ફિફા વર્લ્ડ કપમાં વધુ એક વિવાદ
હાલમાં જ જર્મનીને તેના પ્રથમ મેચમાં જાપાન સામે હાર મળી હતી. આ મેચમાં જર્મન ગોલકીપર કેવિન ટ્રેપની ફિયાન્સે અને મોડલ ઇઝાબેલ ગૌલાર્ટે વિવાદને જન્મ આપ્યો છે. ઇઝાબેલ આ મેચમાં ટ્રેપ નંબરની જર્સી પહેરીને મેદાનમાં આવી હતી. તેની જર્સીની તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
ઈઝાબેલના હોટ અંદાજે વિવાદ છેડ્યો
લેટેસ્ટ ફોટોમાં ઈઝાબેલ કેવિન ટ્રેપની જર્સી 12 નંબરની જર્સીમાં જોવા મળી રહી છે. હવે આ જર્સીને લઈને સતત વિવાદ વધી રહ્યો છે. એક તરફ વિવાદ થઈ રહ્યો છે તો બીજી તરફ ઇઝાબેલની જર્મની ટીમના ગોલકીપર કેવિન ટ્રેપની 12 નંબરની જર્સીની તસવીરોને ફેન્સે પસંદ આવી રહી છે.
ઘુંટણથી નીચે સુધીના કપડા ફરજીયાત છે
કતરમાં ફિફા વર્લ્ડ કપ માટે કેટલાક નિયમો બનાવાયા છે. આ નિયમો અનુસાર, ઘુંટણથી નીચે સુધીના કપડા ફરજીયાત કરાયા છે. ત્યારે હવે ઇઝાબેલની આ તસવીરોમાં તે શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. જેને લઈને વિવાદ પેદા થયો છે.
ઇઝાબેલ કેવિન ટ્રેપ 2015થી એકબીજાને ડેટ કરી રહ્યા છે
ઇઝાબેલ અને જર્મન ગોલકીપર કેવિન ટ્રેપ 2015થી એકબીજાને ડેટ કરી રહ્યા છે. આ પહેલા ઇઝાબેલ 2005 થી 2008 સુધી વિક્ટોરિયાની સિક્રેટ મોડલ્સ રહી ચુકી છે.
2018માં બન્નેએ સગાઈ કરી હતી
2018માં ઇઝાબેલ અને કેવિન ટ્રેપે ત્રણ વર્ષની રિલેશનશીપ પછી સગાઈ કરી હતી. 2018માં તેમની સગાઈ થઈ હતી. ઇઝાબેલ ફૂટબોલની દુનિયામાં જાણીતું નામ છે અને તેના લાખો ફોલોઅર્સ છે.
ઇઝાબેલના લાખો ફોલોઅર્સ છે
ઇઝાબેલની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, નેમાર જેવા સ્ટાર ફૂટબોલરો તેને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે. ઇઝાબેલના ઈન્સ્ટાગ્રામ પર તેના 4.5 મિલિયન ફોલોઅર્સ છે.