શ્રીલંકામાં કટોકટીની ઘોષણા, આર્થિક સંકટના કારણે થઈ રહ્યા છે હિંસક પ્રદર્શન | Sri Lanka president Declares public Emergency from 1st april

કોલંબોઃ શ્રીલંકામાં આવેલ આર્થિક સંકટની સ્થિતિ એટલી હદે બગડી ગઈ છે કે ત્યાંના રાષ્ટ્રપતિ ગોટાભાયા રાજપક્ષેએ ઈમરજન્સીની ઘોષણા કરી દીધી છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિની આ ઘોષણા બાદ આ દેશમાં 1 એપ્રિલથી જ ઈમરજન્સી લાગુ થઈ ગઈ છે. શુક્રવારે મોડી રાતે રાજપક્ષે તરફથી આ ઘોષણા કરવામાં આવી છે.

 

Sri Lanka

 

શ્રીલંકાના રાષ્ટ્રપતિના આવાસ સુધી પહોંચ્યા પ્રદર્શનકારી

શ્રીલંકાઈ મીડિયા રિપોર્ટસ મુજબ રાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી જાહેર કરેલી એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે રાષ્ટ્રપતિ રાજપક્ષેના આવાસ પાસે થયેલી હિંસામાં એક કટ્ટરપંથી સમૂહ શામેલ હતો. આ હિંસક પ્રદર્શનને લઈને ઘણા પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી છે. સ્થિતિની ગંભીરતાને સમજીને દેશમાં ઈમરજન્સીની ઘોષણા કરવામાં આવી રહી છે.

દેશમાં ઈંધણની ભારે કમી

તમને જણાવી દઈએ કે શ્રીલંકા હાલમાં ભારે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યુ છે. દેશમાં ઈંધણ સાથે-સાથે ઘણી જરુરી વસ્તુઓની ભારે તંગી છે. ઘણા કલાકો શ્રીલંકામાં હવે પાવર કટ થઈ રહ્યો છે. દેશમાં સ્થિતિ એવી છે કે કાગળની ઉણપના કારણે બધી પરીક્ષાઓને અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરવી પડી છે.

રાષ્ટ્ર્પતિ આવાસની બહાર થવા લાગ્યા હિંસક પ્રદર્શન

તમને જણાવી દઈએ કે આર્થિક સંકટ ઉભુ થવાના કારણે શ્રીલંકાના રાષ્ટ્રપતિ સામે જબરદસ્ત પ્રદર્શન થઈ રહ્યુ છે. ગુરુવારે તો આ પ્રદર્શને હિંસક રૂપ લઈ લીધુ અને રાષ્ટ્રપતિના આવાસ સુધી પ્રદર્શનકારીઓએ વિરોધ કરવાનુ શરુ કરી દીધુ. ગુરવારે રાષ્ટ્રપતિ આવાસની બહાર સેંકડો પ્રદર્શનકારીઓ જમા થયા અને હિંસક પ્રદર્શન કર્યુ. આ પ્રદર્શનકારીઓની એ માંગ હતી કે આર્થિક સંકટ માત્ર રાષ્ટ્રપતિની નિષ્ફળતાઓના કારણે ઉભુ થયુ છે. માટે તેમણે રાજીનામુ આપી દેવુ જોઈએ. આ માંગને લઈને પ્રદર્શનકારીઓનો વિરોધ વધ્યો અને આંદોલન હિંસક થઈ ગયુ.

હિંસક પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ આવાસ પાસે ઘણી ગાડીઓમાં આગ લગાવી દીધી. રાષ્ટ્રપતિના આવાસ પાસે લાગેલા સ્ટીલ અવરોધકને પાડી દીધા બાદ પ્રદર્શનકારીઓ પર પોલિસે અશ્રુ ગેસના ગોળા છોડ્યા અને પાણીનો મારો ચલાવ્યો. આ દરમિયાન ઘણાની ધરપકડ પણ થઈ. કોલંબો શહેરના મોટાભાગના હિસ્સાઓમાં અમુક સમય માટે કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે.

Source link