શિયાળાની નાની-મોટી બીમારી સહિત કેન્સર, હૃદયરોગ જેવા 10 રોગથી બચાવશે આ 1 પીણું

 

Fitness Coach’s Remedies for Winter: શિયાળામાં શરીરને અંદરથી ગરમીની જરૂર હોય છે. સ્વેટર, રજાઇ તમારાં બોડીને બહારથી ગરમી પુરી પાડે છે, પરંતુ નિરોગી રહેવા માટે આંતરિક તાપમાન નોર્મલ રહે તે ખૂબ જ જરૂરી છે. તેથી જ આ સિઝનમાં ગરમ પ્રકૃતિવાળા ખાન-પાનનું સેવન પણ એટલું જ જરૂરી છે. આ જ કારણોસર એક્સપર્ટ્સ શિયાળામાં નોર્મલ ચાને બદલે ઉકાળો પીવાની સલાહ આપે છે.

સ્પોર્ટ્સ ન્યૂટ્રિશનિસ્ટ નિધિ ગુપ્તા એક ફિટનેસ કોચ (Nidhi Gupta, Certified Nutritionist and fitness instructor) પણ છે. તેઓ અવાર-નવાર ઇન્સ્ટાગ્રામ પર સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાને દૂર કરવા માટે ઘરેલૂ ઉપચારની માહિતી પણ શૅર કરતા રહે છે. હાલમાં જ તેઓએ શિયાળા દરમિયાન સ્વસ્થ શરીર માટે ઉકાળાની રેસિપી વિશે જણાવ્યું છે. જો આ સિઝનમાં તમે વારંવાર બીમાર રહેતા હોવ તો આ ઉકાળાના સેવનથી તમારી મુશ્કેલીઓ દૂર થઇ શકે છે.

(તસવીરોઃ પિકસાબે.કોમ, ફ્રિપિક.કોમ)

​ઉકાળાથી દૂર થશે આ બીમારીઓ

 • શરદી-ખાંસી
 • કેન્સર
 • હાઇ કોલેસ્ટ્રોલ
 • સોજા
 • લિવર ડિઝિઝ
 • બ્રેઇન ડિઝિઝ
 • હૃદયરોગ
 • હાઇ બ્લડપ્રેશર
 • મેદસ્વિતા
 • ફ્લૂ
 • ડાઇજેશન પ્રોબ્લેમ

​આદુ

NCBIમાં પ્રકાશિત એક સ્ટડી અનુસાર, આદુ શિયાળામાં ગળાની ખરાશ, ગળફાં અને બોડીના સોજાની સમસ્યાને દૂર કરવાનું કામ કરે છે. આદુમાં એન્ટી-ઓક્સિડન્ટ્સ, એન્ટી-ઇન્ફ્લેમેન્ટરી, એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-વાયરલ જેવા ઔષધિય ગુણો મોજૂદ હોય છે. જે તેને શિયાળા માટે સૌથી શ્રેષ્ઠ ઔષધિ બનાવે છે.

તજ

તજ એક ગરમ મસાલો છે, તેથી એક્સપર્ટ શિયાળામાં તેના સેવનની સલાહ આપે છે. આ સાથે જ તજમાં એન્ટી-ડાયાબિટીક ગુણ મોજૂદ હોય છે, જે બ્લડ શુગર લેવલને નોર્મલ રાખવાનું કામ કરે છે. તેમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ્સ, એન્ટી-માઇક્રોબિયલ અને એન્ટી-ઇન્ફ્લેમેન્ટરી ઔષધિય ગુણો કેન્સર, પાચન સંબંધિત બીમારીઓ, સોજા વગેરેથી શરીરની રક્ષા કરે છે.

​જેઠી મધ

જેઠી મધ પ્રાચીન સમયથી આયુર્વેદમાં ઉપયોગમાં લેવાતી જડી-બુટ્ટી છે, તેમાં એન્ટી-સેપ્ટિક, એન્ટી-ડાયાબિટીકથી લઇને એન્ટી-ઓક્સિડન્ટ્સના ગુણો અને શ્વસન તેમજ લિવર સંબંધિત બીમારીઓથી લડવાના ગુણો રહેલા છે. આ સિવાય જેઠી મધ સારાં કોલેસ્ટ્રોલને વધારવા, વજન ઘટાડવા અને ગળાની ખરાશ-ખાંસીના ઉપચારમાં પણ ઉપયોગી છે.

​ઉકાળાની સામગ્રી અને રીત

 • મુલેઠી (જેઠી મધ)
 • આદુ
 • તજ

વિન્ટર સુપર ડ્રિંકને તૈયાર કરવા માટે 3થી 4 કલાક પહેલાં મુલેઠી, આદુ અને તજના એક એક ટૂકડાને લઇ પાણીમાં પલાળો. હવે તેને એક વાસણમાં 5થી 10 મિનિટ સુધી ઉકાળો અને ગાળીને પી જાવ.

​આવી રીતે કરો સેવન

એક્સપર્ટ અનુસાર, તમે તેને સાંજની ચાના સમયે પી શકો છો, બસ તેમાં ચા-પત્તી ના નાખો. આ ડ્રિંકનું સેવન તમે દિવસમાં બે વખત એટલે કે, સવાર-સાંજ પણ કરી શકો છો.

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો પર્યાય હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

 

Source link