Sports
oi-Balkrishna Hadiyal
નવી દિલ્હી : રાહ જોવાઈ રહી હતી ત્યારે હવે બીસીસીઆઈએ શ્રીલંકા સામે ટી20 અને વન ડે સિરીઝ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. રોહિત શર્મા સતત ઈજાગ્રસ્ત ચાલી રહ્યો છે ત્યારે હવે T20 ટીમની કેપ્ટનશીપ હાર્દિક પંડ્યાને આપવામાં આવી છે. સુર્યકુમાર યાદવને તેના સારા પ્રદર્શનનું પરિણામ મળ્યુ છે અને તેને વાઈસ કેપ્ટન બનાવાયો છે. બીજી તરફ વનડે સિરિઝમાં રોહિત શર્મા જ કેપ્ટનશીપ સંભાળશે.
ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ
હાર્દિક પંડ્યા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ (વાઈસ-કેપ્ટન), ઈશાન કિશન, રુતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, હર્ષલ પ્લેટ, ઉમરાન મલિક, શિવમ માવી અને મુકેશ કુમાર
વન ડે સિરીઝ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ. મોહમ્મદ શમી, મો. સિરાજ, ઉમરાન મલિક અને અર્શદીપ સિંહ
અહીં તમને જણાવી દઈએ કે, રોહિત શર્મા સતત ઈજાના કારણે ટીમમાંથી બહાર ચાલી રહ્યો છે. તે વન ડે સિરીઝ સુધીમાં ફીટ થઈ જશે અને કેપ્ટનશીપ સંભાળશે.
English summary
Team announced for ODI and T20 series against Sri Lanka
Story first published: Tuesday, December 27, 2022, 22:51 [IST]