શોર્ટ ડ્રેસ પહેરીને કરિશ્માએ આપ્યા પાર્ટી પોઝ, ક્રિસમસ લૂક પરથી નહીં હટે તમારી નજર

Karisma Kapoor Latest Photos: 48 વર્ષની ઉંમરે પણ કરિશ્મા કપૂરની સ્ટાઇલિંગ સેન્સ એટલી જોરદાર છે કે તેની દરેક અદા ફેન્સને પસંદ આવી જાય છે. આ એક્ટ્રેસ પોતાના ફેશન લુક્સથી પરફેક્ટ દેખાવામાં કોઇ કસર નથી છોડતી.

ટ્રેન્ડી ફેશનને ફૉલો કરવાથી લઇને ક્લાસી પોઝમાં લોલો એકદમ આગળ છે. ફેશન જ નહીં, પણ કરિશ્મા તેની બ્યૂટીનો પણ એટલો જ ખ્યાલ રાખે છે. ક્રિસમસ સેલિબ્રેશન દરમિયાન તેની ઝલક જોવા મળી હતી, જ્યારે કરિશ્માએ પોતાનો એક પાર્ટી લૂક શૅર કર્યો હતો. આ તસવીરમાં તેણે પ્રિન્ટેડ ગ્રીન કલરનો શોર્ટ ડ્રેસ પહેર્યો હતો, જેમાં કાતિલાના પોઝથી ફોટોસીરિઝમાં ચાર ચાંદ લગાવી દીધા છે.

(Images: Instagram/ @therealkarismakapoor)

​વિન્ટર સિઝન માટે બેસ્ટ

કરિશ્માએ જે ડ્રેસ પહેર્યો હતો, તેનું ફેબ્રિક હેવું જેને તમે સરળતાથી વિન્ટર સિઝન માટે પણ કૅરી કરી શકો છો. આ શોર્ટ લેન્થ આઉટફિટની સાથે તમે શીયર સ્ટોકિંગ્સ પહેરી શકો છો. એક્ટ્રેસના ગ્રીન કલરના આઉટફિટ પર બ્લેક ફ્લોરલ થ્રેડ એમ્બ્રોયડરી કરવામાં આવી હતી.

​નેક ડિટેલ્સ અને લોન્ગ બૂટ્સ

ફૂલ સ્લિવ્સવાળા આ ડ્રેસમાં ફ્રન્ટ નેકલાઇનમાં ઇલાસ્ટિક આપવામાં આવી હતી, જેમાં ડ્રો-સ્ટ્રિંગ જોવા મળી રહી છે. જ્યારે કી-હોલ ડિટેલ ઉમ્ફ ફેક્ટર વધારવાનું કામ કરી રહી છે. કરિશ્માએ પોતાના લૂકને કમ્પલિટ કરવા માટે બ્લેક કલરના લોન્ગ બૂટ્સ પહેર્યા હતા.

​બોલ્ડ રેડ લિપ્સ

પોતાના પાર્ટી લૂકને કમ્પલિટ કરવા માટે કરિશ્માએ હેવી ફાઉન્ડેશન, મસ્કારા, શાર્પ ક્યોન્ટ્યોર, બોલ્ડ રેડ લિપ શેડ, ડિફાઇન્ડ આઇબ્રોઝની સાથે વાળને સ્લિક ટોપ બનમાં સ્ટાઇલ કર્યા હતા.

દિયરના લગ્નમાં ઇશા અંબાણી પર ભારે પડી દેરાણીની સુંદરતા, વેડિંગ આઉટફિટ્સ પર કરો નજર

આ વર્ષે લગ્નના બંધનમાં બંધાયેલી કઇ એક્ટ્રેસનો બ્રાઇડલ લૂક રહ્યો ટોપ પર! Wedding Albumની તસવીરો

Source link