શરીરને નબળું અને હાડકાને ખોખરા બનાવી દેશે વિટામિન Kની ઉણપ, ડાયટમાં લો 6 વસ્તુ

Vitamin K Food Sources Gujarati: શરીરમાં ઘણાં વિટામિન્સ અને મિનરલ્સની જરૂર હોય છે. એવામાં જો શરીરમાં વધારે કમજોરી દેખાય તો અનેક પ્રકારની બીમારીઓ થવા લાગે છે.

નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન (NIH) અનુસાર, વિટામિન કે (Vitamin K)ની ઉણપના કારણે પણ અનેક બીમારીઓ થવાનું જોખમ રહેલું હોય છે. જો આ વિટામિનની પર્યાપ્ત માત્રા શરીરમાં મોજૂદ હોય તો કેન્સર જેવી બીમારીઓ નથી થતી, હાડકાના વિકાસમાં મદદ મળી રહે છે આ સાથે જ તે ઇન્સ્યૂલિન પ્રત્યે સંવેદનશીલતામાં પણ વધારો કરે છે.

ડોંબીવલી સ્થિત એચઆરવ્હી મમતા હોસ્પિટલમાં ડાયટિશિયન નેહા ચૌધરી (Neha Chaudhary, Dietitian) અનુસાર, વિટામિન કેના બે ઘટક હોય છે. એક ઘટક હોય છે વિટામિન કે1 (Vitamin K1) જે તમને શાકભાજીમાંથી પ્રાપ્ત થાય છે જ્યારે વિટામિન કે2 (Vitamin K2) માસ અને ઇંડામાંથી પ્રાપ્ત થાય છે.

(તસવીરોઃ પિક્સાબે.કોમ, ફ્રિપિક.કોમ)

​વિટામિન કેની ઉણપથી થતી સમસ્યાઓ

 • હૃદયની કામગીરીમાં અવરોધ
 • હાડકા કમજોર થવા અને તેની સાથે સંબંધિત બીમારીઓ જેમ કે, ઓસ્ટિયોપોરોસિસની શક્યતા
 • લોહીની ધમનીઓ કડક થઇ જવી અને દ્રષ્ટી નબળી થવી
 • દાંત નબળા થવા, બ્રશ કરતી વખતે અથવા સામાન્ય ઇન્જેક્શન લેતી વખતે વધારે લોહી નિકળવું
 • વિટામિનથી કેથી દાંત અને પેઢા મજબૂત બને છે, તેને તૂટવા અથવા સડો થતો અટકે છે
 • નાકમાંથી વારંવાર લોહી પડવું
 • પેશાબમાં લોહી વિટામિન કેની ઉણપના લક્ષણોમાંથી એક છે

​બાળકોને ઉણપના કારણે જોખમ

સેન્ટર ફોર ડિઝિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC.gov.) અનુસાર, ગર્ભાવસ્થા દરમિયાન અને ડિલિવરી બાદ પણ ડોક્ટર ઘણીવાર નવજાતના સ્વાસ્થ્યની તપાસ કરતા રહે છે. આ સાથે જ બાળકોને વિટામિન કેના ઇન્જેક્શન પણ આપવામાં આવે છે. પરંતુ જો બાળકમાં વિટામિન કેની ઉણપ હોય તો તેઓને રક્તસ્ત્રાવી રોગ (Vitamin K Deficiency Bleeding) થઇ શકે છે.

​વિટામિન કે શા માટે જરૂરી છે?

નિષ્ણાત ડોક્ટર અનુસાર, ઘા ભરાવા, લોહીને પાતળું કરવાની દવાઓના હાનિકારક પ્રભાવોને અટકાવવા માટે વિટામિન કેની આવશ્યક ભૂમિકા છે. આ સિવાય નવજાત બાળકોમાં રક્તસ્ત્રાવ સંબંધિત વિકારને અટકાવવા માટે પણ વિટામિન કે જરૂરી છે. આ સિવાય,

 • હાડકાને સ્વસ્થ રાખવા માટે વિટામિન કેની મદદ મળે છે.
 • વિટામિન ડેની સાથે વિટામિન કે હાડકાં અને પેઢાને સ્વસ્થ રાખે છે
 • હાડકાનું ઘનત્વ વધે છે અને વૃદ્ધાવસ્થામાં ખાસ કરીને મહિલાઓમાં ફ્રેક્ચરની સંભાવના ઘટે છે
 • આ વિટામિન ઓસ્ટિયોપોરોસિસ અને હાડકાના નુકસાનથી બચાવે છે
 • વિટામિન કે ધમનીની દીવાલમાં ખનિજકરણને અટકાવે છે અને તેનાથી બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે
 • આ ઉપરાંત તે હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ જરૂરી છે.

​વિટામિન કે માટે ડાયટ

હાર્વર્ડ યુનિવર્સિટી (Harvard School of Public Health) અનુસાર, જો અગાઉ જણાવેલા વિટામિન કેના લક્ષણોનો તમને અનુભવ થઇ રહ્યો હોય તો તેને યોગ્ય ડાયટથી બેલેન્સ કરી શકાય છે. આ માટે તમારે ડાયટમાં કાચા શાકભાજી જેમ કે, કોબિજનું સેવન કરવું જોઇએ. આ ઉપરાંત કાજૂ, કીવી, અનાર અને લીલા પાંદડાવાળા શાકભાજીને ડાયટમાં સામેલ કરવા જોઇએ. આ ઉપરાંત તમે ડોક્ટરની સલાહથી દવા કે વિટામિન સપ્લિમેન્ટ્સ પણ લઇ શકો છો.

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો વિકલ્પ હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

Source link