World
oi-Balkrishna Hadiyal
નવી દિલ્હી : એલોન મસ્કના હાથમાં ટ્વિટરની કમાન આવ્યા બાદ ટ્વિટરને વિવાદોનું ગ્રહણ લાગ્યુ હોય તેવી પરિસ્થિતી છે. ભાગ્યે જ કોઈ એવો દિવસ જાય છે જ્યારે કોઈ વિવાદ સામે ન આવ્યો હોય. હવે ટ્વિટર સાથે જોડાયેલો વધુ એક વિવાદ સામે આવ્યો છે અને આ વખતે સલમાન ખાન સહિતના 40 કરોડ યુઝર્સના પર્શનલ ડેટા લીક થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે.
સામે આવી રહેલી વિગતો અનુસાર, હેકરે ટ્વિટર સાથે જોડાયેલા 40 કરોડથી વધુ લોકોના ડેટાની ચોરી કરી છે. વાત અહીંથી અટકતી નથી. આ ડેટામાં કંપનીના ટ્વિટરના સીઈઓ એલોન મસ્કનો ડેટા પણ સામેલ છે. રિપોર્ટ અનુસાર, હેકરે જે લોકોનો ડેટાની ચોરી કરી છે તેમા ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ અને બોલિવૂડ અભિનેતા સલમાન ખાન પણ છે. આ ડેટા હાલ ડાર્ક વેબ પર વેચાણ માટે ઉપલબ્ધ છે.
આ પુરી ઘટના ઈઝરાયેલની ટેલિવિઝન કંપની હડસન રોકના એક રિપોર્ટથી સામે આવી છે. કંપનીએ દાવો કર્યો કે, એક હેકરે 40 કરોડ લોકોનો ડેટા ચોર્યો છે અને તેને વેચાણ માટે ડાર્ક વેબ પર મુક્યો છે. આ ડેટામાં યુઝર્સના ઈમેલ, નામ, યુઝરનેમ અને ફોલોઅર સહિતની વિગતો સામેલ છે. આ સિવાય કેટલાક લોકોના મોબાઈલ નંબર પણ હોવાની વિગતો છે.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, આ પહેલી વખત નથી જ્યારે હેકરે ટ્વિટર યુઝર્સના ડેટાની ચોરી કરી હોય. આ પહેલા પણ ડેટા ચોરાયો છે. જો કે આ સૌથી મોટી ચોરી છે.હાલમાં જ 5.4 મિલિયનથી વધુ ટ્વિટર યુઝરનો ડેટા લીક થયો હતો.
રિપોર્ટ અનુસાર, ડેટા ચોરી કરનારા હેકરે ચોરી કરેલા ડેટાના સ્ક્રીન શોટ શેર કર્યા છે. આ સ્ક્રીન શોટમાં ડોનાલ્ડ જેઆર, ડોજા કેટ, સુંદર પિચાઈ, સલમાન ખાન, નાસા, એનબીએ, માહિતી અને પ્રસારણ મંત્રાલય ભારત સરકાર, ડબ્લ્યુએચઓ સહિતના એકાઉન્ટના ડેટા સામેલ છે. હડસન રોકે દાવો કર્યો છે કે હેકર તરફથી APIમાં ખામીને કારણે ડેટા હેક કરાયો છે.
સૌથી મોટી વાત એ છે કે હેકર ડેટા ચોરી કરીને અટક્યો નથી, તેને એલોન મસ્કને સીધી ચેલેન્જ આપી છે. હૈકરે ટ્વિટ કરીને લખ્યુ કે, Twitter અથવા Elon Musk જો તમે આ વાંચી રહ્યાં છો તો મને જણાવવા દો કે તમે પહેલેથી જ 5.4m ઉલ્લંઘનો પર GDPRનો દંડ ભરી રહ્યાં છો. તમે 400m યુઝર્સના ડેટાના દંડની કલ્પના કરી શકો છો. GDPR ઉલ્લંઘનમાં $276 મિલિયન USD ચૂકવવાનું ટાળવા શ્રેષ્ઠ વિકલ્પ છે.
રોકના સહ-સ્થાપક અને CTO એલોન ગેલે LinkedIn પર પોસ્ટ કરતા કહ્યું કે, હેકર દ્વારા શેર કરવામાં આવેલા ડેટા માન્ય હોવાની શક્યતા વધુ છે. API માં ખામીના કારણે આ ડેટા મેળવાયો છે. હડસને એ પણ ધ્યાન દોર્યું કે આ ફેસબુક 533m ડેટાબેઝ જેવું જ છે જે મેં મૂળ રૂપે 2021 માં જાણ કરી હતી અને પરિણામે મેટા પર $275,000,000 દંડ થયો હતો. હાલમાં ટ્વિટર અને ઇલોન મસ્ક દ્વારા ડેટા લીકના સમાચારની પુષ્ટિ કરવામાં આવી નથી.
English summary
Data leak of 40 crore Twitter users including Elon Musk
Story first published: Monday, December 26, 2022, 18:39 [IST]