શિયાળામાં શરદી-ખાંસીની સમસ્યા શું ઓમિક્રોન બીએફ 7ના લક્ષણો છે? 2 મિનિટમાં ઓળખો

Omicron BF.7 or Cold? Know the Difference: કોરોના વાયરસની મહામારી હજુ સુધી ખતમ નથી થઇ, ચીનમાં કોરોનાના કેસની સંખ્યાએ વૈશ્વિક ચિંતાની લહેર ઉભી કરી દીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઓમિક્રોન સબવેરિએન્ટ બીએફ 7 (Omicron BF.7) તાંડવા મચાવી રહ્યો છે. દેશમાં દરરોજ નવા કેસ સામે આવી રહ્યા છે અને લોકોના મોત થઇ રહ્યા છે.

આ વાયરસ ભારત સહિત અનેક દેશોમાં ફેલાઇ ચૂક્યો છે. ઓમિક્રોન બીએફ 7ના લક્ષણો એટલાં ગંભીર નથી પરંતુ તેમાં ઝડપથી ફેલાવાની ક્ષમતા છે, તે એકસાથે ઓછામાં ઓછા 18 લોકો સંક્રમિત કરી શકે છે. સૌથી મોટું કન્ફ્યૂઝન તેના લક્ષણોને લઇને છે. ઓમિક્રોન સબવેરિએન્ટ હોવાના કારણે તેના લક્ષણોમાં પણ શિયાળામાં જોવા મળતા સામાન્ય તાવ, શરદી, ખાંસી, નાક વહેવું, ગળામાં ખરાશ જેવી સમાનતા જોવા મળે છે.

શિયાળામાં પણ ઠંડી અને શુષ્ક હવાના કારણે લોકો સામાન્ય તાવમાં જોવા મળતા આ જ લક્ષણોથી પીડિત રહે છે. તેથી જ એ જાણકારી મેળવવી મુશ્કેલ હોય છે કે, આ લક્ષણ વધતી ઠંડીના કારણે છે કે પછી ઓમિક્રોનના કારણે. મેદાંતા હોસ્પિટલમાં સીનિયર ડાયરેક્ટર ઇન્ટર્નલ મેડિસિન ડોક્ટર સુશીલા કટારિયા (Dr. Sushila Kataria, Internal Medicine Doctor)એ આનો જવાબ આપ્યો છે.

(તસવીરોઃ પિક્સાબે.કોમ, ફ્રિપિક.કોમ)

​WHOએ ગણાવ્યો વેરિએન્ટ ઓફ કન્સર્ન

WHO-

TOIને આપેલા એક ઇન્ટરવ્યુમાં ડોક્ટરે જણાવ્યું કે, ઓમિક્રોન બીએફ.7 હાલમાં ચીન, યુરોપ અને અન્ય દેશોમાં કેસની સંખ્યાને પ્રસારિત અને સંચાલિત કરતો પ્રમુખ વેરિએન્ટ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (World Health Organization)એ પણ તેને વેરિએન્ટ ઓફ કન્સર્ન (variant of concern-WHO) જાહેર કર્યો છે. આ જ કારણ છે કે, ભારતમાં પણ બીએફ 7ના કેસની સંખ્યામાં વધારો થઇ શકે છે.

​વેક્સિનેશન બાદ પણ જોખમ

ડોક્ટર અનુસાર, આ વેરિએન્ટ ઓગસ્ટ 2022થી ભારતમાં છે, જેના કારણે તેના કેસની સંખ્યા વધી શકે છે. આ વાયરસ એવા લોકોને પણ સંક્રમિત કરી શકે છે જેઓએ અગાઉ તમામ વેક્સિન લઇ લીધી હોય અથવા પહેલાં કોવિડ-19થી સંક્રમિત થયા હોય.

​લક્ષણોની ગંભીરતા

ઓમિક્રોન બીએફ 7માં ઝડપથી પ્રસારિત થવાની ક્ષમતા છે, પરંતુ તેનાથી હેલ્થકેર સિસ્ટમ પર ખાસ અસર નહીં પડે કારણે કે, આ સંક્રમણ ગંભીર નહીં હોય. અત્યાર સુધીના રિપોર્ટ અનુસાર, આ વેરિએન્ટથી હોસ્પિટલમાં દાખલ થવા અથવા બીમારીનું ગંભીર કારણ બને તેવી શક્યતાઓ ઓછી છે.

​Omicron BF.7ના લક્ષણો સામાન્ય શરદીની માફક

Omicron-BF-7-
  • ગળું ખરાબ થવું
  • તાવ
  • નાક વહેવું
  • ઉધરસ
  • થાક
  • શરીરનો દુઃખાવો
  • માથાનો દુઃખાવો
  • શ્વાસ લેવામાં પરેશાની

​કોરોના કે સામાન્ય તાવ? આ રીતે કરો ઓળખ

ડોક્ટર અનુસાર, તાવ અને ખાંસી જેવા લક્ષણો પાંચ દિવસ બાદ પણ જોવા મળે તો તમારે કોરોના ટેસ્ટ કરાવવો જરૂરી છે. કેટલાંક લક્ષણો જેમ કે શરદી, ફ્લૂ અને અન્ય શ્વસન સંક્રમણોના કારણે પણ જોવા મળે છે, જે દર્દીને કન્ફ્યૂઝ કરી શકે છે.

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો વિકલ્પ હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

ઓમિક્રોનનું પ્રમુખ લક્ષણ છે Hyposmia, નાકમાં થાય છે અસર, જાણો કેવી રીતે કરશો ઓળખ?

એકસાથે આ 6 અવયવો પર અટેક કરશે ઓમિક્રોન બીએફ 7, જાણો લક્ષણો અને બચાવની રીત

Source link