શા માટે ડાયેટમાં કરવો જોઈએ ગિલોયનો સમાવેશ? જાણી લો

 

કોરોનાકાળની મહામારીમાં સ્વાસ્થ્ય સાચવવું એ પહેલી પ્રાયોરિટી બની છે. સૌથી પહેલા સ્વાસ્થ્ય અને પછી જ બીજું બધું આવું લોકો ખૂબ જ માનતા થયા છે. કોરોનાકાળમાં લોકો આયુર્વેદ તરફ પણ વળ્યા છે. જે સૌથી સારી બાબત છે. એમાં પણ સૌથી વધુ દબદબો રહ્યો ભારતીય જડીબુટ્ટી ‘ગિલોય’નો.

ગિલોયને અમૃતા પણ કહેવામાં આવે છે. જેણે વૈશ્વિક ખ્યાતિ પ્રાપ્ત કરી છે. દિલના આકારની જડીબુટ્ટીના અનેક લાભ છે અને આયુષ મંત્રાલય દ્વારા કોવિડ-19 રોગીઓ માટે જ આ ગિલોયના ઉપયોગની ભલામણ કરવામાં આવી હતી. જે પછી વ્યાપક રીતે ગોળી, સિરપના રુપમાં તેનું સેવન કરવામાં આવ્યું હતું. આ ગિલોય વિવિધ રીતે શરીરને લાભ આપે છે. આ દરેક ભાગનો ઉપયોગ આયુર્વેદમાં દવાઓ તરીકે કરવામાં આવે છે અને શારીરીક સ્વાસ્થ્ય માટે લાભનો ભંડાર માનવામાં આવે છે. ગિલોયના વ્યાપક રુપથી સ્વીકૃત લાભ અહીં આપવામાં આવ્યા છે.

​શક્તિ વધારનાર

ગિલોયનો તાજો જ રસ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તેમજ તાવને ઓછો કરવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. કારણકે તેમાં જ્વરનાશક ગુણ હોય છે. જ્વરનાશક ગરમીને નિયંત્રીત રવા માટે તેમજ તેને ઓછો કરવાનો ગુણ દર્શાવે છે. ગિલોય શરીરમાં ગરમીની માત્રાને નિયંત્રીત કરે છે. જેથી તાવ પણ ઓછો થાય છે.

​ડાયાબિટિસ

ગિલોયનો કડવો સ્વાદ ડાયાબિટિસના રોગીઓને તેમના લોહીમાં સુગરના સ્તરનું નિયમન કરે છે અને નિયંત્રિત રાખવામાં પણ મદદ કરે છે. આ ઉપરાંત, તે ડાયાબિટિસ સંલગ્ન બીમારીઓ જેવી કે અલ્સર, ઘાવ વગેરેને અંકુશમાં રાખવા પણ મદદ કરે છે કારણકે ગિલોયમાં આ દરેક બીમારીઓ સામે લડવાની અસરકારક ક્ષમતા રહેલી છે. ગિલોય વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. ગિલોયના કારણે અસરકારક રીતે વજન પણ ઘટી શકે છે. જે સમગ્ર સ્વાસ્થ્યની ચાવી છે.

​ચામડી

ગિલોયની ગોળીઓ, ગિલોયને પીસીને તૈયાર કરવામાં આવેલો રસ તેમજ ગિલોયનો ઉકાળો પણ સ્વાસ્થ્ય માટે અસરકારક સાબિત થઈ શકે છે. શરીરમાંથી વિષાણું તેમજ અન્ય ઝેરીલા પદાર્થો બહાર કાઢવામાં ગિલોય મદદ કરે છે. કોલોજન ઉત્પાદન તેમજ ત્વચામાં જો ઉઝરડા પડી ગયા હોય તો ઘાવ ભરવાની પ્રક્રિયાને પણ ઝડપી બનાવે છે. આ માટે ગિલોયના પાનનો પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવવો જોઈએ.

​ડેંગ્યૂ

ડેંગ્યૂ થઈ ગયો હોય તો નિયમિત રીતે ગિલોયનું સેવન તેના જ્વરનાશક ગુણોના કારણે શારીરિક તાપમાનને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે અને રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. ડેંગ્યૂ દરમિયાન મુખ્ય સમસ્યા જેવી કે પ્લેટલેટ કાઉન્ટમાં ઘટાડો થવો, આવી મુશ્કેલી પણ ગિલોયનાસેવનથી જ ઉકેલ આવી શકે છે કારણકે તે પ્લેટલેટ કાઉન્ટ વધારવામાં પણ મદદ કરે છે. આ પ્રકાર વૈજ્ઞાનિક રીતે ડેંગ્યૂના ઈલાજમાં પણ સ્પષ્ટ રીતે અસરકારક સાબિત થયો છે.

​ચમત્કારિક જડીબુટ્ટીથી ઓછી નથી ગિલોય

ભલે ગિલોયના અઢળક ફાયદાઓ હોય પરંતુ આ કોઈ ચમત્કારિક જડીબુટ્ટીથી ઓછું નથી. જોકે, ગિલોયની કેટલીક અસરો વિપરીત પણ થઈ શકે છે. ખાસ તો તેવા લોકો માટે જે લોકો પહેલાથી જ દવા લઈ રહ્યાં છે અથવા તો ઓટો ઈમ્યૂન બીમારીઓ જેવી ગંભીર સ્વાસ્થ્ય બીમારીઓથી પીડિત છે. ગિલોય સારી રીતે અસર કરે તે માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પણ જરુરી છે.

​કબજિયાત

ભલે ગિલોય શરીરને અનેક રીતે ફાયદો પહોંચાડતું હોય પરંતુ પાચન માટે પણ ગિલોય ક્યારેક કબજિયાતની તકલીફ ઉત્પન્ન કરી શકે છે. આ માટે જ કોઈને કબજિયાત હોય તો ગિલોયનું સેવન કરવામાં ધ્યાન રાખવું જોઈએ. ગિલોયનું સેવન કર્યા પછી જો તમને મળત્યાગમાં કોઈ ફેરફાર જોવા મળે તો ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

​ઘટી શકે છે સુગર લેવલ

ડાયાબિટિસને કંટ્રોલ કરવામાં પણ ગિલોય એક સારો અને અસરકારક વિકલ્પ છે. જોકે, તમે જો પહેલાથી જ ડાયાબિટિસની દવા લેતા હોવ તો તમારે ગિલોયનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ અચૂક લેવી જોઈએ. કારણકે ગિલોયનું સેવન કરવાથી તમારૂ સુગર લેવલ પણ ઘટી શકે છે.

​ગર્ભાવસ્થા અને સ્તનપાન

એક્સપર્ટનું સૂચન છે કે ગિલોયનું સેવન ગર્ભાવસ્થા તેમજ સ્તનપાન દરમિયાન પણ પ્રતિકૂળતા ઉત્પન્ન કરી શકે છે. ભલે અત્યાર સુધીમાં આ દાવાને સમર્થન કરનાર કોઈ જ મેડિકલ સબૂત નથી મળ્યા પરંતુ પાણી પહેલા પાળ બાંધવી જોઈએ એ નિયમે ગિલોયનું સેવન કરવાથી બચવું જોઈએ.

Source link