વર્લ્ડકપમાં રોહિત શર્મા અને હાર્દિક પંડ્યામાંથી કોણ કેપ્ટન? જાણો દિનેશ કાર્તિકે શું કહ્યું?

Sports

oi-Balkrishna Hadiyal

|

Google Oneindia Gujarati News

નવી દિલ્હી : T20 ક્રિકેટમાં ભારતીટ ટીમના ખરાબ પ્રદર્શન બાદ હવે ટીમમાં સતત ફેરફાર કરવામાં આવી રહ્યા છે. રોહિત શર્માની કેપ્ટનશીપ પર પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે ત્યારે હવે દિનેશ કાર્તિકે મોટી આગાહી કરી છે. અહીં તમને જણાવી દઈએ કેસ છેલ્લા કેટલાક સમયથી ભારતીય ટીમમાં સતત કેપ્ટન બદલાઈ રહ્યા છે ત્યારે દિનેશ કાર્તિકને લાગે છે કે વર્લ્ડકપમાં રોહિત શર્મા કેપ્ટન અને હાર્દિક પંડ્યા વાઈસ કેપ્ટન હશે.

એક ઈન્ટરવ્યૂ દરમિયાન દિનેશ કાર્તિકે કહ્યું કે, વર્લ્ડકપમાં લીડરશીપનો નિર્ણય કટોકટીનો હશે. અહીં રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા વચ્ચે મુકાબલો રહેશે. અહીં તેણે કહ્યું કે, હાર્દિક પંડ્યાએ મજબુતીથી પોતાનો દાવો રાખ્યો છે. આપણે આગળના 12 મહિનામાં તેને વાઈસ કેપ્ટનના રૂપમાં જોઈશું, આમાં વર્લ્ડકપ પણ સામેલ છે. વર્લ્ડકપમાં રોહિત શર્મા કેપ્ટન અને હાર્દિક પંડ્યા વાઈસ કેપ્ટન હશે.

અહીં તમને જણાવી દઈએ કે, શ્રીલંકા સામે યોજાઈ રહેલી T20 સિરીઝમાં રોહિત શર્મા ઈજાના કારણે બહાર છે. હવે તેની જગ્યાએ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવાયો છે. આ પહેલા પણ હાર્દિક પંડ્યા કેપ્ટનશીપ કરી ચુક્યો છે. આ પહેલા હાર્દિક પંડ્યાને ન્યૂઝિલેન્ડ સામે કેપ્ટન બનાવાયો હતો.

અહીં તમને જણાવી દઈએ કે, રોહિત શર્મા શ્રીલંકા સામેની વનડે સીરીઝમાં પાછો ફર્યો છે. આ શ્રેણીમાં શિખર ધવનને આરામ આપવામાં આવ્યો છે. રિષભ પંતને વનડે ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે પંતને ખરાબ ફોર્મના કારણે બહાર કરવામાં આવ્યો છે.

English summary

Who will captain Rohit Sharma and Hardik Pandya in the World Cup?

Story first published: Wednesday, December 28, 2022, 17:40 [IST]

Source link