વિશ્વના સૌથી વધુ કમાતા ટોચના 100 ખેલાડીઓમાં એકમાત્ર ભારતીય, જાણો આ લિસ્ટમાં બીજુ કોણ કોણ છે?

લેબ્રોન જેમ્સ

લેબ્રોન જેમ્સ

આ લિસ્ટમાં સૌથી ટોચનું નામ બાસ્કેટબોલ લેજેન્ડ લેબ્રોન જેમ્સનું છે. તેની વાર્ષિક કમાણી 126.9 મિલિયન ડોલર એટલે કે 10.2 અબજ રૂપિયા છે. જેમ્સની કમાણીનો મોટો હિસ્સો Nike, Walmart, Crypto.com સહિતની મોટી બ્રાન્ડની જાહેરાતથી આવે છે.

લિયોનેલ મેસ્સી

લિયોનેલ મેસ્સી

આ લિસ્ટમાં બીજા નંબરે આર્જેન્ટિનાના સુપરસ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી છે. તેની વાર્ષિક કમાણી 122 મિલિયન ડોલર એટલે કે 9.8 બિલિયન છે. મેસ્સી કતરમાં ફિફા વર્લ્ડ કપ 2022માં રમી રહ્યો છે.

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો

આ લિસ્ટમાં ફૂટબોલરોનો દબદબો છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો આ લિસ્ટમાં ત્રીજા સ્થાને છે. હાલ કતરમાં વર્લ્ડકપ રમાઈ રહ્યો છે ત્યારે રોનાલ્ડોની વાર્ષિક આવક 115 મિલિયન ડોલર છે. આ રૂપિયા ભારતીય ચલણમાં 9.3 બિલિયન રૂપિયા થાય છે.

નેમાર

નેમાર

આ લિસ્ટમાં આગળનું નામ નેમારનું છે. ફૂટલોબ ખેલાડી નેમાર 103 મિલિયન ડોલરની વાર્ષિક કમાણી સાથે ચોથા નંબર પર છે.

રોજર ફેડરર

રોજર ફેડરર

આ લિસ્ટમાં આગળનું નામ હાલમાં જ નિવૃત્ત થયેલા ટેનિસ ખેલાડી રોજર ફેડરરનું છે. ફેડરર આ લિસ્ટમાં 8મા નંબરે છે. તેની વાર્ષિક કમાણી 85.7 મિલિયન એટલે કે 6.9 અબજ રૂપિયા છે. આ લિસ્ટમાં 10 સ્પોર્ટ્સ અને 24 દેશોના ખેલાડીઓ સામેલ કરાયો છે.

નાઓમી ઓસાકા

નાઓમી ઓસાકા

મહિલા ખેલાડીઓની વાત કરીએ તો, જાપાનની સુપરસ્ટાર નાઓમી ઓસાકા ટોચ પર છે. તે 100 ખેલાડીઓની યાદીમાં તે 20મા નંબરે છે. ઓસાકાની વાર્ષિક આવક 53.2 મિલિયન ડોલર છે.

સેરેના વિલિયમ્સ

સેરેના વિલિયમ્સ

આ લિસ્ટમાં અમેરિકન ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સ પણ સામેલ છે. 35.3 મિલિયન ડોલરની કમાણી સાથે તે 52માં નંબર પર છે.

વિરાટ કોહલી

વિરાટ કોહલી

આ યાદીમાં એકમાત્ર ભારતીય ખેલાડી સામેલ છે. આ ખેલાડી વિરાટ કોહલી છે. આ લિસ્ટમાં કોહલી 61માં સ્થાને છે. વિરાટ કોહલીની વાર્ષિક આવક 33.9 મિલિયન ડોલર છે. જે ભારતીય રૂપિયામાં 2.7 અરબ આસપાસ થાય છે. વિરાટ કોહલી આ રૂપિયા મેચ અને જાહેરાતોથી કમાય છે.

Source link