શરીરને તાકતવર બનાવશે આ શાક, હાડકાં બનશે મજબૂત, હદય રહેશે સ્વસ્થ; આયુર્વેદિક ફાયદાઓ

Tadaljo Benefits in Ayurveda: હેલ્ધી અને ફિટ રહેવા માટે આપણે ઘણીવાર એવી ચીજવસ્તુઓનું પણ સેવન કરીએ છીએ જેના ફાયદાઓ વિશે આપણને સંપુર્ણ માહિતી નથી હોતી. આવી જ એક ચીજ છે ચોળા કે તાદંળજાની ભાજી, જે આમ તો ઉનાળામાં ખવાય છે પરંતુ તે બારેમાસ અવેલેબલ હોય છે. તેના હેલ્થ બેનિફિટ્સ વિશે કદાચ જ યોગ્ય જાણકારી તેઓની પાસે હશે.

અમરંથ (Amaranth), ચોળાઇ કે તાદંળજાના નામે ઓળખાતી આ ખાદ્ય વસ્તુમાં ફાઇબર, ગ્લૂટન ફ્રી, જરૂરી એમિનો એસિડ, લિપિડ, એન્ટી-ઓક્સિડન્ટ્સ અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં રહેલું છે. તે એન્ટી-હાઇપર સેન્સિટિવ, એન્ટી-ઓક્સિડન્ટ્સ, એન્ટીથ્રોમ્બોટિક અને એન્ટ-પ્રોલિફેરેટિવથી ભરેલો ખાદ્ય પદાર્થ છે જે શરીરના અવયવોની કામગીરીને યોગ્ય બનાવવામાં મદદરૂપ થાય છે.

આયુર્વેદિક નિષ્ણાત ડોક્ટર ડિમ્પલ જાંગડા (Dr Dimple Jangda, Ayurveda & Gut Health Coach)એ પોતાના ઇન્સ્ટાગ્રામ પર તાદંળજાની ભાજીના ફાયદાઓ વિશ માહિતી આપી છે. ડોક્ટર અનુસાર, તાદંળજામાં રહેલા ફાયદાકારક પોષક તત્વોના કારણે તેને સુપરફૂડ ગણવામાં આવે છે. તે હૃદય, હાડકાં અને ડાયજેસ્ટિવ સિસ્ટમમાં સુધાર માટે ફાયદાકારક છે.

(તસવીરોઃ પિક્સાબે.કોમ, ફ્રિપિક.કોમ)

હૃદય માટે ફાયદાકારક

તાદંળજામાં રહેલું મેગ્નેશિયમ હાર્ટ હેલ્થ માટે મહત્વપૂર્ણ છે, સાથે જ તેમાં ફેનોલિક એસિડ ભરપૂર માત્રામાં રહેલું હોય છે, જે બીમારીઓને અટકાવવામાં મદદ કરે છે અને હૃદયની માસપેશીઓને મજબૂત કરવામાં સક્ષમ હોય છે. તાદંળજામાં રૂટિન અને નિકોટિફ્લોરિન જેવા ફાઇટોકેમિકલ્સ હોય છે જે બ્લડપ્રેશર ઘટાડવામાં મદદ કરે છે. તાદંળજાના તેલમાં અનસેન્ચ્યુરેટેડ ફેટી એસિડ, ટોકોફેરોલ્સ અને પોલીફેનોલ્સ હોય છે જે ફંક્શનલ ફૂડ (functional food)ના ઉત્તમ ઉદાહરણ છે. આ સિવાય તે સારા કોલેસ્ટ્રોલ, ટ્રાઇગ્લિસરાઇડ્સ, લિપોપ્રોટીન (LDL) અને વીએલડીએની માત્રાને ઘટાડે છે.

​મજબૂત હાડકાં માટે કરો સેવન

તાદંળજામાં કેલ્શિયમ અને ફોસ્ફરસની માત્રા વધારે હોય છે જે હાડકાને મજબૂત બનાવવાનું કામ કરે છે. તેના સેવનની સલાહ ખાસ કરીને મહિલાઓને આપવામાં આવે છે, જેઓને ઓસ્ટિયોપોરોસિસ છે. તાદંળજામાં લાઇસિનની માત્રા કેલ્શિયમ ઓબ્ઝર્વેશનમાં સહાયક બને છે. તેમાં એલ-આર્જિનિન પણ હોય છે જે ઓસ્ટિયોક્લાસ્ટ સેલ એક્ટિવિટીને દુરસ્ત કરે છે. હેલ્ધી બોન્સ માટે તાદંળજાનું સેવન ફાયદાકારક હોય છે.

આયુર્વેદમાં તાદંળજાના ફાયદા

​ડાયજેસ્ટિવ સિસ્ટમ માટે લાભદાયક

તાદંળજામાં રહેલા ફાઇબરથી એનર્જી લેવલ જળવાઇ રહે છે અને ડાયજેશન પણ શ્રેષ્ઠ બને છે. સારી ડાયજેસ્ટિવ સિસ્ટમ માટે તાદંળજાના ફાયદાઓની વાત કરીએ તો તે કબજિયાતને દૂર કરવામાં પણ મદદ કરે છે. હેલિકોબેક્ટર પાઇલોરીથી પ્રેરિત ડુઓડનલ પેપ્ટિક અલ્સર (duodenal peptic ulcer) અને ક્રોનિક ગેસ્ટ્રાઇટિસવાળઆ લોકોએ તાદંળજાનું સેવન નિયમિત કરવું જોઇએ.

​એનોરેક્સિયા જેવા રોગમાં ફાયદાકારક

જે લોકો અનહેલ્ધી ફૂડ અને પોષણ સંબંધિત ઇશ્યુના કારણે હેલ્થ પ્રોબ્લેમ્સનો સામનો કરી રહ્યા છે તેઓ માટે તાદંળજો અત્યંત લાભદાયક છે. ખાસ કરીને બાળકો, કિશોરો, વયસ્કો, વૃદ્ધો અથવા જેઓને એનોરેક્સિયા (Anorexia -eating disorder)ની બીમારી છે તેઓએ તેનું સેવન કરવું જોઇએ.

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો પર્યાય હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

પુરૂષોના યૌન સ્વાસ્થ્યને લઇ ચોંકાવનારો ખુલાસો, 4 લક્ષણોથી ઓળખો લૉ-સ્પર્મ કાઉન્ટના કારણો અને બચાવની રીતSource link