સંપર્ક વિહોણી થયેલી સુરત-ભરૂચની 4 યુવતીઓ રોમાનિયા પહોંચતા પરિવારને હાશકારો

 

Gujarati Students Stranded in Ukraine: રોમાનિયા બોર્ડ પર અટવાયેલા ભારતીય વિદ્યાર્થીઓ જેમ જેમ બોર્ડર ક્રોસ કરીને રોમાનિયા આવી એરપોર્ટ પહોંચી રહ્યા છે તેમ તેમ મોટાભાગના ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓના મોબાઈલ ફોનનની બેટલી ઉતરી ગઈ હોવાથી સંપર્ક વિહોણા બન્યા છે. આ દરમિયાન સુરત ભરૂચની 4 દીકરીઓનો પણ સંપર્ક તૂટી જતાં વાલીઓ ચિંતિત બન્યા હતા. જો કે, થોડા સમય બાદ ફોન આવતા તેમના જીવમાં જીવ આવ્યો હતો.

 

સુરત: યુક્રેન ખાતે ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓ સહિતના નાગરિકોને પરત લાવવા માટેના ચાલતા ઓપરેશન ગંગા અંતર્ગત કુલ 123 જેટલા ગુજરાતીઓની વતન વાપસી થઈ છે. આ ઉપરાંત ફસાયેલા અન્ય વિદ્યાર્થીઓને પણ પરત લાવવાની કામગીરી ચાલુ છે તે દરમિયાન યુક્રેનમાં ફસાયેલા 1386 નાગરિકોની માહિતી હેલ્પલાઈન થકી મળી છે. ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓ યુક્રેનથી રોમાનિયા બોર્ડર સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે સુરત અને ભરૂચની ચાર દીકરીઓ રોમાનિયા બોર્ડર પર પહોંચતા પરિવારને હાશકારો થયો છે. પરિવારો દ્વારા ફસાયેલા લોકોને વહેલી તકે સરકાર પરત લાવે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે.

સુરત-ભરૂચની 4 વિદ્યાર્થિની રોમાનિયા બોર્ડર પર પહોંચી
પ્રાપ્ત માહિતી અનુસાર યુક્રેનથી રોમાનિયાની બોર્ડર પહોંચી સંપર્ક વિહોણી થયેલી સુરતની ત્રણ સહિત ચાર વિદ્યાર્થિનીઓનો સંપર્ક થતાં પરિવારના જીવમાં જીવ આવ્યો છે. પરંતુ એરપોર્ટ પર 1200થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ પરત ફરવાની રાહ જોઈ રહ્યા હોવાથી સરકાર વધુને વધુ ફ્લાઈટ મોકલી તેમને એરલિફ્ટ કરવામાં આવે તેવી માંગણી પરિવારો દ્વારા કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધને આજે સાતમો દિવસ છે. દહેશત વચ્ચે હજી પણ અનેક વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા હોવાથી વાલીઓના શ્વાસ અદ્ધર થઈ ગયા છે.

ઉલ્લેખનીય છે કે, રશિયાએ યુક્રેન પર હુમલો કરી દેતા ત્યાં રહેતા ભારતીય નાગરિકો તતા વિદ્યાર્થી વતન પરત ફરવા માટે ટ્રેન કે બસ, વાહનની વ્યવસ્થા કરીને નજીકના દેશ પોલેન્ડ કે રોમાનિયા બોર્ડર પર પહોચી રહ્યા છે. જેમાં સુરતની ત્રણ તથા ભરૂચની એક મળીને ચાર વિદ્યાર્થીઓ રોમાનિયા બોર્ડર પર પહોંચતાં વાલીઓ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. જો કે, ફરીથી વિદ્યાર્થીઓનો ફોન આવતા વાલીઓને રાહત થઈ છે. ચારેય વિદ્યાર્થિનીઓ બોર્ડ ક્રોસ કરીને રોમાનિયા એરપોર્ટ પર પહોંચી ગઈ છે પરંતુ ત્યાં પણ જોરદાર ભીડ હોવાનું જાણવા મળ્યું છે. જો કે, બીજી તરફ માતા-પિતા સંતાનોને સાંત્વના આપી રહ્યા છે તમને કશુ થવાનું નથી હિમત ના હારશો.

મોબાઈલ ફોન ચાર્જ કરવા માટે લાગી લાઈનો
મીડિયા રિપોર્ટ અનુસાર રોમાનિયા એરપોર્ટ પર લગભર 1200થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકો પ્લેન આવવાની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન બોર્ડર ક્રોસ કરીને રોમાનિયા એરપોર્ટ સુધી પહોંચતા મોટાભાગના વિદ્યાર્થીઓની મોબાઈલની બેટરી ઉતરી ગઈ હોવાથી તેઓ સંપર્ક વિહોણા બન્યા છે. આથી વતનમાં માતા-પિતા અને પરિવારજનો ચિંતા કરતા હોવાથી રોમાનિયા એરપોર્ટ પર ચાર્જિંગની વ્યવસ્થા હોવાથી દરેક મોબાઈલ ફોન ચાર્જ કરવા માટે દોડાદોડી કરતા લાંબી લાઈનો જોવા મળી હતી.

 

Source link