શું ડુંગળીના રસ કે તેલથી વાળનો ગ્રોથ ખરેખર વધે છે? ડર્મેટોલોજીસ્ટ પાસેથી જાણો જવાબ

​શું કહે છે સાયન્સ?

ડર્મેટોલોજીસ્ટ અનુસાર, ટાલ એક ઓટોઇમ્યૂન કન્ડિશન છે જેમાં સ્કાલ્પમાં નાના સર્કલ થઇ જાય છે, આ સર્કલ હેર ફોલિક્સ ડિસ્ટ્રક્શનના કારણે થઇ જતા હોય છે. આ જગ્યા પર વાળ વધારવા માટે કોઇ પણ ઘરેલૂ વસ્તુઓ અપ્લાય કરવાથી સ્કિનને નુકસાન થાય છે.

​વાળ ખરવાનું મુખ્ય કારણ

હેર ફૉલ કે હેર લૉસ પાછળનું મુખ્ય કારણ છે એન્ડ્રોજીનેટિક એલોપેસિયા (ઉંદરી) છે. હાલમાં કોઇ પણ સાયન્ટિફિક દાવાઓ એવું સાબિત નથી કરી રહ્યા કે ડુંગળીના જ્યૂસથી ટાલ કે ઉંદરી પર હકારાત્મક પ્રભાવ પડે છે અને વાળ ફરીથી ઉગે છે.

​ડુંગળીના ફાયદા

ડુંગળીના રસમાં કોઇ પણ ઘાને ઝડપથી રૂઝ લાવવા અને ઠીક કરવાના તત્વો સામેલ છે. સાયન્ટિફિક રીતે પણ એ સાબિત થયેલું છે કે, કોઇ પણ ઘામાં 2 અઠવાડિયાની અંદર જો ડુંગળીનો રસ લગાવવામાં આવે તો ઘા ઝડપથી ઠીક થઇ જાય છે અને નવી ચામડી આવી જાય છે.

​ડુંગળીના રસના વાળ પર ફાયદા

ડર્મેટોલોજીસ્ટ ડો. આંચલ પંથ એવા કેસિસ વિશે વાત કરે છે જેમાં લોકોએ ડુંગળીના રસનો ઉપયોગ કરવાથી તેઓએ સ્કાલ્પમાં સતત ખંજવાળ ઉપરાંત વાળ વધારે ખરવાની ફરિયાદ લઇને આવ્યા છે. જે લોકોએ ટાલ કે ઉંદરીના ભાગે અથવા સ્કાલ્પમાં સીધી રીતે ડુંગળીનો રસ અપ્લાય કર્યો હોય તેઓને સ્કાલ્પની સ્કિનમાં રિએક્શન આવ્યું હતું.

​શું ડર્મેટોલોજીસ્ટ આનો ઉપયોગ કરવાની સલાહ આપે છે?

ડોક્ટર ડુંગળીના રસ કે તેના તેલના ઉપયોગના બદલે અન્ય ઇન્ગ્રિડિયન્ટ્સ જે ડોક્ટર્સ દ્વારા પ્રમાણિત કે તેઓની સલાહ સુચનથી ઉપયોગમાં લેવામાં આવતા હોય તેવી વસ્તુઓનું સુચન કરે છે. ડર્મેટોલોજીસ્ટ અનુસાર, વાળની લંબાઇ અને તેનો ગ્રોથ વારસાગત હોય છે. જો તમારાં વાળ બાળપણથી જ પાતળા હશે તો તેને બદલાઇ શકાતા નથી. જો સમયાંતરે તમારાં વાળ પાતળા થયા હોય તો તેને સારવારથી ફરીથી ઘટ્ટ બનાવી શકાય છે.

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો પર્યાય હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

Source link