શાઓમીએ તેનો લેટેસ્ટ સ્માર્ટફોન ‘શાઓમી 11T પ્રો 5G’ ભારતમાં લોન્ચ કર્યો છે. સિટી કાર્ડના ગ્રાહકોને લોન્ચિંગ ઓફર હેઠળ 5000 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે.

શાઓમીએ તેનો લેટેસ્ટ સ્માર્ટફોન ‘શાઓમી 11T પ્રો 5G’ ભારતમાં લોન્ચ કર્યો છે. 120Hz રિફ્રેશ રેટ અને 120 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરતા આ ફોનનું લોન્ચિંગ સાથે જ વેચાણ શરૂ થયું છે. ફોનને પાવર આપવા માટે તેમાં ઓક્ટાકોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 888 SoC મળે છે. ફોનના સ્પીકર હર્મન કાર્ડન દ્વારા ટ્યુન કરાયા છે. તે ડોલ્બી એટમોસ સપોર્ટ કરે છે.

કિંમત અને લોન્ચિંગ ઓફર
ફોનનાં 8GB+128GB વેરિઅન્ટની કિંમત 34,999 રૂપિયા, 8GB+256GB વેરિઅન્ટની કિંમત 36,999 રૂપિયા અને 12GB+256GB વેરિઅન્ટની કિંમત 38,999 રૂપિયા છે. ફોનનાં સેલેસ્ટિયલ મેજિક, ગ્રે અને મૂનલાઈટ કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે. ફોનની ખરીદી એેમેઝોન, Mi.com અને ઓફલાઈન રિટેલર્સ પાસેથી કરી શકાશે. સિટી કાર્ડના ગ્રાહકોને લોન્ચિંગ ઓફર હેઠળ 5000 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે
  • આ સ્માર્ટફોન MIUI 12.5 બેઝ્ડ એન્ડ્રોઈડ 11 પર રન કરે છે.
  • ફોનની 6.67 ઈંચની FHD+ AMOLED ડિસ્પ્લે 120Hzનો રિફ્રેશ રેટ આપે છે. તેનો ટચ સેમ્પલિંગ રેટ 480Hzનો છે. તે ડોલ્બી વિઝન સપોર્ટ કરે છે. તેને કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટર પ્રોટેક્શન મળ્યું છે.
  • ફોનમાં ઓક્ટાકોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 888 SoC પ્રોસેસર મળ્યું છે. તે એડ્રિનો 660 GPU અને 12GB સુધીની રેમ સાથે આવે છે. ફોનમાં 3GBની વર્ચ્યુઅલ રેમ પણ મળે છે.
  • ફોનનાં રિઅર કેમેરા સેટઅપમાં પ્રો ટાઈમ લેપ્સ, સિનેમેટિક ફિલ્ટર અને ઓડિયો ઝૂમ સહિતના 50થી વધારે ડાયરેક્ટર મોડ મળે છે.
  • ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી માટે ફોનમાં 108MP (પ્રાઈમરી સેમસંગ HM2 સેન્સર)+8MP (અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ)+5MP (મેક્રો લેન્સ)નું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળે છે.
  • સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે.
  • કનેક્ટિવિટી માટે ફોનમાં 5G, 4G LTE, WiFi 6, બ્લુટૂથ GPS/ A-GPS/NAVIC, NFC, IR (ઈન્ફ્રારેડ) બ્લાસ્ટર અને એક USB ટાઈપ-C પોર્ટ સહિતના ઓપ્શન મળે છે. ફોનમાં એક્સેલેરોમીટર, એમ્બિયન્ટ લાઈટ સેન્સર, બેરોમીટર, જાયરોસ્કોપ, મેગ્નેટિક કમ્પાસ અને પ્રોક્સિમિટી સેન્સર મળે છે.

સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 16MPનો ફ્રન્ટ કેમેરા છે. તે 60fps પર 1080P વીડિયો રેકોર્ડ કરી શકે છે.