહેશે. સાથે સાથે ઘરે આયુર્વેદિક ઇલાજ જેમકે આદુ+તુલસી+મધનો રસ, સુંઠની ધુમડી લો. બહાર જાવ ત્યારે કપુર+થોડા લવિગની નાની પોટલી બનાવી સાથે રાખો. ખોટો ડર મન માંથી કાઢી નાખો હકારાત્મક વલણને જાળવી રાખો. ઘરમાં રહીને સારા પુસ્તકો વાંચો અથવા તમને ગમતી કોઇ પ્રવૃતિ કરો. સમયનો સદઉપયોગ કરો. ભગવાન પર વિશ્વાસ રાખજો આ સમય છે જતો રહેશે.

© dr.dhruvika talaviya

જો તમને આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો!…..