વ્હાઇટ ડ્રેસમાં તૈયાર થઈને આવેલ મીરા કપૂરે જ્યારે સ્માઈલ આપી તો લોકો બન્યા દીવાના

 

મીરા રાજપૂત ભલે અભિનેત્રી ન હોય પરંતુ તે જ્યાં પણ જાય છે ત્યાં હાજર રહેલા લોકો માટે તેના પરથી નજર હટાવવી મુશ્કેલ બની જાય છે. તેનું એક કારણ છે તેની ખુબસુરતી તો બીજું કારણ છે તેની ટોપ ક્લાસ ફેશન જે તેના આકર્ષણને બે ગણું બનાવે છે. આ જ કારણ છે કે કોઈ બી ટાઉનની હિરોઈનની જેમ મીરાની તસવીરો પણ બીજી છોકરીઓ માટે સ્ટાઈલ ઇન્સ્પિરેશનનું કામ કરે છે. આ વખતે પણ જયારે શાહીદ કપૂરની પત્ની મુંબઈની જાણીતી રેસ્ટોરન્ટની બહાર પાપારાઝી કેમેરામાં કેદ થઇ ત્યારે તેનો મીનીમલ પરંતુ સ્ટાઈલિશ અંદાજ ફેશન લવર્સના દિલમાં જગ્યા બનાવી લે તેવો હતો. Image credit: Yogen Shah

​વ્હાઇટ ડ્રેસમાં જોવા મળી

આ વાતમાં કોઈ શક નથી કે સફેદ રંગ એવો છે જેને કૅરી કરવો અને સ્ટાઈલ કરવો ખુબ મુશ્કેલ હોય છે. જોકે મીરા રાજપૂત ફેશનના આ મુશ્કેલ ટાસ્કને પણ સરળતાથી પાર પાડી લે છે, તેનો પુરાવો આ તસવીર ખુદ આપી રહી છે. તે જ્યારે રેસ્ટોરન્ટની બહાર જોવા મળી તે દરમિયાન તેને વ્હાઈટ કલરનો શોર્ટ ડ્રેસ પહેર્યો હતો.

​ફ્લેયર્ડ શર્ટ ડ્રેસ

મીરાએ જે ‘અબોવ ની લેન્થ’ ડ્રેસ પહેર્યો હતો તે ફ્લેયર્ડ શર્ટ પેટર્નમાં હતો. તેમાં ઉપર ક્લાસિક કોલર, ચેસ્ટ પોર્શન પર બટન્સ અને વેસ્ટ લાઈનની નીચે સ્કર્ટ જેવી ફ્લેયર્સ હતી. તેમાં કોઈ ઓવર ધ ટોપ ડિટેલિંગ પણ ન હતી. પ્લેઈન હોવા છતાં તે મીરાની બોડી પર ઘણો સુંદર દેખાઈ રહ્યો હતો.

​આ રીતે બીજો રંગ જોડ્યો

આ પ્લેઈન લૂકિંગ ડ્રેસને પહેર્યા બાદ ઓવરઓલ લૂકને વધારે એટ્રેક્ટિવ બનાવવા માટે મીરાએ ગ્રીન કલરનો ઉમેરો કર્યો હતો. તેના માટે તેણે ગ્રીન કલરની હિલ્સ પહેરી હતી. તેમજ તેના હાથમાં પણ આ જ કલરનું મિની પર્સ હતું. સફેદ કલર સાથે આ રંગ મિક્સ થવાથી સ્ટાઈલ કવોશન્ટને વધુ હાઈ કરી રહી હતી.

​મીનીમલ મેકઅપ સાથે રાઉન્ડ ઓફ

મીરા રાજપૂતે તેનો મેકઅપ અને જ્વેલરી મીનીમલ રાખી હતી. તેને ફેસ પર નેચરલ ટોન મેકઅપ કર્યો હતો તેમજ વાળને મિડલ પાર્ટ કરી લાઈટ વેવ્સમાં સ્ટાઈલ કર્યા હતા. તેને કાનમાં લાઇટ વેઇટ બુટ્ટી અને હાથમાં ઘડિયાળ પહેરી હતી. તેનો આ લૂક ન માત્ર સ્ટાઈલિશ હતો પરંતુ કમ્ફર્ટની બાબતમાં પણ ટોપ સ્કોરર હતો.

Source link