વૈજ્ઞાનિકોનો દાવોઃ આ મસાલાને ચાટવાથી 17% ઘટશે કોલેસ્ટ્રોલ!

 

કોરોનાકાળ જેવી મહામારી પછી હવે લોકો સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ કાળજી રાખતાં થયા છે. ખાસ કરીને સમયાંતરે શરીરનું ચેકઅપ કરાવવું પણ ખૂબ જ જરુરી બની ગયું છે. જેમાં બ્લડસુગર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, હાઈ બીપી તેમજ લો બીપી જેવી સમસ્યાનો સમાવેશ થાય છે. ખાસ તો કોલેસ્ટ્રોલ (Cholesterol) વધવું એ હાલના સમયમાં સામાન્ય સમસ્યા થઈ ગઈ છે. આ સમસ્યાથી દરેક લોકો ખૂબ જ પરેશાન રહે છે. કોલેસ્ટ્રોલ લોહીમાં મળતું આવતું એક એવું તત્વ છે જે સામાન્ય રીતે મિણબત્તી સમાન હોય છે. આ રીતે શરીરમાં સ્વસ્થ કોશિકાઓનું નિર્માણ થાય તેના માટે શરીરને કોલેસ્ટ્રોલની જરુર હોય છે. જોકે, તેની માત્રા વધારે હોવાના કારણે કોઈ વ્યક્તિને હૃદયરોગનું જોખમ વધી શકે છે. જેથી એ નિશ્ચિત કરવું યોગ્ય રહેશે કે શરીરમાં કોલેસ્ટ્રેરોલની માત્રા નિયમિત જળવાઈ રહે.

શરીરમાં કોલેસ્ટ્રોલ બે રીતના હોય છે. એક છે સારુ કોલેસ્ટ્રોલ અને બીજું છે ખરાબ કોલેસ્ટ્રોલ. ખરાબ કોલેસ્ટ્રોલ તમારા લોહીમાં જમા થઈ શકે છે અને તેની માત્રા જો શરીરમાં વધી જાય તો બ્લડ સર્ક્યુલેશન ઘટી જાય છે અને તેની ઝડપ પણ ઘટી જાય છે. લોહીનું પરિભ્રમણ અટકી પણ શકે છે. જેનાથી તમને હાર્ટ એટેક તેમજ સ્ટ્રોક જેવી જીવલેણ પરિસ્થિતિનો સામનો પણ કરવો પડી શકે છે. આવું ન થાય તે માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પણ જરુરી છે.

શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું વધવું ખરાબ જીવનશૈલી તેમજ ખાનપાનની આદતોને કારણે પણ હોય શકે છે. તમે તમારા ભોજનમાં કેટલીક હેલ્ધી વસ્તુઓનો સમાવેશ કરીને કોલેસ્ટ્રોલથી છૂટકારો મેળવી શકો છો. એક રિસર્ચમાં પણ એ વાત સામે આવી છે કે, આદુનું સેવન નિયમિત રીતે કરવાથી કોલેસ્ટ્રોલને જલદીથી ઓછો કરી શકાય છે. રિસર્ચમાં એ પણ દાવો કરાયો છે આદુનો રસ અથવા તો તેના પાઉડરના ઉપયોગથી કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ મળે છે.

​માત્ર 5 ગ્રામ આદુના પાઉડરથી થશે કમાલ

-5-

હાઈપરલિપિડિમિયા (Hyperlipidemia) એટલે કે હાઈ કોલેસ્ટ્રોલથી પીડિત 60થી વધારે વ્યક્તિઓ પર કરાયેલા રિસર્ચમાં એ વાત સામે આવી છે કે જે લોકો રોજ પાંચ ગ્રામ આદુના પાઉડરનું સેવન કરે છે, તેમને ખરાબ કોલેસ્ટ્રોલને 17%થી ઓછું કરવામાં મદદ મળી શકે છે.

​આદુના અન્ય ફાયદાઓ

કોલેસ્ટ્રોલ ઓછું કરવા ઉપરાંત આદુનું સેવન અનેક રીતે લાભદાયી છે અને તેના અઢળક ફાયદાઓ પણ છે. વર્ષ 2014ની એક વૈજ્ઞાનિક સમીક્ષાએ તારણ કાઢ્યું છે કે આદુના ઉપયોગથી હાડકાની બીમારી ઓસ્ટિયોઆર્થરાઈટિસની સારવાર પણ કરી શકાય છે.

​આદુના તેલના પણ છે જોરદાર ફાયદાઓ

વર્ષ 2011ના એક રિસર્ચમાં પણ એવી વાત સામે આવી હતી કે, આદુ, તજ તેમજ તલના તેલને મિક્સ કરીને ઘૂંટણ પર લગાડવાથી ઓસ્ટિયોઆર્થરાઈટિસથી પીડિત લોકોમાં સોજો આવવો અને દુઃખાવો થવો જેવી સમસ્યાથી પણ મુક્તિ મળી શકે છે.

​વજન ઘટાડવામાં પણ મદદરુપ છે આદુ

મનુષ્ય અને જાનવર પર કરેલા રિસર્ચ અનુસાર આદુ વજન ઘટાડવામાં પણ એક ચોક્કસ ભૂમિકા ભજવે છે. વર્ષ 2019ના એક રિસર્ચ અનુસાર, જે લોકો મેદસ્વિતાથી પીડિત હોય તેવા લોકોને આદુના સેવનથી સમગ્ર શરીરનું વજન ઓછું કરવામાં મદદ મળે છે. આદુ બોડી માસ ઈન્ડેક્સ એટલે કે BMI અને લોહીમાં ઈન્સુલિનના સ્તરને પણ ઘટાડવામાં મદદ કરે છે.

​બ્લડ સુગરને રાખે છે કંટ્રોલમાં

આદુમાં એન્ટીડાયાબિટીક ગુણ હોય છે. વર્ષ 2015માં રિસર્ચમાં તારણ નીકળ્યું હતું કે, પ્રતિ દિવસે 2 ગ્રામ આદુનો પાઉડર લેવાથી ટાઈપ 2 ડાયાબિટિસ ધરાવતા લોકોમાં બ્લડ સુગર 12% જેટલું ઓછું થઈ જાય છે.

ચેતવણીઃ આ લેખ સામાન્ય જાણકારી માટે છે. આ કોઈ પણ રીતે કોઈ દવા અથવા તો સારવારનો વિકલ્પ ન હોય શકે. વધારે જાણકારી માટે હંમેશા પોતાના ડોક્ટરનો સંપર્ક કરો.

Source link