વાપી રેલવે સ્ટેશથી પકડાયેલા યુવકના ગુદામાર્ગમાંથી 25 લાખ રૂપિયાનું સોનું મળ્યું!

 

સુરતઃ વિદેશથી કિંમતી વસ્તુઓને વિચિત્ર રીતે છુપાવીને તેની દાણચોરી કરવાના ઘણાં કિસ્સા બનતા હોય છે. આવો જ એક કિસ્સો વાપીમાં સામે આવ્યો છે કે જેમાં યુવકે 500 ગ્રામ સોનું પોતાના ગુદામાર્ગમાં છૂપાવ્યું હતું. જાણે કોઈને કશું ખબર નહીં પડે અને લાખોનું સોનું પોતાનું થઈ જશે તેમ વિચારીને યુવકે આ સોનું છૂપાવ્યું હતું પરંતુ તપાસ એજન્સી તેના કરતા પણ વધારે તેજ નીકળી હતી જેમાં યુવકને 25 લાખના સોના સાથે વાપી રેલવે સ્ટેશન પરથી પકડી પાડવામાં આવ્યો હતો. આ મામલે તપાસ કરતા માલુમ પડ્યું છે કે યુવક દુબઈથી સોનાની દાણચોરી કરીને આવ્યો હતો અને તે મુંબઈ તરફ જઈ રહ્યો હતો.

DRI (Directorate of Revenue Intelligence)ની ટીમને બાતમી મળતા સુરત અને વાપી વચ્ચે વોચ રાખી હતી. જેમાં તપાસ કરતા યુવકે જે રીતે 500 ગ્રામ સોનુ છૂપાવ્યું હતું તે જોઈને DRIની ટીમને પણ ભારે આશ્ચર્ય થયું હતું. આ યુવકે લગભગ 25 લાખ રૂપિયાનું 500 ગ્રામ સોનુ પોતાના ગુદામાર્ગમાં છૂપાવી દીધું હતું.

ટીમ બાતમી પ્રમાણ યુવકની તપાસ માટ વોચ રાખીન ઉભી હતી ત્યાર અમદાવાદથી મુંબઈ જઈ રહેલી ગુજરાત એક્સપ્રેસમાં સવાર મૂળ મધ્યપ્રદેશના મયંક જૈન નામના યુવકની શંકાના આધારે અટકાયત કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન તેના ગુદામાર્ગમાંથી 500 ગ્રામ સોનું મળી આવ્યું હતું. મયંક જૈન આ સોનું લઈને દુબઈથી અમદાવાદ આવ્યો હતો અને પછી ત્યાંથી તે રેલ માર્ગે મુંબઈ લઈ જઈ રહ્યો હતો.

આ યુવકે 500 ગ્રામ સોનાના બે ભાગ પાડી દીધા હતા અને તેને ગુદામાર્ગમાં છૂપાવી દીધું હતું. આ સોનાની અંદાજીત કિંમત 25 લાખ રૂપિયા થાય છે. સોનાની દાણચોરી કરીને તેને દુબઈથી અમદાવાદ લાવવામાં આવ્યું અને પછી ત્યાંથી તેને મુંબઈ લઈ જવામાં આવી રહ્યું હતું. DRIની ટીમે બાતમીના આધારે તપાસ કરીને મયંક જૈનની અટકાયત કરી હતી. આ પછી તપાસ દરમિયાન માલુમ પડ્યું કે તેણે વિચિત્ર જગ્યાએ સોનુ છૂપાવ્યું હતું. પોલીસે મયંકની પાસેથી મળેલું સોનુ કબજે કરીને તેની ધરપકડ કરી લીધી છે. હવે આ મામલે વધારે તપાસ કરવામાં આવી રહી છે.

Source link