શ્રીલંકન સરકારે 20 હજાર સૈનિકોને નોકરીમાંથી કાઢ્યા, જાણો શું છે કારણ?

World

oi-Balkrishna Hadiyal

|

Google Oneindia Gujarati News

શ્રીલંકામાં મોટી બબાલ બાદ હવે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. હવે શ્રીલંકન સરકારે 20 હજાર સૈનિકોને નોકરીમાંથી કાઢી મુક્યા છે. આ મુદ્દે કારણ આપતા સરકારે કહ્યું કે, લાંબા સમયથી ગેરહાજર રહેલા સૈનિકોને કાઢી મૂકવામાં આવ્યા છે. આ જવાનો સામે કોઈ કાર્યવાહી નહીં કરાય. અહીં તમને જણાવી દઈએ કે, વિક્રમસિંઘે સરકારે ખર્ચ ઘટાડવા સેનામાં 16 હજાર જગ્યાઓ ઓછી કરવાનો નિર્ણય લીધો છે.

આ બાબતે જાણકારી આપતા શ્રીલંકાના સરક્ષણ મંત્રાલયના પ્રવક્તા કર્નલ નલિન હેરાથે જણાવ્યુ કે, 15 નવેમ્બરથી 31 ડિસેમ્બર 2022 સુધી સંબંધિત ફરજ પર લાંબા સમયથી ગેરહાજર સૈન્ય ભગોડોને આપવામાં આવેલી માફી લાગુ છે. મંગળવાર સુધીમાં આવા 19,000થી વધુ લશ્કરી કર્મચારીઓને સેવામાંથી હટાવાયા છે. હેરાથે વધુમાં કહ્યું કે, હાલમાં વિદેશમાં રહેલા સૈન્ય કર્મચારીઓને પણ આ સુવિધા આપવામાં આવી છે. આ હેઠળ તેઓ તેમની ફરજમાં જોડાયા વિના માફી યોજનાનો લાભ લઈને નોકરી છોડી શકે છે.

તેમણે આગળ જણાવ્યુ કે, હટાવવામાં આવેલા જવાનોમાંથી 17,322 આર્મીના, 1,145 નેવીના અને 1,038 એરફોર્સ જવાનો છે. કર્નલ હેરાથે કહ્યું કે, આ સૈનિકોને ઔપચારિક પ્રક્રિયા બાદ કાયદેસર રીતે હટાવાયા છે.

અહીં તમને જણાવી દઈએ કે, આ પહેલા IMFએ ખર્ચ ઘટાડવા માટે શ્રીલંકા સરકાર સામે શરત રાખી છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે ગયા મહિને પ્રસ્તાવ મૂક્યો હતો કે સૈનિકો સ્વૈચ્છિક નિવૃત્તિ લેવાના પ્રયાસો કરવામાં આવે. આનાથી સંરક્ષણ ખર્ચમાં ઘટાડો થઈ શકે. અહીં તમને જમાવી દઈએ કે, શ્રીલંકામાં પેન્શન મેળવવા માટે સૈનિકે 22 વર્ષ સુધી સેવા આપવી પડે છે. 12 વર્ષ પછી પેન્શન વગર નોકરી છોડી શકે છે.

English summary

Sri Lankan government sacked 20 thousand soldiers, know what is the reason?

Story first published: Wednesday, December 21, 2022, 21:26 [IST]

Source link