વિવાદિત સ્ટેટમેન્ટ બાદ બેકલેસ ડ્રેસમાં કરિના કપૂરે ઉડાવ્યા હોશ, દરેક તસવીરોમાં ક્લાસી લૂક

Kareena Kapoor Khan Fashion Gujarati: બીટાઉનની સુપરસ્ટાર કરિના કપૂર ખાન (Kareena Kapoor Khan) ફિલ્મ હોય કે ફેશન, તે એવી એક્ટ્રેસ છે જે તદ્દન નવા ટ્રેન્ડ્સ શરૂ કરવામાં વિશ્વાસ ધરાવે છે. પ્રેગ્નન્સી દરમિયાન કામ કરતા રહેવાનું હોય કે પછી મેટરનિટી ફેશનને પ્રોત્સાહન આપવાનું હોય, બેબો હંમેશા કંઇક હટકે અને અલગ કરતી જોવા મળે છે.

હાલમાં જ કરિના કપૂર કોલકત્તાની એક ઇવેન્ટમાં સ્ટાઇલિશ આઉટફિટ્સ પહેરીને પહોંચી હતી. ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સના યંગ લીડર્સ ફોરમ ઇવેન્ટમાં કરિનાએ બોયકોટ બોલિવૂડ ટ્રેન્ડ પર નિડરતાથી પોતાના વિચારો રાખ્યા, તો વળી બ્લેક કલરના ક્લાસી આઉટફિટ્સમાં પણ તે ફેશન વર્લ્ડમાં લાઇમલાઇટમાં રહી હતી.

(Images: Instagram/ @divyachablani15, @kareenakapoorkhan)

​ઓલ-બ્લેક લૂકમાં કરિના કપૂર

​ઓલ-બ્લેક લૂકમાં કરિના કપૂર

આ ઇવેન્ટમાં કરિના કપૂર ખાન જે ડ્રેસ પહેરીને પહોંચી હતી, તેના ફોટોશૂટની તસવીરો સામે આવી છે, તેમાં તેનો લૂક જોવાલાયક છે. બેબોએ બ્લેક બેકલેસ ટોપની સાથે સ્કર્ટ કૅરી કરી કર્યુ છે. અલગ અલગ પોઝ આપતી કરિના ઓલ બ્લેક લૂકમાં ખૂબ જ હોટ લાગી રહી હતી.

​ડ્રેસનું ડિટેલિંગ

​ડ્રેસનું ડિટેલિંગ

કરિનાએ જે બ્લેક કલરનો બ્લાઉઝ પહેર્યો હતો તેમાં રેસ્ડ નેકલાઇનની સાથે બિલોવી ફૂલ સ્લિવ્સ આપવામાં આવી હતી અને શોલ્ડર્સને પફ્ડ ડિટેલ્સ આપવામાં આવી છે. બસ્ટ પોર્શન પર ફ્રન્ટમાં પ્લિટ્સ હતી અને આ લૂઝ ટોપમાં પાછળની તરફ બેકલેસ ડિટેલ હતી. બેક પર આપવામાં આવેલા કટઆઉટથી તેનો લૂક ગ્લેમરસ લાગી રહ્યો હતો. બેબોએ આ ટોપની સાથે હાઇ રાઇઝ સ્કર્ટ મેચ કર્યુ હતું.

​સ્ટેટમેન્ટ જ્વેલરી અને મિનિમલ મેકઅપ

​સ્ટેટમેન્ટ જ્વેલરી અને મિનિમલ મેકઅપ

એક્ટ્રેસ કરિના કપૂર આ મોનોક્રોમ લૂક અને ફિગર હગિંગ સ્કર્ટમાં તેનું ફિગર ફ્લૉન્ટ કરતી જોવા મળી હતી. લૂકને કમ્પલિટ કરવા માટે તેણે જેમસ્ટોનવાળા ડાયમંડ ઇયરિંગ્સ, સ્ટેટમેન્ટ રિંગ અને બ્લેક સ્ટ્રેપી એમ્બેલિશ્ડ પમ્પ્સ પહેર્યા હતા. જ્યારે મિનિમલ મેકઅપ સાથે કરિનાએ વાળને સ્લીક લો બન હેરસ્ટાઇલમાં રાખ્યા હતા. તમે પણ બ્લેક ડ્રેસની સાથે આ પ્રકારની હેરસ્ટાઇલ અને મેકઅપ ટ્રાય કરી શકો છો.

Source link